સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને અપાશે 1 લાખના બોન્ડ, 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ બચ્યા

સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ અપાશે. આ પહેલાં અત્યાર સુધીમાં 796 બાળકીઓને 7.96 કરોડ અપાઈ ચૂક્યા છે. હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણીએ જણાવ્યું હતું કે, ‘બેટી […]

સુરતમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને કંપની નુકસાન કરતી હોવાનું કહીને છૂટા કરી દેવાયા

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી. કંપનીના નુકસાનનો હવાલો અપાયો વિજય નામના […]

બે કલાકમાં બની જશે માટીના ગણેશ, આ રીતે બનાવી શકાય માટીના ગણેશ, જાણો વિગતે

ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભકતો ભકિતભાવથી પૂજા અર્ચન કરે છે અને આ જ ગણેશને લાત મારીને વિસર્જિત કરતા જોઈને રાજકોટના આર્ટ ટીચર છેલ્લા 5 વરસથી માટીના ગણેશ બેસાડે છે. એટલુ જ નહિ બીજા લોકો પણ માટીના ગણેશ બેસાડે તે માટે હવે વર્કશોપ કરે છે. લાખો રૂપિયાના ખર્ચે પીઓપીના ગણેશ બેસાડયા બાદ તેને વિસર્જીત કરવાથી પર્યાવરણને […]

એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું, એટલે એને નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા જે વ્યક્તિ રાજાને મળવા માટે મહેલમાં જશે તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. જાણો પછી શું થયું.

જાણીતી કથા મુજબ એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું. વૃદ્ધાવસ્થામાં રાજાને એ ચિંતા હતી કે તેની ગેરહાજરીમાં રાજ્ય કોણ સંભાળશે. રાજાએ તેના ગુરુને પોતાની સમસ્યાનું સમાધાન પુછ્યું. ગુરુએ કહ્યું કે રાજ્યના લોકોમાંથી કોઈ એકને રાજ્ય આપી દેવું જોઈએ. રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે નગરમાં જાહેરાત કરાવો કે આવતીકાલે સવારે […]

સામાન્ય લાગતા લક્ષણો ગંભીર બીમારીના સંકેત હોય શકે છે, લાંબા સમય સુધી માથાનો દુખાવો, કફ મોટી બીમારીના સંકેત હોઈ શકે છે

અચાનક તાવ, માથાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યાઓની અવગણના ના કરવી જોઈએ. ઘણી વખત સામાન્ય લાગતા આ લક્ષણો મોટી બીમારીઓનો સંકેત આપતા હોય છે. શરીરમાં આવતા નાના-મોટા ફેરફારો અને તકલીફોની મોટેભાગે લોકો અવગણના કરતા હોય છે. ઘણી વખત આવી સમસ્યાઓનો લોકો ઘરેલુ ઉપચાર જ કરી લેતા હોય છે પરંતુ સામાન્ય દેખાતા આ લક્ષણો ગંભીર બીમારીનું […]

140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહેલો સ્પર્શ શાહ અનેક લોકો માટે બન્યો પ્રેરણાદિપ, પોતાના કૌશલ્યથી કરે છે લાખોની કમાણી

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો. નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર […]

પાદરામાં ગણપતિની શોભાયાત્રામાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત, જૂઓ વિડીયો

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં યુવાન ટેમ્પા પર ઉભેલા યુવાનને ધ્વજ પાસેથી વીજ તાર હટાવવાનું કહે છે. આ સમયે ધ્વજ વીજ તારને […]

વાહન ચાલકો થઇ જાવ સાવધાન! આજથી નવું મોટર વ્હીકલ એક્ટ લાગું, નિયમો તોડનારાની સામે થશે સખત કાર્યવાહી

આજથી ટ્રાફિકના નિયમો બદલાયા છે. હવે પકડાયા તો ખેર નથી. જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો, તો દર મહિને 4થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે આજથી દેશમાં ટ્રાફિકના નિયમો બદલાઇ ગયા છે.  આજથી દેશમાં RTOના નવા નિયમ લાગુ થઇ ગયા છે. લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોમાં ટ્રાફિકના નિયમો તોડનારને આકરા […]

આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો – સૌથી સારા ગણેશ સ્થાપના માટેના શુભ મુહૂર્ત

ભાદરવા માસની સુદ પક્ષની ચોથ ને ગણેશચતુર્થી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટૃના જણાવ્યાનુસાર ગણેશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારીત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેનું જ્યોતિષ શાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે. કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની સ્તુતિ વંદના પ્રથમ કરવામાં આવે છે. […]

પત્નીની વાત માનીને એક વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે વૃદ્ધાશ્રમના અધિકારીઓને કહેવાનું હતું કે તહેવારો પર પણ પિતાજીને ત્યાં જ રાખવાના છે. તે વાત કરવા માટે તે ફરીથી અનાથ આશ્રમમાં પહોંચી ગયો. જાણો પછી શું થયું.

એક ગામમાં વ્યક્તિ પોતાની પત્ની અને પિતા સાથે રહેતો હતો. પિતાની ઉંમર વધુ થઈ ગઈ હતી, આ કારણે તે બીમાર રહેવાં લાગ્યાં હતાં. સસરાની બીમારીને કારણે વહુને ઘરમાં વધુ કામ કરવું પડતું હતું. એક દિવસ મહિલાએ પોતાના પતિને કહ્યું કે તમે પિતાજીને કોઈ અનાથ આશ્રમમાં છોડી આવો, હવે હું દેખભાળ કરી શકતી નથી. ત્યાં એવી […]