જરૂરિયાત મંદ લોકો માટે ખાલી રૂ.10માં ભોજન: મળે છે 6 રોટલીઓ,શાક, અથાણું.

બહારથી જે લોકો ચંદીગઢ પીજીઆઇ આવે છે અથવા તો બીજી કોઇ હોસ્પિટલમાં જાય છે અને જે લોકો સસ્તું, સ્વચ્છ રીતે બનેલું ભોજન ઇચ્છતા હોય છે તેમની આ ડિમાન્ડ અન્નપૂર્ણા અક્ષયપાત્ર યોજનાથી પૂરી થઇ રહી છે. આ સ્કીમને 3 જાન્યુઆરી, 2017ના રોજ યુટી ચંદીગઢ રેડક્રોસ તરફથી શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમને ફક્ત 500 પેકેટ સાથે […]

ભયાનકઃ 19 મહિનાની દીકરીએ મોંમાં રાખ્યું મોબાઈલમાં ઉપયોગ થતી એક વસ્તુ, પછી આખા પરિવાર માટે ઉભી થઈ મુશ્કેલી

અમેરિકામાં એક મહિલાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કેટલીક ડિસ્ટર્બિંગ તસવીરો શૅર કરી હતી. જેમાં કેવી રીતે તેની 19 મહિનાની દીકરી સાથે એક નાનકડી ઘટનાએ બધા માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. દીકરીએ મોંમાં ફોનનું ચાર્જર નાખ્યું, જેને કારણે મોં અંદરથી બહાર સુધી બળી ગયું હતું. મહિલાએ અન્ય પેરેન્ટ્સને સતર્ક કરીને લખ્યું છે કે આ કોઈની પણ […]

પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો શા માટે બાંધવામાં આવે છે? શું છે તેના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક ફાયદા?

પૂજા-પાઠ કરતી વખતે હાથના કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. આ લાલ દોરોને મૌલી કે રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. તેના વગર પૂજા પૂરી નથી માનવામાં આવતી. જ્યારે પણ કાંડા પર આદોરો બાંધવામાં આવે છે ત્યારે મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે કાંડા પર મૌલી બાંધવાથી ધર્મ લાભની […]

સુરતની અનોખી મેડિકલમાં ઈ-મેઈલ, વોટ્સએપથી ઓર્ડર લઈ દવાની રાહત દરે કરે છે હોમ ડિલિવરી

સુરત શહેરની સાથે શહેરના ધંધાદારીઓ પણ સ્માર્ટ પણ બની રહ્યાં છે. શહેરના એક મેડિકલ દ્વારા એક અનોખી પ્રકારની સેવા ચાલે છે. મેડિકલ સ્ટોર સામાન્ય દવાઓ પર 20 ટકા ડિસ્કાઉન્ટ તો આપે છે. તેમજ હોમ ડિલિવરી માટે પોસ્ટકાર્ડથી લઈને ઈમેઈલ સુધીના તમામ માધ્યમો પર ઓર્ડર લે છે. નવા ગ્રાહકોને વિશ્વાસ આવે તે માટે દવા મળ્યા બાદ […]

ખેડૂત પુત્રની અનોખી શોધ, ૧ લીટર પેટ્રોલમાં ૧૩૦ કિલોમીટર ચાલતી સાયકલ બાઈકનું નિમાર્ણ કર્યું.

પેટ્રોલ ડીઝલ ના ભાવે દિવસે ને દિવસે વધી રહીયા છે ત્યારે પેટ્રોલ ડીઝલ ના વધી રહેલ ભાવ ગુજરાત માટે નહી પરતું પુરા ભારત માટે ચિંતા નો વિષય બની ગયો છે ત્યારે મહેસાણા ના ટુંડાવ ગામના સામાન્ય પરિવાર ના ખેડૂત ના પુત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે નવીન શોધ કરી છે પેટ્રોલ ડીઝલ ના […]

ગુજરાતની આ ભેંસ છેલ્લા 10 વર્ષથી રોજ આપે છે દૂધ

જૂનાગઢ: સામાન્ય રીતે કોઈ પણ દુધ આપતું પશુ અમુક ચોક્કસ સમયગાળા બાદ દુધ આપવાનું બંધ કરી દેતી હોય છે. જોકે ગામડાઓમાં ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે જે લોકોને આશ્ચર્યમાં મુકી દેતા હોય છે. ત્યારે આવો જ આશ્ચર્યમાં મુકે તેવો કિસ્સો મેંદરડા તાલુકાના બાબર તીર્થ ગામના સામાન્ય ખેડૂતની ભેંસ છેલ્લા 10 વર્ષથી સતત દુધ આપી […]

પહાડો ઉપર જ કેમ બનાવવામાં આવે છે મોટાભાગના દેવી મંદિર, શું છે તેનું કારણ અને તેની પાછળનું સાયન્સ?

દેવી દુર્ગાની આરાધનાનું પર્વ નવરાત્રિ આજથી(10 ઓક્ટોબર)થી શરૂ થઈ ચૂક્યું છે. આ 9 દિવસોમાં મુખ્ય રીતે દેવી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમડતી હોય છે. દેવીના અનેક એવા મંદિર છે જે પહાહો પર બનેલા છે. દેવી સિવાય બીજા પણ દેવતાઓના મંદિરો પહાડો પર બનાવવામાં આવ્યા છે જેમ કે- બદ્રીનાથ, કેદારનાથ વગેરે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના બતાવ્યા […]

ગામ પર આપત્તિ રોકવા માટે 550 વર્ષથી તપ પર બેઠા છે સંત, આજે પણ વધી રહ્યા છે વાળ-નખ

આપણે રામાયણ અને મહાભારતમાં ઘણી એવી સ્ટોરી સાંભળી છે, જેમાં ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે અને તેમને મોક્ષ મળી જાય છે. કંઈક આવી જ સ્ટોરી છે તિબેટથી 2 કિલોમીટર દૂર વસેલા ગામ ગીયૂની. અહીંયા એક બૌદ્ધ સાધુ લગભગ 550 વર્ષથી તપસ્યામાં લીન છે. ચોંકવાનારી વાત એ છે […]

ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોર્ટ નહીં પરંતુ દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ગુજરાતનું એવું ગામ જ્યાં પેઢી દર પેઢીથી પરંપરાગત સર્વસામાન્ય નિયમો છે. જ્યાં ગામના કોઇ પણ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય મેળવવાનો કંઇક વિચિત્ર નિયમ છે. સવાર પડે પ્રભાતિયા અને મંદીરમાં ઝાલર વાગે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દાતણ અને લોટો લઇ આ મંદીરના દ્વારે બેસી જાય તો મંદીરમાં પૂજા આરતી નથી થતી. સાથે ભગવાનને ભોગ પણ […]

આણંદની 21 મહિલાઓ ચલાવે છે દેશનું પ્રથમ મહિલા સંચાલિત CNG ગેસ સ્ટેશન

આણંદઃ ભારતમાં હાઇવે પરના સૌ પ્રથમ મહિલાઓથી સંચાલિત સીએનજી ઓનલાઇન ગેસ સ્ટેશનનો મોગર ખાતે પ્રારંભ થયો છે. ચરોતર ગેસના ચોથા સીએનજી ગેસ સ્ટેશનમાં 21 મહિલાઓ વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવશે પ્રથમ શીફટ સાંજે પાંચ વાગે પૂરી થયા બાદ રાત્રે પુરુષો ફરજ બજાવાના છે. આ હાઇવે પરનો સૌ પ્રથમવારનો પ્રયોગ છે આણંદ પાસેના મોગર ખાતે નેશનલ […]