સુરતમાં યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર જયેશભાઈ શીંગાળાએ આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો
પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારે મંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો. સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છેલ્લા અઢી મહિનાથી કામ છૂટી જતા બેરોજગાર હતા ઘટના અંગે મળતી માહિતી મુજબ યોગીચોકની […]