વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા.

વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન હુડ અને રાજનેતાઓને પગની પાનીએ બેસાડવાની હાંક.

કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા, કેમ એના નામથી ત્કાલીન સુરત અને ત્યાર બાદ સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી તેની તાકાત. કન્ફયુઝ પાટીદારોની આ પેઢીને ખબર નહી હોઈ કે ઓગણીસો એંસીની શરુઆતમાાં સુરતમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી આપ મેળે રળવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરી દબાવતા હતા, આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનુ લોહી ઉકળી ઉઠ્યુ. નક્કી કર્યુ કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બીહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે પાંચસો જેટલા મિત્રો બુલેટ સાથે લઈ મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વછતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યુ. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર મારી સુરતથી ભગાવી દીધા. ત્યારા બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વધ્યો.

જ્યારે સમાજ અત્યાચારો નાં પાસ માં બંધાયેલ હતો તયારે જો કોઈ એ અમરેલી ભાવનગર માં વટ થી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલ ની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી… સમાજ ની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા… ’80 નાં દાયકા માં જ્યારે દુષ્કાળ ની સ્થિતી આવી ત્યારે હરેક સમાજ ને આશરો આપનાર..

અપક્ષ માંથી ઉભા રહી ને જીતી જનાર MLA શ્રી મનુભાઈડાયા પીઠવડીવાળા તરીકે ની ઓળખ ઊભી કરનાર કણબી કુળ ગૌરવ મનુ બાપા ને એક હજાર સલામ આજ ઓછી પડે એમનાં કામ ફક્ત સમાજ પુરતા જ નહીં.. “”સુરત ને સિટી બસ અપાવનાર આ કણબી કુળ ગૌરવ નાં ચરણો માં નત મસ્તક નમન””

સામાવાળાને આંજી દેતી મોટી કાળી આંખો, છટાદાર ચાલ, હંમેશા ચાહકો અને મિત્રોથી ધેરાયેલા મનુ ડાયા પીઠવડીવાળાની સવારની પ્રજાને સાંભળવાની અને લોકોના પ્રશ્નો કોર્ટ કે પોલિસ સ્ટેશને ગયા વગર ઉકેલવાની સ્ટાઈલથી પ્રભાવીત થયેલા બાળા સાહેબ ઠાકરેએ એ સ્ટાઈલ અપનાવી અને તેના પરથી રામ ગોપાલ વર્માએ અમિતાભ બચ્ચનને લઈ વિખ્યાત ફિલ્મ સરકાર બનાવી. સરકારનો મુળ આઈડિયા મનુભાઈ પીઠવડીવાળાના ધેર સવારના આઠથી દસ વાગ્યા વચ્ચે ભરાતી સભા અને પ્રજાના નાના માણસોના પ્રશ્નોના નિરાકરણથી શરુ થઈ. હાલના ત્રિકમનગર આવેલી મનુબાપાની હવેલીએ સવારના આઠથી દસ વાગ્યા સુધીમાં સેંકડો લોકો પોતાની સમસ્યા લઈ આવતા. કોઈને દિકરી પરણાવવી હોઈ કે કોઈના પૈસા કોઈ બુચ મારી નાસી ગયુ હોય. તમામ સમસ્યાનુ સમાધાન ત્વરીત , કોઈ કોર્ટ કચેરી કે પોલિસ સ્ટેશને ગયા વગર મનુભાઈ ઉકેલી દેતા. સેંકડો લોકો પોતાની સમસ્યા લઈ આવતા અને સૌ ખુશ થઈ જતા.

આ ઉપરાંત મનુભાઈ ધાર્મિક આસ્થાવાન હતા. સવારના આઠથી નવ વચ્ચે તેમને ત્યાં સમગ્ર સુરતના સાધુ, બાવા ફકિરો આવતા. જેમને એ સમયે રોજ નાસ્તો અને રોકડ રુપિયા દસ આપવામાં આવતા. રાજનીતી પણ એટલી શાનદાર રીતે કરી. એકલા હાથે કુલ એકસો સિત્તેર વિધાનસભાની ચૂંટણી લડાવી. યુવા વિકાસ પાર્ટીના નામે ત્રીજો મોરચો ખોલી કોંગ્રેસ ભાજપ બંનેને હંફાવી દીધા. આ મનુભાઈ પીઠવડીવાળાના જીવન પર એક હિન્દી ફિલ્મ બની રહી છે. આ સમયે આ આર્ટીકલ એટલે યાદ આવ્યો કે સાંપ્રત સમયમાં પાટીદારોને કોઈ રાહબર નથી, કે જે માત્ર પટેલના હિતની જ વાત કરે. રાજકીય પટેલ નેતાઓ સૌ સમાજના ખભે બંદુક ફોડી રહ્યાં છે. ત્યારે આવા સમયે જુના પટેલોને મનુભાઈ સાંભરી રહ્યાં છે.

આજ સમાજ ને ખરે ટાણે જરુર પડી ત્યારે તમારો વારસો સાચવી શકે એવું કોઈ નથી….

તમારાં રોફ ની તમારી એક આગવી ઓળખ આજ સમાજ ભૂલી ગ્યો છે. જેમ ગીર માં હાવજ ની ત્રાડ સંભળાય ને શિયાળૉ બખૌલ માં લુપાઈ જાય એવીજ રીતે તમારાં નામ માત્ર થી સુરત માં આપણાં કણબી સમાજ ને હેરાન કરનાર કનડગત કરનારો વર્ગ કૈ વ્યક્તિ લુપાઈ જતો..

આજ સમાજ સંસ્કૃતિ ભુલાઈ ગય છે.. વડીલો નાં કામ ભૂલવા લાગ્યા છે. તેમનાં નામો વિસરી જનાર કણબી સમાજ ને એક નતમસ્તક વંદન કરી ને કહું છું હવે જાગો…જાગ્યા વીના છૂટકો નથી

સમાજ ની અનેક વિભૂતિ ઓ આજ ભુલાઈ ચૂકી છે. એમને યાદ કરો.. એમનાં ઉજળા જીવન ને જુવો એમનાં જેવું જીવી ન શકો તો કાઈ નહીં પણ તેમની ઓળખ તો રાખો….. તેમનુ સ્વાભિમાન સમાજ માટે હતુ.

આજ મનુ ડાયા નાં ચરણો માં નતમસ્તક વંદન…કોઈ પણ સમાજ નું અઘરું કે ગમે તેવું કામ હોય એમને ક્યારેય એમનાં સમય પર નાં નથી પાડી…

આપણી ફરજ આવે આ સમાજ ની વિરલ વિભૂતિ ને સન્માન આપી…

“હતાં એક આપ જ્યારે સમાજ સામે વિરોધી ઓથી આંખ ન મંડાતી..!
“અફસોસ કિ આજ ડાલામથા “મનુ” ની સમાજ માથે થી એક છાયા ભી સુકાતી..!

જય સરદાર..

kish_dobariya
◆social_political_activist
◆surat

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો