ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ઈજાગ્રસ્ત થયેલ માતાની સર્જરી દરમિયાન બચ્ચું માતાને ચીપકી રહ્યું

મા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી ખાસ હોય છે. પછી ભલે તે પ્રાણી હોય કે મનુષ્ય. આવો જ એક માર્મિક ફોટો ઓસ્ટ્રેલિયામાં સામે આવ્યો છે. જ્યાં જંગલમાં લાગેલી આગમાં હજારો જાનવરો બળીને ખાક થઈ ગયા છે. એવામાં એક કોઆલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. માતાની આવી હાલત જોઈને બાળકના આંસૂં રોકાતા નહોતા. કોઆલાને બચાવવા માટે અહીં આવેલી ટીમ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં તેની સર્જરી કરવામાં આવી. પરંતુ પોતાની માતાની આવી હાલત જોઈ બાળક પોતાને ના રોકી શક્યું અને તે આખો સમય પોતાની માતા સાથે જ ચીપકી રહ્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટોને જોઈ લોકો ખૂબ જ ઈમોશનલ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આવો ભયાનક નજારો જોઈને તેઓ પણ કાંપી ઉઠ્યા હશે. જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત થયેલી કોઆલાનું નામ ઓસ્ટ્રેલિયાના જીવ સંરક્ષકોએ ઝિલી અને બાળકનું નામ ફેન્ટમ પાડ્યું છે.

ઓસ્ટ્રેલિયા ઝૂ વાઈલ્ડલાઈફ હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ઝિલીના ફેફસામાં ઈન્ફેક્શન અને ચહેરા પર ઈજા પહોંચી હતી. એવામાં તેની સર્જરી કરવાન હતી. તેને માટે ફેન્ટમને અલગ કરવાનો હતું. પરંતુ, ફેન્ટમ આ ભયાનક તાંડવ જોઈને એટલું ડરી ગયું હતું કે, તે પોતાની માતાને છોડવા માટે તૈયાર જ નહોતું. આથી, મજબૂરીમાં બાળકને પણ માતાની સાથે રાખવું પડ્યું. આખી સર્જરી દરમિયાન ફેન્ટમ ઝિલી સાથે ચીપકી રહ્યું.

એક તરફ આગની ભયાવહ તસવીરો સામે આવી રહી છે ત્યારે આવી દયાળુ તસવીર પણ સામે આવી રહી છે. જ્યારે લિજીની સર્જરી ચાલતી હતી ત્યારે ડોક્ટરોએ ખુબ પ્રયત્ન કર્યા પરંતુ બાળક ફૈંટમે તેની માતાને છોડી જ નહીં. અને છેક સુધી ન છોડી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો