યુવતીના પેટમાંથી 24 સેમીની કેન્સરની ગાંઠ કાઢી: વિશ્વમાં આવી સર્જરીના માત્ર 300 કેસ છે

સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલનાં સર્જનોની ટીમે પોરબંદરની 24 વર્ષની ગાયિકાની છ કલાકની જોખમી વિપલ સર્જરી કરીને જીવ બચાવ્યો છે. સામાન્ય રીતે મહિલામાં પાંચથી 10 સેન્ટીમીટરની ગાંઠ(ટ્યૂમર)ને બદલે આ યુવતીમાં 24 બાય 18 સેમીની કેન્સરની ગાંઠ હતી. ગાંઠ શરીરનાં અવયવોને લોહી પહોંચાડતી નસ સાથે જોડાયેલી હોવાથી નાની ભૂલથી યુવતીનું ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી. […]

‘ગીરનો સિંહ સુરતમાં’ સુરતમાં બનાવાયો મહાકાય હાથી જેવો 40 ટનનો ગીરનો બબ્બર શેર

સુરત: 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ 31 ફુટ અને પહોંળાઈ 20 ફુટની છે. 100 દિવસની મહેનત પછી સ્કલ્પચર તૈયાર થયું હતું. આર્ટિસ્ટે સુનિલ શ્રીધરે […]

આ ખેડૂત પાસે છે અધધ… 150થી વધુ વિન્ટેજ કાર- ટ્રેક્ટરનું કલેક્શન, તસવીરો જોઈને કહેશો અરે વાહ..

મિત્રો ખેડૂતોને ખેતીની સાથે સાથે કૈક પ્રવૃત્તિ ના શોખ પણ હોય છે. આજે અમે એક એવા ખેડૂત માંથી ઉદ્યોગપતિ બનેલા વ્યક્તિ વિશેષ ની વાત કરીશું જેઓ ખુબ શ્રીમંત હોવા છતાં સાદાઈથી જીવન જીવે છે. અમે વાત કરી રહ્યા છીએ મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના કામરેજમાં સ્થાયી થયેલા કાંતિભાઈ પટેલની, કે જેઓ કે કે કામરેજ ના હુલામણા […]

રાજકોટમાં કારે ટક્કર મારતા વિદ્યાર્થિનીનું મોત, એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહને છકડોમાં લઇ જવાયો

જેતપુરના મેવાસાની વતની ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા (ઉ.18), અમરેલીના મોણપરની ગોપી અશ્વિનભાઇ પરસાણા અને નેન્સી દિનેશભાઇ સાપરીયા પગપાળા ચાલીને પંયાચય ચોકના સિટી બસ સ્ટોપ પર જઇ રહી હતી. ત્યારે પાછળથી હોન્ડાની બ્રાયો કાર જીજે 3 એફકે-1854 ધસી આવી હતી અને ચાર્મી તથા ગોપી ઠોકરે ચડી ગયા હતાં. સાઇડમાં ચાલી રહેલી નેન્સીનો ચમત્કારીક બચાવ થયો હતો. પરંતુ […]

Sukanya Samriddhi Yojana (SSY): સરકાર જે સ્કીમ્સમાં આપે છે સૌથી વધારે વ્યાજ, તેમાથી એક છે આ સ્કીમ, માત્ર 250 રૂપિયા આપી સુરક્ષિત કરો તમારી દિકરીનું ભવિષ્ય

સરકારે દીકરીઓના ઉચ્ચ ભણતર અને લગ્ન સમયે આર્થિક સંકડામણ ન થાય તે માટે 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી હતી. જેમા શરૂઆતમાં ખાતુ ખોલાવવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતા. હવે મોદી સરકારે આ યોજનાના નિયમોમાં બદલાવ કર્યા છે. હવે આ એકાઉન્ટને માત્ર 250 રૂપિયાથી ઓપન કરી શકાય છે. સરકાર દર ત્રણ મહિને યોજનામાં […]

દરેક સમાજની બહેન – દીકરીઓએ ખાસ સમજવા જેવી વાત..

દરેક સમાજ ની બહેન દીકરીઓએ સમજવા જેવી વાત.. પ્રેમ લગ્ન કરી ભાગી જતી દીકરીઓ તમારા બાપ ને કન્યાદાન અને પ્રેમ કરવાનો હક ના છીનવતી. બાપ ની પોતાની દીકરીઓ માટે લાગણી ક્યારેય ઓછી નથી થતી એટલું યાદ રાખજો. દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો […]

જ્યારે પણ કંઈ સારૂં કામ કરવાનું હોય તો તરત જ કરી દેવું જોઈએ, કાલની રાહ ન જોવી જોઇએ

એક શેઠ નાવથી નદી પાર કરી રહ્યો હતો. રસ્તામાં તેની નાવમાં છેદ થઇ ગયો અને તે ડૂબવા લાગ્યો. તેમણે એક માછીમારને જોયો અને અવાજ કરીને મદદ માટે બોલાવ્યા.શેઠ માછીમારને કહ્યું, મને બચાવી લે હું તને મારી બધી જ સંપત્તિ આપી દઇશ. માછીમારે શેઠને તેની નાવમાં બેસાડી દીધો. -થોડા સમય બાદ શેઠ વિચારવા લાગ્યો કે મેં […]

સુરતમાંથી પ્રથમ વખત 86 વર્ષના વડીલના અંગોના દાનથી ત્રણને નવું જીવન મળ્યું

વરાછાના ચીકુવાડી નજીક આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતાં અરજણભાઈ હીરાભાઈ વિરાણીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાંથી સૌથી મોટી એટલે કે 86 વર્ષની વયે અંગોનું દાન કરવામાં આવ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. દીકરાની દીકરી (પૌત્રી)ના લગ્ન અગાઉ જ બ્રેનડેડ જાહેર થયેલા અરજણભાઈના લિવર અને ચક્ષુઓનું દાન કરીને ત્રણને નવું જીવન આપી […]

વિદેશમાં થયેલા અપમાનનો આ 3 ભારતીયે આ રીતે લીધો બદલો, માફી માંગવા માટે મજબૂર થયા હતા અંગ્રેજ

ભારતીય જ્યારે વિદેશમાં જાય છે ત્યારે કેટલીક વખત તેમને વિદેશી ધરતી પર અપમાનનો સામનો કરવો પડે છે. જો કે તેમણે આ અપમાનનો બદલો કંઇક એવા અંદાજમાં લીધો કે અંગ્રજોને શરમમાં મૂકાવવું પડ્યું હતું અને તેમણે તેમની ભૂલનો સ્વીકાર કરવો પડ્યો હતો. રતન ટાટા વાત 19 વર્ષ પહેલાની એટલે કે 1999ની છે, જ્યારે ટાટા ગ્રૂપના રતન […]

8 વર્ષથી મંદિરની સેવા કરે છે આ વાનર, લોકો કહે છે કે, સાક્ષાત બાલાજીનું રૂપ છે, ‘રામૂ’ ભક્તોને આપે છે આર્શિવાદ

અજમેરમાં બજરંગગઢમાં એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં હનુમાનજીના પ્રાચીન મંદિરમાં કોઇ માણસ નહીં પરંતુ વાનર હનુમાનજીની સેવા પૂજા કરે છે. રામૂ નામનો આ વાનર 8 વર્ષથી હનુમાનજીની સેવા પૂજા કરે છે. તે અહીં ખાઈ, પી અને સૂઈ જાય છે. લોકો એવું પણ કહે છે કે, આ વાનર સાક્ષાત બાલાજીનું રૂપ છે. આ મંદિરની બીજી […]