લેઉવા પટેલની દીકરીઓ એ આપી પિતાની અર્થીને કાંધ અને આપ્યો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યું

ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતો અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતને કર્મ ભૂમિ બનાવનાર લેઉવા પટેલ પરિવારમાં ચાર દીકરીઓના પિતાનું કેન્સરની બીમારી નિધન થતા દીકરીઓએ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિસંસ્કાર આપતા સ્મશાન યાત્રામાં હાજર લોકોની પણ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. નાનું એવું ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોંડલના […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક અલ્પાબેન પટેલ વિશે જાણો

ભારત દેશને સંતો-મહંતોની ભૂમિ કહેવામાં આવે છે, એમાંય ગુજરાતની તો વાત જ નીરાળી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક ગાયકોએ સિંહફાળો આપ્યો છે. આવી જ એક યુવા લોકગાયક છે અલ્પા પટેલ. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાં માત્ર […]

આ છે ખોડલધામ પ્રમુખનું આલિશાન ઘર: રજવાડી અહેસાસ કરાવે છે અંદરનો નજારો

જેતપુર નજીક કાગવડમાં વિશાળ જગ્યામાં આકાર પામેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા બાદ નરેશ પટેલે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને યુવા વયના પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોપી હતી. વ્યવસાયે બિલ્ડર 40 વર્ષીય પરેશભાઈ ગજેરાએ પણ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર પોતાનો આલિશાન બંગલો તૈયાર કરાવ્યો છે. સવા ચારચો વાર વિસ્તારમાં ફેલાયેલા બંગલાનું કન્ટ્રક્શન આશરે ત્રણ વર્ષ ચાલ્યુ […]

એક અનાથ દીકરી ની જવાબદારી ઉપાડતા મહેશભાઈ સવાણી 

જન્મથી જ કચરાપેટી માં ફેકી દેવામા આવેલી નાજુક એવી ભુમી મદ્રેસા પાસે બગોદરા ગામની કચરાપેટી માંથી મળી આવેલ હતી. આ અનાથ દીકરી ની જવાબદારી પી. પી. સવાણી ગૃપના મહેશભાઈ સવાણી એ ઉપાડેલ છે.. તો આવા ઉમદા કાર્ય માટે મહેશભાઈ ને લાખો વાર વંદન છે..

વૃદ્ધોને ઘરે ભોજન કરાવતા શ્રવણ ટીફીનમાં સેવા આપતા લેઉવા પટેલના દિકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ

” જન સેવા એજ પ્રભુ સેવા ” આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત, સંચાલિત “શ્રી શ્રવણ ટીફીન સેવા” સુરત મા છેલ્લા 2 વર્ષ થી નિસ્વાર્થ સેવા ચલાવી રહયુ છે, હાલ આ સેવા સુરત ના વરાછા , કતારગામ , અમરોલી , વેડરોડ , ડભોલી , રામપુરા , લાલ દરવાજા તથા આ વિસ્તાર ને લગતા આજુબાજુ ના વિસ્તારો […]

યામિની પટેલે કૂડો સ્પર્ધામાં સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અંકલેશ્વરની યામિની પટેલે 63માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ નેશનલ સ્કૂલ ગેમ્સ કૂડોમાં અંડર 19ના માયનસ 63 કી.ગ્રા કેટેગરીમાં તેણે પોતાનું કૌવત બતાવ્યું હતું. અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યામિની પટેલે ગુજરાત તરફથી 63માં નેશનલ સ્કૂલ ગેમ્સ ભાગ લીધો હતો. ધોરણ 10 માં અભ્યાસ કરતી યામિની પટેલ નવસારીના વિસ્પી કાસદના […]

વિઠ્ઠલ રાદડિયાની તબિયત સ્વસ્થ અને સુધારા પર, હોસ્પિટલે ન જવા સમર્થકોને અપીલ

સોરાષ્ટ્રનાં ખેડૂત અગ્રણી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત ખરાબ થતાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં રાદડીયાની તબિયત સ્વસ્થ અને સુધારા ઉપર હોવાનું તેમના પુત્ર જયેશ રાદડિયાએ જણાવ્યું છે. આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતા હાલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત ઘણી સુધારા ઉપર છે. હાલ વિઠ્ઠલભાઈને ડોક્ટરની દેખરેખ […]

સૌરાષ્ટ્રનાં સાવજ, ખેડુતો નાં હક માટે લડનારા પોરબંદર સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપર આવનારી ફિલ્મનું જબરજસ્ત ટ્રેલર #વિઠ્ઠલા

સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના જીવન પર ‘વિઠ્ઠલા’ નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. તેમની ઇમેજ ખેડૂત નેતા તરીકે વિકસી છે કારણ કે પોતાના વિસ્તારના ખેડૂતોને ન્યાય અપાવવા તેઓએ અનેક લડાઇઓ લડી છે.   આ ફિલ્મમાં વડોદરાના દાઢીધારી દેખાતા રૂતેષ પટેલ વિઠ્ઠલભાઇનો રોલ ભજવી રહ્યા છે. જામકંડોરણા તેમજ આસપાસના […]

વિદેશીઓને હંફાવતા BALAJI વેફર્સના ચંદુભાઈ વિરાણીની સફળતાના રહસ્યો

નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં બાલાજીની વેફર્સ ચપોચપ વેચાય છે. બાલાજી વેફર્સે નમકીનની દુનિયામાં આ ઊંચાઈ મેળવવા અઢાર વર્ષ સંઘર્ષ કર્યો છે. બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિશાલ છે. કંપનીના સ્ટાફમાં ૭૦ ટકા મહિલા છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે ‘પુરુષની […]