નાની અમથી અદાવતમાં અમદાવાદની પરિણીતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યા, પછી અશ્લીલ કોમેન્ટોથી….

સેટેલાઇટની યુવતીનો ફોટો, વીડિયો મૂકી ગંદી અને બીભત્સ કોમેન્ટો કરનાર યુવક તેના ફેસબુક ફ્રેન્ડ સહિત ચાર લોકો વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જૂનાગઢના ભવનાથમાં યુવકે પાર્ક કરેલી કારને કારણે યુવતીની કાર નીકળતી ન હતી. જેના પગલે પરિણીત યુવતીએ ગુસ્સામાં આવી યુવકની કારના કાચ તોડી નાંખ્યા હતા. આ મામલે યુવકે જૂનાગઢમાં ફરિયાદ કરી જેમાં યુવતીની ધરપકડ થઈ હતી.

સેટેલાઇટ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય શર્લી (નામ બદલ્યું છે)એ અમિત ચુનીલાલ કુંડારિયા રહે, ૫૦૨, સહજાનંદ એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી અને તેના મિત્રો જિગર કચરોલા, હસમુખ પટેલ અને ઇંદ્રવદન ઉર્ફ લાલો પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ ગત તા.૨૫-૮-૨૦૧૯ના શર્લી તેના પતિ, મામા અને મામી સાથે જૂનાગઢ ભવનાથ ખાતે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. દર્શન બાદ પાર્ક કરેલી પોતાની કાર પાસે શર્લી પહોંચી ત્યારે તેની કાર પાસે અન્ય કાર પાર્ક કરેલી હતી. જેના કારણે શર્લીની કાર બહાર નીકળી શકતી ન હતી. કારચાલક ના મળતાં શર્લીએ કારના કાચ પથ્થર મારી તોડી નાંખ્યા હતા.

આ અંગે કાર માલિક અમિત કુંડારિયાએ ફરિયાદ કરતાં શર્લી સામે કાર્યવાહી થઈ હતી. બાદમાં અમિતે તેના ફેસબુક એકાઉન્ટમાં શર્લીના ફોટો, વીડિયો વાઇરલ કરીને આવા લોકો સાથે શું કરવું જોઈએ તેવા સજેશન માગતી પોસ્ટ કરી હતી. જેમાં ઉપરોક્ત આરોપીઓએ અપશબ્દો, બીભત્સ લખાણ લખી સ્ત્રીના સન્માનને લાંછન લાગે તેવું કૃત્ય આચર્યું હતું. આ બાબતે શર્લીને તેના મામીએ જાણ કરતાં આરોપીનું ફેસબુક એકાઉન્ટ ચેક કરતાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. સોશિયલ મીડિયા થકી શર્લીની જાહેર છેડતી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો