જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો, બ્રાહ્મણે હંસને પોતાની પરેશાનીઓ જણાવી. હંસ તેને સિંહ પાસે લય ગયો, સિંહે તેને ધન આપીને મદદ કરી. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણ ફરી ધનની મદદ માટે જંગલમાં આવ્યો ત્યારે શું થયું? જાણો

એક જાણીતી લોકકથા પ્રમાણે જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો. હંસના વિચારો ખૂબ જ ધાર્મિક હતાં અને તે બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. એ જંગલની પાસે જ એક ગામ હતું. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે બીજા ગામમાં જઈને થોડું ધન કમાવું જોઈએ, આ ગામમાં […]

દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટાઆસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે. ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હોવાનું […]

સુરતમાં કિન્નરોની દાદાગીરી: દીકરો જન્મતાં વ્યંડળોએ 21 હજાર માંગ્યા, 7 હજાર આપવા છતાં પિતાનું માથું દીવાલે અથડાવ્યું, હાલ ICUમાં

સુરત શહેરમાં કહેવાતા કિન્નરોની દાદાગીરી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. ગોડાદરામાં બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર […]

સુરતમાં વ્યાજે નાણાં લાવી મિત્રને આપતાં ફસાયેલા ચંદ્રકાંત પટેલે ઝેર પીધા બાદ ફાંસો ખાધો

પીપલોદમાં એક જમીન દલાલે ઘરના ધાબા પર બનાવેલા રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મિત્ર પર આપઘાતને લઈને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પરિવારને આપઘાત કરેલી હાલતમાં મળ્યા પીપલોદ વિસ્તારમાં આવેલી ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં ચંદ્રકાંત પરષોતમ […]

128 વખત રક્તદાન કરનાર વેલજીભાઈનું 71 વર્ષે નિધન, કુલી ફિલ્મમાં અકસ્માત સમયે અમિતાભને રક્ત આપ્યું હતું

વર્ષ 1992માં અમિતાભ બચ્ચનનો સૂરજ તપતો હતો. એક પછી એક હીટ ફિલ્મો આપનાર બીગ બી ત્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા. અચાનક એક અકસ્માત સર્જાયો અને અમિતાભ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં..આજે પણ એટલી જાગૃતિ નથી તો ત્યારે તો રક્તદાન અંગે લોકોને મહત્વ નહોતું સમજાતું. અમિતાભને લોહી ચડાવવાની જરૂરીયાત હતી […]

વડોદરામાં કૂતરું કરડતા જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યો

વડોદરા શહેરના છાણી ટીપી-13માં રહેતા એક વ્યક્તિને કૂતરું કરડતા મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યાંનો પ્રથમ કિસ્સો બન્યો છે. પાલિકા દ્વારા કૂતરાઓની વસ્તી ઘટાડવા વાર્ષિક રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરા શહેરમાં કૂતરાઓનો ત્રાસ યથાાવત છે. હજુ વડોદરાની જનતાને આગામી 12 વર્ષ સુધી રખડતા કૂતરાઓથી બચવું પડશે. કૂતરું કરડતા 3 દિવસ […]

નવા નિયમોની ધમકી આપીને ટ્રાફિક પોલીસ ગેરવર્તન કરે તો તમે પોલીસ સ્ટેશનમાં કરી શકો છો ફરિયાદ, નાગરિકોને છે આ અધિકાર

નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિક નિયમો (ન્યૂ ટ્રાફિક રુલ્સ)નો ભંગ કરવા બદલ લોકો પાસેથી દંડની મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ નવા એક્ટ પ્રમાણે નિયમોનું પાલન કરાવી રહી છે. નિયમોનું ઉલ્લંધન કરવા પર હજારો-હજારો રૂપિયાનું ચલણ (Traffic Challan)બનાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક નિયમોને ફોલો કરવા જરૂરી […]

ગુજરાતમાં RTOની તમામ ચેકપોસ્ટ નાબૂદ થશે, ઓનલાઇન દંડ લેવાશે, ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી વાહનોની ગમે ત્યારે ચકાસણી કરાશે

રાજ્યમાં ભારે વાહનો દ્વારા થતી ગેરરીતિ અને નિયમોના ભંગના ચેકિંગ તેમજ દંડની વસૂલાત માટે બનાવવામાં આવેલી 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવા તરફ રાજ્ય સરકાર જઇ રહી છે. ચેકપોસ્ટ પર ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ વાહન વ્યવહાર વિભાગ ચેકપોસ્ટ નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની વ્યવસ્થા ગોઠ‌વશે. માર્ગો પર ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય […]

4 હજાર નંગ સ્કૂલ સ્ટેશનરીમાંથી શ્રીજી પંડાલમાં ડેકોરેશન કરાયું, વિસર્જન બાદ ગરીબ વિદ્યાર્થીઓને વિતરણ કરાશે

વડોદરા શહેરના ચાંપાનેર રોડ ઉપર રહેતા સોની પરિવારે પોતાના ઘરમાં આ વખતે પણ પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીના શ્રીજીની 10 દિવસ માટે સ્થાપના કરી છે. આ સાથે પરિવારે ગણેશોત્સવમાં ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે તે માટે સ્કૂલ સ્ટેશનરીમાં ખર્ચ કરી ડેકોરેશન કર્યું છે. 5 વર્ષથી વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે રાધિકાબેન સોનીએ જણાવ્યું હતું કે, […]

વેસ્ટમાંથી બેસ્ટ: સુરતમાં વપરાયેલી 2020 બોલપેનમાંથી બનેલી ગણપતિની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

સુરત શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ દરમિયાન અલગ અલગ ગણપતિની પ્રતિમા જોવા મળી રહી છે ત્યારે રામપુરા મેઈન રોડ પર અનોખા શ્રીજી બનાવવામાં આવ્યાં છે. વેસ્ટ બોલપેનમાંથી વિધ્નહર્તાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડિમ્પલ જરીવાલા નામના યુવક દ્વારા વેસ્ટ બોલપેનમાંથી ગણપતિ બનાવવામાં આવ્યા છે. 2020 નંગ બોલપેનમાંથી 40 કલાકની મહેનતે શ્રીજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. […]