આજે પણ દેશ ધર્મ અને જાતિઓના નામે વહેંચાયેલો છે, લોકોને ભારતીય હોવાનું નહીં પણ જાતિનું અભિમાનઃ સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. તેઓએ પોતાના સહયોગીઓ સાથે સ્ટેચ્યૂની મુલાકાત લીધી હતી. જેમાં સૌપ્રથમ એક સામાન્ય પ્રવાસીઓની જેમ ટિકિટ બારી પર 380 રૂપિયાની ટિકિટ ખરીદીને ટિકિટ સ્કેન કરાવીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. અને સંપૂર્ણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણમાં પુષ્પમાળા ચઢાવી નમન […]

વડોદરાના સાવલીના BJPના MLA કેતન ઈનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું, વાંચો, કેતન ઇનામદારનો રાજીનામાનો પત્ર

ધારાસભ્ય કેતન ઈનામદારે આપેલા રાજીનામા પાછળ અનેક કારણો ચર્ચામાં રહ્યા હતા. નારાજ ધારાસભ્યને મનાવવા ગુરુવારે પ્રદેશ પ્રમુખ આવીને તેમની સાથે ચર્ચા કરશે. ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સાવલી-મંજૂસર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતું આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જવા ઉપરાંત રોડની ક્વોલીટી અંગે કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચર્ચા એવી છે […]

વિદ્યાનગરની બોયઝ હોસ્ટેલની ઘટના : યુવતી ઉચ્ચ જ્ઞાતિની હોઈ ભૂલી જવાની વાત કરતા યુવકને લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પ્રેમમાં નિષ્ફળ ગયેલા 24 વર્ષીય ઈકોનોમિક્સના વિદ્યાર્થીએ સોમવારે સવારે રૂમમાં પંખા સાથે કપડાં સૂકાવવાની દોરીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. રૂમમાંથી એક પાનાંની સુસાઈડ નોટ મળી હતી. રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ લખ્યું હતું કે, શું વસાવાના છોકરાને પ્રેમ કરવાનો અધિકાર નથી? યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મૂળ દેડિયાપાડાના […]

અમદાવાદમાં ઘરે-ઘરે જઈને રસોઈ બનાવતા મા-બાપના દીકરાએ JEEમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉક્તિને સાર્થક કરી છે એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા છોકરાએ. રાત-દિવસ મહેનત કરીને પેટે પાટા બાંધીને મા-બાપે દીકરાને ભણાવ્યો. દીકરાએ માતા-પિતાની મહેનત એળે ના જવા દીધી અને JEE (મેઈન)ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી. ઘરે-ઘરે જઈને રસોઈ બનાવીને પેટિયું રળતા દંપતીના દીકરાએ JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન)માં […]

પતિએ વોટ્સઅપ પર ઓનલાઇન બોલાવી કોલગર્લ, સામે આવી તો નીકળી પોતાની જ પત્ની, જાણો પછી શું થયું

ઉત્તરાખંડના કાશીપુરમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જે સભ્ય સમાજ માટે કલંક રૂપ છે. આજકાલ અહીંના સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે. અહીં એક પતિને તેમની પત્નીના ચારિત્રને લઇને અને તે દેહવ્યાપાર કરતી હોવાની શંકા હતી. આથી તેણે પત્નીનો ભાંડો ફોડવા માટે મહિલા દલાલના માધ્યમથી એક કોલગર્લની ડિમાંડ કરી. પતિના આશ્વર્ય […]

જેને જે કરવુ હોય તે કરી લે, હું જાહેરમાં કહું છું કે, કોઈ પણ ભોગે CAA પાછુ નહીં ખેંચાય : અમિત શાહ

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોરદાર હુંકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક જનસભાને સંબોધિત કરતા શાહે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, તૃણમુલ કોંગ્રેસને નાગરિકતા કાયદાને લઈને દેશમાં થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યા છે. અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું કે, હું ડંકે કી ચોટ પર કહું છું કે, સીએએ […]

સુરતમાં ભાઈ-બહેનના અનૈતિક સંબંધોના કારણે જન્મેલી બાળકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જાણીને હૃદય ફાટી જશે

તાજેતરમાં સુરતના પનાસ ગામે કચરામાંથી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં લોહીના સંબંધો સામે સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગા ભાઈ થકી ગર્ભવતી બન્યા બાદ પનાસ ગામની યુવતીએ શુક્રવારે મળસકે બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરામાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં પોલીસ તપાસ પછી બાળકીના મા-બાપનું પગેરું મળી આવ્યું હતું. ત્યજી દેવાયેલી […]

લીંબડી હાઇવે પર અકસ્માતમાં મોતને ભેટનાર જામનગરના NRI દંપતીના એક જ ચિતા પર કરાયા અંતિમસંસ્કાર

લીંબડી હાઇ-વે પર ગત રવિવારે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા જામનગરના એનઆરઆઇ દંપતી કેતનભાઇ જંયતિભાઇ હરિયા(ઉ.વ.55) અને તેના પત્ની કુંદનબેન(ઉ.વ.54)ની સજોડે અંતિમયાત્રા નિકળતા સૌની આંખો ભીની થઇ ગઇ હતી. પ્રપોત્રની મુંડનવિધિ માટે કેન્યાથી જામનગર આવેલા દાદા-દાદીને પ્રસંગ પહેલાં લીંબડી હાઇવે પર અકસ્માતમાં કાળ ભેટી ગયો હતો. અકસ્માતમાં પતી-પત્નીના મોતથી હાલારી વિશા ઓશવાળ સમાજમાં શોકનું મોજું ફરી […]

હવે ધો.10-12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે નહીં ખાવો પડે ગાંધીનગરનો ધક્કો, ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1952થી અત્યાર સુધીની ધોરણ 10 અને 12ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા માર્કશીટ મળી જશે. ઘરે બેઠા એક અઠવાડીયામાં જ માર્કશીટ મળી જશે માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપનાથી લઈ […]

32 વર્ષથી બ્રિટનનો યુવાન વીરપુર આવી સ્વયંસેવકની ફરજ બજાવે છે, બ્રિટનમાં ચલાવે છે બાપાના નામનું અન્નક્ષેત્ર

બ્રિટનના વેલ્સ શહેરનો યુવાન છેલ્લા 32 વર્ષથી જલારામધામ વીરપુર બાપાના દર્શને આવે છે અને પોતાના શહેરમાં પણ તેણે બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ યુવાન પણ અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યો છે. જ્યાં તે ભૂખ્યાને ભોજન કરાવે છે. વેલ્સમાં રહેતો કિથ સ્ક્વાયર્સ નામનો એક યુવાન પોતાની પત્ની […]