‘મોતનો ઘાટ’: ત્રિશૂળિયા ઘાટ પર 4 માસમાં 3 અકસ્માતમાં 30 લોકોનાં મોત થયા

અંબાજી-દાંતા માર્ગ પરના અત્યંત ગંભીર એવા ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં ચરોતર પંથકના 22 યાત્રિકોના મોત તેમજ 55થી વધુને ઇજા પહોંચી છે. દાંતાથી 8 કિલોમીટર દૂર અંબાજી જવાના માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પાસે અવાર નવાર અકસ્માતો બનતાં અહીં હનુમાન મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્રણ મહિનામાં જ ચોથો મોટો અકસ્માત ફરી આજ સ્થળે સર્જાતાં હાહાકાર મચી […]

અમદાવાદમાં ઓનેસ્ટ રેસ્ટોરેન્ટમાં ઢોંસામાંથી નીકળ્યો વંદો- વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરાંમાં એક ફેમિલી જમવા ગયું હતું ત્યારે ઢોંસામાંથી વંદો નિકળતા ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમને જાણ કરતા તંત્રએ તત્કાલ સ્થળ ઉપર જઇ રેસ્ટોરાંને ક્લોઝર નોટિસ આપી છે. આ વીડિયો વાયરલ થતાં લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને હોટલને સીલ મારી […]

5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર પદ્મશ્રી ડો. એચ એલ ત્રિવેદીનું અવસાન, પાર્થિવ દેહને કિડની હોસ્પિટલમાં દર્શનાર્થે રખાયો, 12 વાગ્યે અંતિમવિધિ

ભારતમાં કિડની સારવાર તથા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે 2.35 વાગ્યે અમદાવાદની કિડની હોસ્પિટલમાં જ નિધન થયું હતું. ગુરુવારે તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 8થી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.જ્યાર બાદ બપોરે 12 વાગ્યે તેમની અંતિમયાત્રા કિડની હોસ્પિટલથી નિકળી દુધેશ્વર સ્મશાનગૃહ […]

એક રાજા યુદ્ધ જીતીને પાટનગર પાછા આવી રહ્યા હતા, કરિયાણું ખતમ થઈ ગયુ તો રાજાએ સૈનિકોને ખેતરમાંથી પાક કાપીને લાવવા કહ્યુ, એક ખેડૂતને જ્યારે આ વાત ખબર પડી તો તેણે કંઈક એવું કર્યુ કે રાજાને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો

એક વખત એક રાજા પોતાની સેના સાથે કોઈ યુદ્ધમાં વિજય થઈને પોતાના પાટનગર પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બધુ કરિયાણું ખતમ થઈ ગયું અને સૈનિક પણ ખૂબ જ થાકી ગયા હતા. રસ્તામાં એક નદી જોઇને રાજાએ ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. સૈનિકોએ થોડી વાર ત્યાં આરામ કર્યો. થોડી વાર પછી રાજાએ સૈનિકોને કહ્યુ કે આજુબાજુ જે […]

ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલથી રહે છે દૂર, આ માટે શિક્ષકોએ અજમાવી છે આ ખાસ ટ્રિક

આજના સમયના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પરંતુ ઈત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનાકડા ડોડિયા ગામે આ કામ સરળ કરી દીધું. બસ માત્ર સરપંચ અને શિક્ષકોએ બનાવેલાં બાળકોની ઈત્તર પ્રવૃતિના બનાવેલા ક્રિએટીવ કેલેન્ડરથી. આજે ડોડિયા ગામના બાળકો સર્વાંગી વિકાસથી લઈ ગામના વિકાસ સુધી પહોંચ્યા છે. તો જાણી લઈએ આ […]

અર્થવ્યવસ્થા સંભાળી શકતી નથી તે સરકાર પર્યાવરણની પરિસ્થિતિને કેવી રીતે સંભાળશેઃ કોર્ટ

ગોરેગાંવમાં મેટ્રો તૃતીયની યોજના માટે કાર શેડ માર્ગની વિચારણા કરવામાં આવી છે. આ માટે હરિત ક્ષેત્ર અને કોલોનીમાં 2600 ઝાડને કાપી લેવામાં આવ્યા છે. આ વાતના વિરોધમાં આ જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે કરી આ ટિપ્પણી મુંબઈમાં મેટ્રો કાર શેડને માટે ઝાડ કાપવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સમયે મુંબઈ […]

બાળકની બહાદૂરી તો જુઓ, ગરદન દીપડાના મોઢામાં હતી, તેમ છતાં દીપડા સામે બાથ ભીડીને તેને ઉભી પૂંછડીએ ભગાડી દીધો

ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા પ્રસિદ્ધ કવિતા તમને યાદ જ હશે. જેમાં 14 વર્ષની ચારણ કન્યાએ નેસડામાં સિંહને ઉભી પૂંછડીએ ભગાડ્યો હતો. આવો જ એક કિસ્સો જૂનાગઢના વિસાવદરમાં સામે આવ્યો છે. જેમાં એક બાળકે માનવભક્ષી દીપડાને ઉભી પૂંછડીએ ભગાડ્યો હતો. પરિવાર સાથે ખેતરનાં મકાનમાં સૂતેલાં આ બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. અને તેને ગળેથી પકડી […]

સાવધાન ભારતમાં 50% મહિલાઓ સર્વાઈકલ કેન્સરનો શિકાર, તેના લક્ષણો જાણો અને શેર કરો

બ્રેસ્ટ કેન્સર પછી ભારતમાં 50% મહિલાઓ સર્વાઈકલ કેન્સર સામે લડી રહી છે, આ ખતરનાક બીમારી સર્વાઈકલમાં ફેલાઈ લિવર, બ્લેડર, યોનિ, ફેફસા અને કિડની સુધી પહોંચી જાય છે. મહિલાઓને આ બીમારી કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પણ 35થી 45 વર્ષથી વધુની મહિલાઓ પર આનો ખતરો વધારે રહે છે. આ કેન્સર ગર્ભાશય ગ્રીવાથી શરૂ થઈને ધીરે […]

સુરતમાં પહેલી વખત ગુજરાતી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની પોલીસ કમિશનર તરીકે નિમણુંક

સોમવારે રાજ્ય સરકાર 29 આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી. તેમાં સુરતની ખાલી જગ્યા પર આઈબીના આઈજીપી આર.બી. બ્રહ્મભટ્ટની નિમણુંક કરી છે. સુરત પોલીસ કમિશનરેટ બન્યું ત્યાર બાદ પહેલી વખત સુરતમાં મૂળ ગુજરાતી અધિકારીની પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરી છે. આ ઉપરાંત સુરતના જોઈન્ટ કમિશનર હરેક્રિષ્ણા પટેલની ગાંધીનગર બદલી કરી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે આર.બી.બ્રહ્મભટ્ટની […]

એક શહેરમાં ગુસ્સાવાળો યુવક રહેતો હતો, એક દિવસ તેના પિતાએ તેને ખીલીથી ભરેલી એક થેલી આપી અને કહ્યું – જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક ખીલી દીવાલ પર લગાવજે, પહેલા દિવસે તેણે 40 ખીલી દીવાલ પર લગાવી, ત્યારબાદ શું થયું?

એક શહેરમાં ગુસ્સોવાળો યુવક રહેતો હતો. તે નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ કહેવા લાગતો હતો. એક દિવસ તેના પિતાએ તેની આ આદત છોડાવવા માટે તેને એક ખીલીથી ભરેલો થેલો આપ્યો અને કહ્યું કે, જ્યારે પણ તને ગુસ્સો આવે એક ખીલી દીવાલમાં લગાવી દે જે. યુવકે આવું કરવાનું શરૂ […]