લાઇસન્સ કઢાવા માટે હવે શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં પડે, અભણ પણ ટ્રક-બસ-ટ્રેલર જેવા હેવી વાહનોનાં લાઇસન્સ કઢાવી શકશે

ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી જુદા જુદા શૈક્ષણિક પુરાવાઓ આપવા પડતા હતા. ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે અત્યાર સુધી 8 ધોરણ પાસ ફરજિયાત હોવાનો નિયમ અમલી હતો એવી જ રીતે જુદા જુદા પ્રકારના લાઇસન્સ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન નક્કી કરાયેલું હતું પરંતુ દેશમાં રોજગારીની તકો વધારવા અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પડેલી લાખો ડ્રાઈવરોની અછતને પહોંચી વળવા કેન્દ્ર […]

ભૂદાન હેઠળની જમીન ગરીબો માટે દાનમાં અપાઈ હતી, તેને વેચી શકાય નહીં, ભૂતકાળમાં થયેલા આવા તમામ સોદા થશે રદ : ગુજરાત હાઈકોર્ટ

ભૂદાનયજ્ઞમાં દાનમાં અપાયેલી જમીનને વેચી શકાય નહીં તેવો શકવર્તી ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે ચોખવટ કરી છે કે, ભૂદાન યજ્ઞ એ સમાજના સર્વાંગી કલ્યાણના ઉદ્દેશ માટે હાથ ધરાયેલી ચળવળ હતી. તેમાં દાનમાં અપાયેલી જમીનને બારોબાર વેચી મારીને તે કલ્યાણકારી ઉદ્દેશને વેડફી શકાય નહીં. એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે શુક્રવારે આ ચુકાદો આપતા જમીન વિહોણા ગરીબો […]

ચંદ્રયાન 2 નિષ્ફળ નહીં, આગામી 14 દિવસ સુધી વિક્રમ સાથે કરાશે સંપર્ક, ઑર્બિટરની ઉંમર હવે 7 વર્ષ સુધીઃ કે સિવન

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) અધ્યક્ષ કે સિવને કહ્યું કે ચંદ્રયાન 2 મિશન પોતાના લક્ષ્યમાં લગભગ 100 ટકા સફળતા નજીક રહ્યું. આ મિશન નિષ્ફળ નથી. ઇસરોના વડાએ કહ્યું કે, અમે પહેલાથી ચાલી રહેલા અભિયાનોમાં વ્યસ્ત છીએ અને ચંદ્રયાન 2 બાદ ગગનયાન મિશન પર પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ અનુસાર કામ યથાવત રહેશે. સ્પષ્ટ કરેલ ગગનયાન સહિત ઇસરોના બાકી […]

62 વર્ષીય રોકેટમેન કે. સિવનની વાડીએ મજૂરી કરવાથી ઈસરોના ચીફ બનવા સુધીની પ્રેરણાદાયી સફર

અત્યારે ભારત સહિત દુનિયાભરના લોકો ઈસરોના ચીફ ડો. કે. સિવનની પડખે ઊભા છે. મૂન લેન્ડિંગ કરતી વખતે આખરી મિનિટોમાં ચંદ્રયાન-2ના ‘વિક્રમ ઓર્બિટર’ સાથેનો સંપર્ક તૂટી જતાં સમગ્ર ઈસરો પરિવાર અને દેશમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું. આ ઘટનાના થોડા સમય પછી કે. સિવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ પોતાની નિરાશા સંતાડી ન શક્યા અને ભાવુક […]

એક રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી, તે મરવા માટે એક પહાડ તરફ ચાલી નિકળી. રસ્તામાં તેને જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કૂતરાઓને ભોજન ખવડાવી રહ્યો હતો અને તેની દેખભાળ કરી રહ્યો હતો. જાણો પછી શું થયું.

એક લોકકથા પ્રમાણે એક નગરમાં રાજકુમારી રહેતી હતી, તેની પાસે સુખ-સુવિધાની બધી વસ્તુઓ હતી, દાસીઓ દરેક સમયે તેની સેવામાં લાગેલી રહેતી હતી. તેમ છતાં રાજકુમારી પોતાના આ જીવનથી ખુશ ન હતી, તે હંમેશાં દુઃખી રહેતી હતી. તે સમજી શકતી ન હતી કે તેને શું કરવું જોઈએ જેનાથી તેને ખુશી મળે. એક દિવસ રાજકુમારીએ વિચાર્યું કે […]

માતાજીનો પ્રસાદ: અંબાજીમાં જ્યાં મોહનથાળ બને છે તે પ્રસાદઘરમાં કીડી મકોડા આવતા નથી, આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે મોહનથાળ જ્યાં બને છે તે પ્રસાદઘરમાં ક્યારેય કીડી મકોડા આવતા નથી. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 32 […]

સાબરકાંઠામાં નેશનલ હાઈવે 8ના ખાડાઓ દૂર કરવા NHAIને SPની નોટિસ, અકસ્માતમાં કોઈનું મોત થશે તો ગુનો નોંધવાની ચીમકી અપાઈ

તાજેતરમાં જ ખખડધજ રોડના કારણે અકસ્માતમાં સાબરકાંઠામાં નેશનલ હાઈવે પર 3ના મોત થયા હતા. આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એન.એચ.એ.આઈ)ને નોટિસ પાઠવીને રોડ રિપેર કરવા કહ્યું છે. સાથે જ અકસ્માતમાં કોઈનું મોત નિપજશે તો જવાબદાર અધિકારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા ચીમકી અપાઈ છે. વરસાદને પગલે રોડ ધોવાયો […]

અમદાવાદમાં હેલ્મેટ વગર અને મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસકર્મીનો ફોટો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે 1100નો દંડ ફટકાર્યો

જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી લે છે. નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક પોલીસકર્મી ચાલુ બાઈક પર હેલ્મેટ […]

તેર વર્ષ પૂર્વે હેલ્મેટ મામલે જેલભરો આંદોલન કરનાર ફરી મેદાને, રાજકોટમાં હેલ્મેટ-સીટ બેલ્ટના કાયદા સામે ત્રણ દિવસીય સત્યાગ્રહ

ટ્રાફિક નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે નવા પસાર કરાયેલા કાયદામાં દંડની રકમમાં અનેકગણો વધારો કરી દેવાતા લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટના વિરોધમાં આગામી તા.7થી ત્રણ દિવસ સુધી રાજકોટમાં સત્યાગ્રહ યોજાશે. જરૂર પડશે તો હાઇકોર્ટના દરવાજા ખખડાવશે રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.6 થી 9 […]

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ‘ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ’ વિક્રમ લેન્ડર ફરી સંપર્કમાં આવવાની સંભાવના

ચંદ્રયાન-2 મોટી રાત્રે ચંદ્રની સપાટી પરથી ફક્ત 2.1 કિલોમીટરની દુરી પર આવીને પોતાનો રસ્તો ભટકી ગયું. જોકે હજુ પણ આ મિશનને લઈને આશા કાયમ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક અધિકારીએ જણાવ્યું કે સંપર્ક તુટ્યા બાદ પણ 95 ટકા ચંદ્રયાન-2નું મિશન અત્યાર સુધી સફળ રહ્યું છે. લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તુટવાને લઈને ઈસરોના એક […]