ગ્રેજ્યુએટ દિવ્યાંગ દીકરી, પગ ન હોવા છતાં કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે અમદાવાદમાં ચલાવે છે રીક્ષા

દીકરીને સાપનો ભારો સમજનારા અને માતાની ઉદરમાં જ હત્યા કરનારાઓની આપણા દેશમાં કોઈ કમી નથી. કેટલાક સમાજમાં દીકરીને જન્મની સાથે એક સમજવામાં આવે છે, પરંતુ આ દીકરી જ્યારે એક કેન્સરગ્રસ્ત બાપની સારવાર માટે શહેરના માર્ગો પર પુરુષનું કામ દીકરી કરે ત્યારે દરેક દીકરીના બાપની આંખમાંથી આંસુ સરી પડે છે. અમદાવાદની એક દીકરી જેને એક પગ […]

સમાજ માટે ઉદાહરણરૂપ દ્દષ્ટાંત: અમદાવાદની મહિલાએ 12 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું, 5 પ્રિમેચ્ચોર બાળકોનો બચાવ્યો જીવ

ગુજરાતીમાં કહેવાય છે કે ‘જનનીની જોડ સખી નહીં જતે રે લોલ’, એક માતા પોતાના બાળકને લઈને કેટલું કરે છે, તે તો ભગવાન જ જાણી શકે છે. એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેને માતાનું સર્જન કર્યું. એક બાળકના જન્મથી લઈને મોટું થાય ત્યાં સુધીમાં તે અનેક મોટી […]

હવે પોલીસ પણ નથી સુરક્ષિત! સુરતના પૂર્વ પોલીસ કમિશનરના ખાતામાંથી OTP વગર પૈસા ઉપડતા છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું

રાજ્યમાં દરરોજ ઓનલાઈન બેંકોના ખાતા સાથે ઠગાઈના સમાચાર તો વાંચ્યા હશે, પણ આજે એક એવી ઘટના બની છે, જેણે જાણીને એવું લાગશે કે હવે રાજ્યનું પોલીસ વિભાગ પણ સુરક્ષિત નથી! સામાન્ય વ્યક્તિ સાથે ઠગાઈ થાય તે સમજ્યા પરંતુ અહીં તો સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે છેતરપીંડી થઈ છે. સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર […]

અમદાવાદમાં આ જગ્યાએથી સ્પા મસાજની આડમાં ચાલતા સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, મિઝોરમની યુવતી મળી

વસ્ત્રાપુરના આલ્ફાવન મોલની બાજુમાં આમ્રપાલી લેકવ્યૂમાં સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી સેક્સ રેકેટ ચાલી રહ્યાના મેસેજને પગલે ગુરુવારે રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ કરતાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. ધ રીટઝ વેલનેસ સ્પામાં મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવી રહેલા બે સંચાલક અને મેનેજર સહિત ચારની વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તમામની ધરપકડ કરી […]

SBIનાં ATMમાંથી રોકડ ઉપાડવા માટે 1 જાન્યુઆરીથી OTP દાખલ કરવો પડશે, ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવા માટે કરાયો ફેરફાર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ એટીએમમાંથી રોકડ ઉપાડવાની રીતને બદલવા જઈ રહી છે. ATM ટ્રાન્ઝેક્શન ફ્રોડને રોકવા માટે બેંક 1 જાન્યુઆરી 2020થી વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિથડ્રૉઅલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેના અંતર્ગત રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી ATMમાંથી રોકડ ઉપાડ કરતી વખતે બેંકમાં તમારા રજિસ્ટર્ડ […]

દિલ્હીમાં અનોખી પહેલ: 30 જગ્યાએ ‘નેકી કી દીવાર’ શરુ થઈ, લોકો ગરીબો માટે કપડાં મૂકીને જાય છે

સાઉથ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીએ પોતાના વિસ્તારમાં 30 જગ્યાઓ પર ‘નેકી કી દીવાર’ શરુ કરી છે. આ જગ્યા પર લોકો ગરમ કપડાં મૂકીને જતા રહે છે, જે ગરીબોને ઠંડીમાં રાહત આપે છે. સાઉથ એસએમડીએ સુભાષ નગર, જનકપુરી, વિકાસપુરી અને હરિ નગર સહિત 30 જગ્યાએ આ કામ શરુ કર્યું છે, જેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો […]

સુરતના યુવકે 2 વર્ષના થેલેસેમિયા મેજર બાળકને સ્ટેમસેલ દાન કરી આપ્યું નવજીવન

22 વર્ષનો યુવાન મીત રમેશ હિરપરા સ્ટેમસેલનું દાન કરીને એક થેલેસેમિયા મેજર બાળકને નવજીવન આપ્યું છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રનના અમરોલી જિલ્લાના લાઠી શાખપુર ગામના છે અને હાલ સુરતમાં સ્થાયી થયા છે. સુરતનો આ યુવાન એમકોમ સુધીનો અભ્યાસ કરીને ત્યારબાદ સુરતની વરાછા કો.ઓપ. બેંકમાં સર્વિસ કરે છે. તેમની વિશેષતા એ છે કે તે પોતે બાળપણથી સમાજસેવા […]

‘ભલાઈનું નામ નથી હોતું’ એક એવી ઘટના સામે આવી રહી છે જે તમારું દીલ જીતી લેશે. ખૂબ જ વાયરલ થઈ રહી છે પોલીસકર્મીની આ ફેસબૂક પોસ્ટ

મુરાદાબાદઃ નાગરિકતા સંશોધન કાયદો(CAA) વિરુદ્ધ જ્યારે સમગ્ર દેશમાં અનેક રાજ્યો અને શહેરોમાં સમાજનો એક પક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. ત્યારે ઘણી જગ્યાએથી પોલીસના દમન અંગે પ્રદર્શનકારીઓ ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવી રહી છે જે તમારું દીલ જીતી લેશે. વાત યુપીના મુરાદાબાદની છે જ્યાં ડ્યુટી વચ્ચે કેટલોક […]

વધેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપુરીની પુરી, બનશે એકદમ ક્રિસ્પી પુરી, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ યુવાનો અને યુવતીઓમાં પાણીપુરી હોટ ફેવરિટ છે. બીજી બાજુ ઘરમાં દરરોજ રોટલી તો બનતી જ હશે, પરંતુ આપણે વધેલી રોટલીને ફેંકી કે કોઈને આપી દેતા હોય છે, પરંતુ હવે એવું કરવાની જરૂર નથી. હવે તમે બચેલી રોટલીમાંથી પાણીપુરીની પુરી જાતે ઘરે બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો તેની સંપૂર્ણ રીત… વધેલી રોટલીમાંથી પાણીપૂરીની […]

નાની અમથી અદાવતમાં અમદાવાદની પરિણીતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યા, પછી અશ્લીલ કોમેન્ટોથી….

સેટેલાઇટની યુવતીનો ફોટો, વીડિયો મૂકી ગંદી અને બીભત્સ કોમેન્ટો કરનાર યુવક તેના ફેસબુક ફ્રેન્ડ સહિત ચાર લોકો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ભવનાથમાં યુવકે પાર્ક કરેલી કારને કારણે યુવતીની કાર નીકળતી ન હતી. જેના પગલે પરિણીત યુવતીએ ગુસ્સામાં આવી યુવકની કારના કાચ તોડી નાંખ્યા હતા. આ મામલે યુવકે જૂનાગઢમાં […]