Browsing category

ખેડુ

માત્ર 12 ચોપડી ભણેલા વીરપુરના અરવિંદભાઈ ગાજીપરા એ સ્વબળે ખેતી માટે ઊભી કરી ડિજિટલ વ્યવસ્થા

ખેતર નહીં પણ જાણે કોઈ કારખાનું હોય તેમ વીરપુર જલારામ ગામના એક ખેડૂતના ખેતરમાં સોલાર પધ્ધતિથી કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચી ટપક સિંચાઈથી પાકોને આપવામાં આવે છે અને તે પણ પાછું ઘેરબેઠા મોબાઈલથી આ બધું કામ કરવામાં આવે છે અને આ બધા કામ પર સીસીટીવી કેમેરા દ્વારા ઘરબેઠા જ ખેડૂત નજર પણ રાખે છે વીરપુર […]

સાબરકાંઠાના ખેડૂત સમીર પટેલ વદરાડ સેન્ટર ના માર્ગદર્શનથી 60 વિઘા જમીનમાં શાકભાજી પકવીને વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવે છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટપક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકાના મામરોલ ગામના […]

મોરબીની ગીર ગાય દૂધ હરીફાઇમાં રાજ્યમાં પ્રથમ આવતા 51,000નો પુરસ્કાર મળ્યો..

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ને પ્રોત્સાહન આપવા અને પશુપાલકો વધુને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રેરાય તે માટે છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો. ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ દૂધ […]

અસમતળ જમીનમાં ટપક સિંચાઈ પદ્ધતિથી ખારેકની સફળતા પુર્વક ખેતી કરનાર જામનગરના સુરેશભાઈ સાવલિયા

ખેતર ખેડીને અનાજ ઉગાડી લોકોનું પેટ ભરનારા ખેડૂતને ‘જગતનો તાત’ એમ જ નથી કહેવાતો. આપણા ઘર સુધી અનાજ પહોંચાડવા માટે ખેડૂતો ટાઢ, તકડો અને વરસાદ બધુ સહન કરતા હોય છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. ઘણીવાર આવા મહોત્સવથી ખેડૂતો ખેતીની કેટલીક ટિપ્સ લઈને સફળ ખેતી […]

ડીસાનો આ ખેડૂત ગટરના પાણીથી ફૂલોની ખેતી કરીને મહિને રૂ.50,000 કમાય છે

આમતો ગટરનું પાણી ખૂબ જ દુર્ગંધ મારતું હોય છે. પરંતુ બનાસકાંઠામાં એક યુવા ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કરી મબલક કમાણી કરી રહ્યા છે. ડીસાના 45 વર્ષીય નરેન્દ્ર સૈની નામના ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. નરેન્દ્ર સૈની બનાસકાંઠામાં ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે […]

પોરબંદર જીલ્લાનાં આ ખેડૂતે એક સાથે 60 ફૂટ વિસ્તારમાં ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ બનાવ્યો

ખેડૂતોને ખેતીમાં પડતી સમસ્યાઓનો ઉકેલ ખેડૂત જ લાવી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાનાં ઠોયાણા ગામનાં પ્રગતિશીલ ખેડૂતે પણ એક નવીન સંશોધન કરી ખેડૂતો માટે આશિર્વાદરૂપ દંવા છાંટવાનો પંપ બનાવ્યો છે. આ ખેડૂતનું નામ છે દેવશીભાઈ ભૂતિયા. દેવશીભાઇ ભૂતિયાએ મીની ટ્રેક્ટરથી ચાલતો દવા છાંટવાનો પંપ વિકસાવ્યો છે. આ પંપની વિશેષતા એ છે કે, ખેતરમા એક […]

કાલાવાડના કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પાણીની સમસ્યાને દૂર કરવા માટે કર્યો કૂવા રીચાર્જનો નવતર પ્રયોગ

સામાન્ય રીત ચોમાસા સિવાયના દિવસોમાં ખેડૂતોને પિયત માટેના પાણીની ખેંચ રહેતી હોય છે. પરંતુ કેટલાક કોઠાસૂજ ધરાવતા ખેડૂતો સમસ્યામાંથી સમાધાન શોધીને આગળ વધતા હોય છે. જામનગરના એક ખેડૂતે નવતર પ્રયોગ કરીને પોતાના કૂવાને છલોછલ કર્યો છે. જામનગર જિલ્લામાં કાલાવાડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે આ વર્ષે નવતર પ્રયોગ કર્યો છે. પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના […]

બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂત

બહુચરાજીના ઉદ્યોગ સાહસિક અનિલભાઈ લાટીવાળાએ બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. બહુચરાજીથી સાત કિમી દૂર સીણજ ગામની સીમમાં 150 વીઘા જમીનમાં પથરાયેલા ઓર્ગેનિક ફાર્મમાં થતી કચ્છની મધમીઠી કેસર કેરીની સુવાસ આજે સમગ્ર ચુંવાળ પંથક ઉપરાંત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર સુધી […]

આ ભારતીય ખેડૂતે ઈઝરાયલની ટેકનિકથી કેરીની ખેતી કરીને બનાવ્યો ઉત્પાદનનો રેકોર્ડ, જાણો શું છે આ ટેકનિક..

ઈઝરાયલ દેશ કેરીનાં ઉત્પાદન મામલે દુનિયાભરમાં પ્રથમ સ્થાન પર છે. આ વાતને સમજાવવા માટે નાસિકના જનાર્દન વાધેરે પોતાના 10 એકર ખેતરમાં પ્રયોગ કર્યો. આ પ્રયોગ તેમણે કેસર કેરી પર કર્યો હતો. જનાર્દન પ્રમાણે ઈઝરાયલ દેશમાં ચાલતી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રતિ એકરમાં 3 ટન કેરીનું ઉત્પાદન થયું.  જનાર્દને જણાવ્યું હતું કે, કેરીના ઉત્પાદન મામલે ભારત દેશ શા […]

ગુજરાતના ખેડૂતે કૃષિ ક્ષેત્રે અમેરિકામાં વગાડ્યો ડંકો, બે વાર કરાયા એવોર્ડથી સન્માનિત

અમેરિકામાં રહેતા રાજ્યના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્ડર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દિવ્યેશ પટેલના સન્માનને લઇને પરિવાર સહિત બોડેલી પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે ભારતના અને એમાં પણ આપણા ગુજરાતના એક ખેડૂતે કૃષિ […]