ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત થયેલ માતાની સર્જરી દરમિયાન બચ્ચું માતાને ચીપકી રહ્યું

મા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી ખાસ હોય છે. પછી ભલે તે પ્રાણી હોય કે મનુષ્ય. આવો જ એક માર્મિક ફોટો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે. જ્યાં જંગલમાં લાગેલી આગમાં હજારો જાનવરો બળીને ખાક થઈ ગયા છે. એવામાં એક કોઆલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. માતાની આવી હાલત જોઈને બાળકના આંસૂં રોકાતા નહોતા. કોઆલાને બચાવવા […]

અરવલ્લીમાં યુવતીની હત્યા મામલે પોલીસે ફરિયાદ ન નોંધાતા રાત્રે આ યુવાને SPને બરાબરના ખખડાવ્યા, તમે નોકર અમારા છો, તમને શરમ લાગે છે FIR રજીસ્ટર કરવાની?

મોડાસા તાલુકાના સાયરાની ગુમ યુવતીની લટકતી લાશ પાંચ દિવસે ગામની સીમમાં મળી હતી. કલાકો લટકતી રહ્યા બાદ પોલીસની સમજાવટથી ઉતારીને પોસ્ટમોર્ટમ કરાયું હતું. પરંતુ એફઆઈઆર ન નોઁધાતા પરિવારે લાશની અંતિમવિધિ કરી નથી અને મોડાસા પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરી રહ્યો છે અને ધરણાં પર ઉતર્યો છે. ત્યારે કેવલસિંહ રાઠોડ નામના યુવાન ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશન […]

નાનકડી દિકરીએ મૃત ફાયર ફાઈટર પિતાને તેમનું હેલ્મેટ અને મેડલ પહેરી આપી અંતિમ વિદાય

ચર્ચમાં નાનકડી શાર્લેટ તેના પિતાના કોફીન આગળ ઊભી છે. શાર્લેટના વ્હાઈટ ફ્રોક પર તેના પિતાના સન્માનનો મેડલ છે અને માથે તેમનું હેલ્મેટ છે. શાર્લેટની હજુ તેટલી ઉંમર પણ નથી કે તેના ફાયર ફાઈટર પિતા કે જેને તે પોતાના હીરો સમજે છે તે હવે તેને સ્કૂલના ફર્સ્ટ ડે પર મૂકવા ક્યારેય નહીં આવી શકે. સ્કૂલનો લાસ્ટ […]

નિર્ભયાને મળ્યો ન્યાય કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કર્યું, 22 જાન્યુઆરીએ સવારે 7.00 વાગે ફાંસી અપાશે

નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને સવારે 7.00 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે.દોષિતોના વકીલ […]

આ આયુર્વેદિક તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ બમણી ઝડપે થશે લાંબા અને મજબૂત, જાણો અને શેર કરો

વાળની યોગ્ય રીતે સાચવણી ન કરવાને કારણે હંમેશા વાળ શુષ્ક,મૃત અને ખરવા લાગે છે. એવામાં વાળને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રોટીન યુક્ત ખાણીપીણી દ્વારા અંદર પોષણ આપવાની સાથે સાથે વાળને બહારથી પણ જરૂરી છે. જેથી માથામાં મસાજ કરવું ખૂબ જરૂરી છે. તેલ વાળની જડમૂળમાં જઇને મજબૂતી પ્રદાન કરે છે. જેથી વાળ લાંબા અને […]

18 વર્ષના દીકરાને ફોનની ટેવ છોડવવા માટે પિતા એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં વાહન કે નેટવર્ક ન આવે

કેનેડામાં કેલગરી શહેરના રહેવાસી જેમી ક્લાર્કના 18 વર્ષના દીકરાને સ્માર્ટફોનની આદત પડી ગઈ હતી. તે જરુર કરતાં વધારે સમય સુધી ફોન પાછળ પોતાનો સમય ખર્ચતો હતો. દીકરાની આ ટેવ છોડાવવા માટે જેમીએ એક આઈડિયા વિચાર્યો અને તેઓ પોતાના 18 વર્ષના દીકરા ખોબને સ્માર્ટફોનની દુનિયાથી દૂર લઈ ગયા. બાપ-દીકરાએ મોંગોલિયા ટ્રિપ કરી જ્યાં કોઈ વાહન કે […]

નવદંપતીને લાગ્યો વીજળીનો કરંટ, પતિનું મોત, પત્નીની હાલત ગંભીર, પતિ બાથરૂમમાં સ્નાન કરતો હતો અને બાજુમાં પત્ની વૉશિંગ મશીનમાં કપડા ધોઈ રહી હતી ત્યારે બની દુર્ઘટના

હરિયાણા: હાંસીના ફીકા પીર ચોક પર એક નવદંપતીને રવિવારે સાંજે કરંટ લાગવાથી ખરાબ રીતે દાઝી ગયા. દુર્ઘટનામાં પતિનું મોત થઈ ગયું અને પત્ની જિંદગી અને મોતની વચ્ચે સંઘર્ષ કરી રહી છે. મૃતક યુવકના શબને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ, પરિણીતાને હિસારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેની હાલત ગંભીર […]

જમ્મુ કાશ્મીરમાં ભૂખ્યા બાળકોનો પોકાર સાંભળીને સામે આવ્યો સુરક્ષા દળોનો નવો અવતાર, CRPF જવાનો બર્ફીલા રસ્તે 12 કિ.મી. ચાલીને ભૂખ્યા બાળકો માટે ભોજન લાવ્યા

આ કિસ્સો બીજી જાન્યુઆરીનો છે, પરંતુ તે રવિવારે સામે આવ્યો. સીઆરપીએફની હેલ્પ લાઈન પર સાંજે 5:30 વાગ્યે એક મહિલાનો ફોન આવ્યો કે, તેનો પરિવાર જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાયો છે, બાળકો ભૂખ્યા છે, કંઈક મદદ કરો. આસિફા નામની આ મહિલાનો ફોન આવતા જ સીઆરપીએફ 167 બટાલિયનની ડી કંપની તુરંત નીકળી પડે છે અને બર્ફીલા […]

સુરતમાં કડકડતી ઠંડીમાં ઝાડીમાં તરછોડાયેલ નવજાત શિશુનો આ યુવાને બચાવ્યો જીવ, પોતાનો શર્ટ બાળકને ઓઢાડ્યો

છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય તે કહેવત હવે જાણે બદલાઈ ગઈ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. નવજાત બાળકને તરછોડી દેવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કતારગામના સિંગણપોર વિસ્તારમાં વણઝારા વાસ નજીક તાપી નદીના કિનારે ઝાડીમાં એક નવજાત બાળકને કડકડતી ઠંડીમાં મરવા માટે તરછોડી દેવાયું હતું. જેને તાપીના પાળે બેસવા ગયેલા […]

યુગાન્ડાથી પુત્રીના લગ્ન માટે પાદરા આવતાં પિતાનું ટ્રેનમાંથી પડી જતા મોત, પ્રસંગ માતમમાં ફેરવાયો

પાદરાના ઝંડા બજારના મોચી બજારમાં રહેતા હિતેશભાઇ (લાલભાઇ) ઉત્તમભાઇ ચૌહાણ છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી સાઉથ આફ્રિકાના યુગાન્ડામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવાર સમાજના અવર જવર કરતા હતા. પુત્રી પ્રિયંકા છેલ્લા બે- એક વર્ષથી પાદરા રહેતી હતી. જયારે પુત્ર હિમાંશુભાઇ ચૌહાણ, પત્ની રેખાબેન ચૌહાણ પરિવારજનો આફ્રિકાના યુગાન્ડામાં રહી નોકરી કરતા હતા. પત્ની ૨૦ દિવસ અગાઉ […]