આ છે ખોડલધામ પ્રમુખનું આલિશાન ઘર: રજવાડી અહેસાસ કરાવે છે અંદરનો નજારો

જેતપુર નજીક કાગવડમાં વિશાળ જગ્યામાં આકાર પામેલા ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા બાદ નરેશ પટેલે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને યુવા વયના પરેશ ગજેરાને પ્રમુખ તરીકેની જવાબદારી સોપી હતી. વ્યવસાયે બિલ્ડર 40 વર્ષીય પરેશભાઈ ગજેરાએ પણ રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર પોતાનો આલિશાન બંગલો તૈયાર કરાવ્યો છે. સવા ચારચો વાર વિસ્તારમાં ફેલાયેલા બંગલાનું કન્ટ્રક્શન આશરે ત્રણ વર્ષ ચાલ્યુ હતું.

બહારથી જ મહેલ જેવા આકારમાં દેખાતો પરેશભાઈનો બંગલો અંદરથી પણ એટલો જ આલિશાન રીતે તૈયાર થયો છે. બંગલા હોલ અને રૂમમાં મોર્ડન ફર્નિચર અને ટ્રેડિશનલ ફર્નિચરનું કોમ્બિનેશન જોવા મળે છે. 4BHK બંગલાની અંદર હોલ, કિચન અને કલાત્મક રીતે કાચ જેવી સીડીનું દ્રશ્ય જોવા મળે છે.

શિવના ભક્ત હોવાથી પરેશભાઈ ગજેરાએ પોતાના આ બંગલાનું નામ પણ શિવઆસ્થા રાખ્યું છે. તો બંગલામાં પ્રવેશતા જ થ્રિડીમાં શિવની અદ્રભુત પ્રતિમાં પણ જોવા મળે છે.

રાજકોટના બિલ્ડર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ

– સ્વભાવે સૌમ્ય અને મળતાવડા 40 વર્ષીય પરેશભાઈનો જન્મ 14 મે 1977ના રોજ થયો હતો.
– ખોડલધામમાં ટ્રસ્ટી પરેશભાઈને ગત જાન્યુઆરીમાં ખોડલધામ પ્રમુખ બનાવાયા છે.
– રાજકોટમાં વેલી વ્યુ કન્સ્ટ્રક્શન ગ્રુપ સાથે તેઓ બિલ્ડરનો વ્યવસાય કરે છે.
– તેઓ રાજકોટ બિલ્ડર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી પણ નીભાવે છે.

ખોડલધામમાં ટ્રસ્ટી પરેશભાઈને ગત જાન્યુઆરીમાં ખોડલધામ પ્રમુખ બનાવાયા છે

કોર્પોરેટર રહી ચૂક્યાં છે પરેશભાઈ

– પરેશભાઈ ગજેરા 22 વર્ષની વયે કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટર બન્યા હતા.
– રાજકોટના વોર્ડ નંબર 17માં વર્ષ 2000થી 2005 સુધી કોર્પોરેટર તરીકે સેવા આપી હતી.
– ગજેરા પરિવારમાં બે ભાઈઓમાં નાના પરેશભાઈને એક દીકરો અને એક દીકરી છે.

રાજકોટમાં વેલી વ્યુ કન્સ્ટ્રક્શન ગ્રુપ સાથે તેઓ બિલ્ડરનો વ્યવસાય કરે છે.

રાજકોટ બિલ્ડર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી પણ નીભાવે છે.

22 વર્ષની વયે કોંગ્રેસ પક્ષ તરફથી કોર્પોરેટર બન્યા હતા પરેશભાઈ.

રાજકોટના વોર્ડ નંબર 17માં વર્ષ 2000થી 2005 સુધી કોર્પોરેટર તરીકે સેવા આપી હતી.

પરેશભાઈને એક દીકરો અને એક દીકરી છે.

આલિશાન બંગલામાં કાચની સીડી બને છે આકર્ષણ.

બંગલામાં પ્રવેશતા જ નજરે પડે છે થ્રિડી શિવની પ્રતિમા.

બાલ્કનીમાંથી જોવા મળે છે બહારનો સંપૂર્ણ વ્યુ

આકર્ષક લાયટિંગ દ્વારા સજાવવામાં આવ્યો છે બંગલો.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો