સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ શિક્ષણ સહાય નિધિ”

સમસ્ત પાટીદાર સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મિશન 2026 અંતર્ગત “સરદારધામ શિક્ષણ સહાય નિધિ” વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા સમાજના જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે “સરદારધામ” સંસ્થા દ્વારા નાણાંકીય લોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થી ભાઈ-બહેનોએ તા.16/06/2019 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજીપત્રક નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો Education Loan Application Form અથવા સંસ્થાની […]

સુરત: મૃતક હેપ્પીના પપ્પાએ કહ્યું 4 લાખ નથી જોઇતા, હું 4 લાખ આપું, ફાયરના સાધનો વસાવો

આશા, આકાંક્ષા અને ઉત્સાહથી છલકાતા અને યુવાનીને ઉંબરે પગરણ માંડી રહેલાં સંતાનો ક્ષણમાત્રમાં આગનો કોળિયો બની ગયા એ પહેલાં જીવનની અંતિમ પળોમાં માં-બાપ સાથે કરેલી વાત યાદ આવતા જ કમભાગી માતા-પિતાના આંસૂ રોકાતા નથી. છેલ્લી ઘડીએ માસૂમ બાળકોએ એવી આશા સાથે કોલ કર્યો હતો કે મારા પપ્પા મને ગમે કે રીતે બચાવી જ લેશે, પરંતુ […]

શોકમય સુરત / વહાલસોયા સંતાનોને ભારે હૃદયે વિદાય, પથ્થરદિલ માણસને પણ રડાવતો રૂદન

તક્ષશીલા આર્કેડની હોનારતમાં 16 બાળકો જીવતાં ભૂંજાઈ ગયા હતાં તેમાંથી એવી લાશો પણ હતી કે, જેને ઓળખવા પણ પરિવારજનો માટે ખુબજ કપરૂં અને કાળજું કંપાવનારુ હતું. ઠેર ઠેર લાશ ઘરમાં પડેલા હાડ-માસના લોચા પરની ઘડિયાળ, બુટ્ટી ને આધારે પરિવાજનો ઓળખ કરતાં હતાં. પરંતુ કમભાગી ગ્રીષ્મા જયસુખભાઈ ગજેરા જે કડોદરા રોડ 301, સરદાર પેલેસ ખાતે રહેતી […]

સુરતનો અગ્નિકાંડ ભરખી ગયો તે બાળકો: કોઈને ફેશન ડિઝાઈનર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ

સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 24 ભુલકાઓના મોત થયા છે. જેમાંથી આજે 19 બાળકોના એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ ભીષણ અગ્નિકાંડમાં 16 ભુલકાઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 26થી વધુ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળથી કુદકો માર્યો હતો. જેમાંથી 3નું જમીન પર પટકાતા cal નીપજ્યું હતું. […]

મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર: તમારા ચાર લાખ મેળવવા અમારાં બાળકોએ જન્મ ન્હોતો લીધો, જરાક તો શરમ કરો

માફ કરજો, આ પત્રથી લોકસભાના ભવ્ય વિજયની ઉજવણીના તમારા મૂડમાં ખલેલ પાડી રહ્યા છીએ, પરંતુ જે પ્રકારે હસતાં ચહેરે તમારા મંત્રી મહોદય અને અમદાવાદ પૂર્વના નવનિર્વાચિત સાંસદ ટીવી સમક્ષ સુરતની આગ દુર્ઘટના વિશે નિવેદનો આપી રહ્યા છે એ જોયા પછી સમસમી ગયેલી આંગળીઓને આ અક્ષરો પાડીને આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડી છે. સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં […]

સુરતમાં તક્ષશિલાની આગની દુર્ઘટનામાં મિતના મોતથી દિલીપભાઈ સંઘાણીએ એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો..

સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 23 જીવ હોમાયા હતાં. મૃતકોમાં કોઈએ દીકરી તો કોઈએ બહેન તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. પરંતુ નાના વરાછા ખાતે રહેતા દિલીપભાઈ સંઘાણી એ 17 વર્ષનો એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. દીકરના મોતથી માતા-પિતાનું આક્રંદ ભલભલાના કાળજાને હચમચાવી મુકે તેવું હતું. ધૂમાડો શરીરે ચોંટી ગયો નાના […]

સુરતમાં 23 મોતથી વ્યથિત ડાયમંડ એસોસિએશન દ્વારા શોકસભામાં તંત્ર સામે પગલાં લેવાની માંગ

સરથાણા ખાતે ગોજારી બનેલી બિલ્ડીંગમાં 23 જેટલા મોત નીપજ્યાં છે. ત્યારે વરાછા ખાતે આવેલી મિની બજારમાં ડાયમંડ એસોસિએશન અને અન્ય સમાજ દ્વારા શોકસભાનું સંયુક્તરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. શોકસભામાં આવનારા તમામના ચહેરા પર ગુસ્સાની લાગણી જોવા મળી હતી. સાથે જ તમામ લોકોની એક જ માંગ હતી કે જવાબદાર તંત્ર […]

પપ્પા હું બારીમાંથી કુદી જાવ છું, કહેતા જ ફોન કટ થયો તો બીજી વાર ફોન ઉપાડવા વ્હાલસોયી આ દુનિયામાં નહોતી

પપ્પા અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો…પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી […]

સુરત: આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ આવ્યું છે ત્યારે નિકળી તેમની અંતિમયાત્રા

સુરતના અગ્નિકાંડમાં23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાના 5 વિદ્યાર્થીઓએ ચાલુવર્ષે 12માં ધોરણ( સાયન્સના બે અને કોમર્સના ત્રણ)ની પરીક્ષા આપી હતી. આ પાંચ મૃતક વિદ્યાર્થીઓમાંથી 3નું 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. પરંતુ કમનસીબે તેઓ તેમનું જ પરિણામ જોવા માટે જીવિત રહ્યા નથી. એક તરફ આજે પરિણામ જાહેર થયું હતું, તો બીજી તરફ આ જ સમયે […]

સુરતીઓ હિબકે ચડ્યાં, એક સાથે 19 બાળકોની અર્થીઓ ઉઠી, અગ્નિ સંસ્કારમાં શહેર ઉમટ્યું

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યારસુધીમાં 23ના મોત થયા છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખોદેશ સ્તબ્ધ છે. 19 બાળકોના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે મૃતકબાળકના પરિવારજનોની સાથે શહેરના અનેક લોકો પણ જોડાયા હતા. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે જવાબદારો સામે […]