મરઘીના બચ્ચા પર બાળકે ભૂલથી ચડાવી દીધી સાયકલ, પછી પૈસા ભેગા કરીને ઈજાગ્રસ્ત બચ્ચાને હોસ્પિટલે લઈ ગયો

મિઝોરમના સાયરંગમાં એક બાળકે સહુના દિલ જીતી લીધા છે. તે તેની સાઇકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેની સાઇકલ મરઘીના બચ્ચા પરથી પસાર થઈ ગઈ. આ વાતનું બાળકને બહુ ગિલ્ટી ફીલ થયું. તેણે બચ્ચાને રોડના કિનારે રાખ્યું અને ફટાફટ ઘરે ગયો. તેની પાસે જે પણ થોડા ઘણા પૈસા પડ્યા હતા તેને ભેગા કર્યા […]

આ નાનકડી ઘટના તમને જીંદગીનો એક મોટો પાઠ શીખવાડી દેશે

એક 15 વર્ષનો છોકરો રેલવે પ્લેટફોર્મ પર પાણી વેચતો હતો. તેનાથી તેનો ગુજારો થતો હતો. એક દિવસ જ્યારે તે પાણી વેચી રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠેલા એક શેઠે તેને અવાજ આપ્યો અને નજીક આવવા માટે કહ્યુ. છોકરો દોડીને શેઠ પાસે પહોંચ્યો. છોકરાએ પાણીની બોટલ શેઠની તરફ વધારી તો શેઠે પૂછ્યુ – કેટલા રૂપિયા? છોકરાએ કહ્યુ […]

પૈસા માટે જ્યારે હોસ્પિટલે લાશ આપવાની ના પાડી તો પરિવારજનોએ લોન અને દાન માંગીને ભર્યું હોસ્પિટલનું બિલ

ઝારખંડની એક હોસ્પિટલનો કિસ્સો સાંભળતા માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. ઝારખંડની એક હોસ્પિટલમાં દર્દીનું મોત થતા લાશ લેવા ગયેલા પરિવારના સભ્યોને હોસ્પિટલના મેનેજરે કહ્યું હતું કે, પહેલા પૈસા ભરો પછી લાશ મળશે. પરિવારના સભ્યનું અંતિમવાર મ્હોં જોવા માટે પરિવારજનોએ હોસ્પિટલમાં રહેલા અન્ય લોકો પાસેથી દાન ભેગુ કર્યું અને ત્યારબાદ હોસ્પિટલનું બિલ ભરીને […]

દિલથી સલામ: અમદાવાદમાં ગરીબ બાળકો માટે ટ્રાફિક બૂથમાં ચાલે છે ‘પોલીસની પાઠશાળા’

પોલીસ ચોકી આ નામ સાંભળતા આપણને તેનાંથી થોડું દૂર રહેવાનું મન થઈ આવે. પરંતુ આ ભીડભાડવાળા શહેરમાં એક પોલીસ ચોકી એવી પણ છે કે, કે ત્યાં જવાનું વાલીઓને તો ખરું પણ તેમનાં બાળકોને મન થાય. કેમ કે આ પોલીસ ચોકીનાં પોલીસકર્મીઓ અસામાજિક તત્વોને પાઠ ભણાવતા ભણાવતા ગરીબ બાળકોને પણ કઈ રીતે જીવતર અને શિક્ષણનાં પાઠ […]

21 દિવસમાં મટાડો ડાયાબિટીસ, ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં, 400થી 500 સુગર નોર્મલ થઈ જશે, આ ગુજરાતીએ બનાવ્યું અકસીર પ્રવાહી

આજકાલ ડાયાબિટીસના રોગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કસરતના અભાવ, ખાણીપીણી અને જીવનશૈલીને પગલે આ રોગના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. આવા સમયે દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ ડાયાબિટીસ માટે એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે. દિનેશભાઈનું કહેવું છે કે, 400થી 500 ડાયાબિટીસ હશે તો પણ 21 દિવસમાં કાબૂમાં આવી જશે. આ વીડિયોમાં તેઓ ડાયાબિટીસના દર્દીએ […]

સપનું થયું સાકાર: સ્ટડી પુરી થયા પહેલા જ મળી લાખોની ઓફર, હવે મેળવશે આટલો પગાર

એમ.એસ.યુનિવર્સિટી ટેક્નોલોજી ફેકલ્ટીના કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગનાં એક જ બેચના બે વિદ્યાર્થીઓને આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની જોબ ઓફર થઇ છે. યુનિ.માં પ્રથમવાર કોઇ વિદ્યાર્થીને ગૂગલમાં જોબ ઓફર થઇ છે. જેમાં વાર્ષિક 1.57 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત એક વિદ્યાર્થીને ઓરેકલમાં 24 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. બીઇ કોમ્પ્યૂટર સાયન્સની […]

ખોડલધામ કાગવડમાં શનિવારથી ચૈત્રી નવરાત્રી મહોત્સવ ઉજવાશે

રાજકોટઃ આગામી ૬ એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે નવે નવ દિવસ માં ની આરાધનાનું આયોજન થયું છે. તા. ૬ થી તા. ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી થશે. આ ૯ દિવસ દરમિયાન મા ખોડલના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત […]

આ વૃદ્ધ પિતાની હાલત તો જુઓ, ત્રણ દીકરા નોકરિયાત છે અને બીજા ત્રણ બિઝનેસમેન છે પરંતુ વૃદ્ધ પિતાને કોઈ રાખવા માંગતું નથી

પિતા 6 સંતાનનું પાલન પોષણ કરીને તેને શિક્ષિત બનાવીને આખી જિંદગીની મૂળી ખર્ચીને આત્મનિર્ભર કરી શકે છે. પરંતુ આ 6 સંતાન તેના એક વૃદ્ધ પિતાને આશરો નથી આપી શકતાં આવી જ એક ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં બની છે. અહીં એક પિતાએ તેના 6 દીકરાને ભણાવવામાં અને તેનો બિઝનેસ શરૂ કરાવવામાં જિંદગીની મૂળી ખર્ચી નાખી પરંતુ જ્યારે […]

ઈન્સ્પાયરિંગ સ્ટોરી: નવમા ધોરણમાં ફેલ થતા દાદાને કહ્યું- મોટા માણસ બનવું છે, તો આ સાયકલ પડી, પહેલા દૂધ વેચીને આવ, પછી એ દૂધની ધારે એવો હાથ પકડ્યો કે આજે તે 3 ફેક્ટરીના માલિક છે

18 વર્ષ પહેલા રાજસ્થાનના ભિવાડીનો એક છોકરો નવમા ધોરણમાં ફેલ થયો. બાદમાં ઘરના લોકોએ તેને ખુબ ઠપકો આપ્યો અને તે સાંભળતો જ રહ્યો. સાંજે તેના દાદા જગલારામ પાસે જઈને કહ્યું, દાદા મારે મોટા માણસ બનવું છે. પહેલા તો દાદા તેની સામે જોતાં જ રહ્યા. પછી કહ્યું કે, સામે સાયકલ ઊભી છે. પહેલા દૂધ વેચીને આવ, […]

મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? તમે જાતે જ આ લિંક પર ક્લિક કરીને ચેક કરીલો

રાજ્યની 26 લોકસભા બેઠક પર થોડા દિવસ બાદ ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી લેજો નહીંતર દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેવી સ્થિતિ સર્જાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર રિપોર્ટ મુજબ, કુલ 6.7 લાખ મતદારોના યાદ મતદાર યાદીમાંથી ગુમ છે. ચૂંટણી રજિસ્ટ્રેશન ઓફિસર્સે કરેલી ચકાસણી મુજબ, […]