રાજકોટમાં ધામેલીયા પરિવાર દિકરાનાં રિસેપ્શનમાં જે ભંડોળ મળશે તે શહિદોના નામે કરશે, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ આજના દિવસનો નફો શહીદોને નામે કરશે

પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર બંધ પાળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]

મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય

દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા આપણા 44 વીર સપુતોના પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતા […]

પુલવામા હુમલો / શહીદોના પરિવાર માટે ગુજરાતમાંથી સહાયનો અવિરત ધોધ

પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં 44 સૈનિકો શહીદ થવાની ઘટનાને પગલે રાજ્યભરમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા લાખો રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ લોકો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા […]

ગુજરાતમાં કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો

વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડામાં લગ્ન ગીતોને બદલે દેશ-ભક્તિના ગીતો વાગ્યા હતા. કાપડિયા પરીવારે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું 1.વડોદરાના ગોત્રી રોડ પર રહેતા સ્વપ્નીલ રતિલાલ કાપડિયાના સુરતની […]

શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહેદ થયા છે. ઘણા જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્થ પણ થયા છે. સમગ્ર દેશ શહીદ જવાનોને શ્રદ્ધાંજિલી આપી રહ્યો છે. તેવામાં જો તમે પણ તેમને નમન કરવા માંગો છો તો તમે તેમના પરિવારો માટે ડોનેશન કરી શકો છો. તેના માટે તમે Bharat Ke Veer એપ અથવા bharatkeveer.gov.in વેબસાઇટ […]

ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ કહ્યું- મોટી પીડા આપી ગયા, કેવી રીતે ભૂલાવીશ

શહીદ જવાન બલજીત સિંહના બુધવારે તેમના પૈતૃક ગામ ડિંગર માજરામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્રણ વર્ષના દીકરા અરનવે પિતાને મુખાગ્નિ આપી. શહીદના પિતા કિશનચંદે કહ્યું કે, આવો દીકરો ભગવાન બધાને આપે. તેમની દીકરાની બહાદુરી પણ ગર્વ છે. ત્યારે પતિનું શબ જોઈને પત્નીએ કહ્યું, તમે તો ઊંડો ઘા છોડી ગયા, કેવી રીતે ભૂલાવીશ…. […]

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે શહીદોના પરિવારને

કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે સમુહલગ્ન સમારોહનું આયોજન છે. સમુહલગ્ન સમારોહમાં લોકો તરફથી મળનાર ચાંદલા સ્વરૂપનું તમામ દાન વીર જવાનોના પરિવારોને આપવાનું નક્કી કરેલ […]

શહાદતને સલામ – પતિ હેમરાજથી પણ બહાદુર નીકળી પત્ની, ન મિટાવ્યું શહીદના નામનું સિંદૂર…

જે વર્દી પહેરીને રાજસ્થાનના કોટાના લાલે માતૃભૂમિની રક્ષાના શપથ લીધા હતા તેજ વર્દીમાં થઈ ગયા શહીદ, ગોળીઓ અને બોમ્બની વરસાદ હોવાછતાં પણ આ જાંબાઝે તેના પગલા પાછળ લેવા તો દૂર પણ ડગમગવા પણ ન દીધા. તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેઠેલી તેની પત્નીની હિંમત પણ બિરદાવવા લાયક છે, વૃદ્ધ પિતા અને માસૂમ દીકરાને શહાદતનો […]

‘હવે બીજા પુત્રને મોકલીશ, પણ પાક.ને જડબાતોડ જવાબ આપો’: શહીદ જવાનનાં પિતા

“હું મારો એક પુત્ર તો ખોઇ ચૂક્યો છું, બીજાને પણ હું માતૃભૂમિને ખાતર મરી મીટવા માટે મોકલીશ પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળવો જોઇએ.” આ શબ્દ છે તે પિતાનાં કે જેઓએ પોતાનો નવયુવાન પુત્ર ગુરૂવારનાં રોજ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ખોઇ બેસેલ છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફનાં […]

શહીદોને સલામ… રાજસ્થાનનાં 5 સપૂત શહીદ, રાતભર હીબકે ચઢ્યું ગામ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ પર ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં રાજસ્થાનનાં સપૂતોની સંખ્યા વધીને 5 થઇ ગઇ છે. મરુધરાનાં શહીદ જવાનોમાં કોટાનાં હેમરાજ મીણા, શાહપુરાનાં રોહિતાશ લાંબા અને ધૌલપુરનાં ભાગીરથ સિંહ, રાજસમંદનાં નારાયણ ગુર્જર અને ભરતપુરનાં જીતરામ સામેલ છે. જાણકારી પ્રમાણે પુલવામાનાં અવંતીપોરામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર વિસ્ફોટરોથી ભરાયેલી ગાડીને સીઆરપીએફની બસની સાથે અથાડી હતી. […]