સુરતમાં માથાભારે ગેંગસ્ટર સૂર્યા મરાઠીને 7 જણે ચપ્પાના 50 ઘા મારી હત્યા કરી, હુમલાખોરનું પણ મોત

સુરતમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની બુધવારે બપોરે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. […]

વડોદરામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ યુવાનને અડફેટે લેતા 20 ફૂટ સુધી ધસડાતા મોત, હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પોની અડફેટે આવી ગયેલો યુવાન અંદાજે 20 ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેના હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ યુવાન વડોદરા લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. અને લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરેપરત જઇ રહ્યો […]

ભયાનક કોરોના વાયરસથી WHO પણ ફફડી ઉઠ્યું, દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી, વાયરસ સામે લડવા તૈયાર રહેજો.

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 43,098 લોકો ચેપનો ભોગ બન્યા છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 1,018 લોકો કાળનો કોળીયો બની ગયા છે. કુલ બીમાર લોકોમાંથી 40,171 લોકો ચીનના જ છે. ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. ચીનના વુહાનમાં રોગચાળાનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાયરસ હવે દુનિયા માટે ખતરો બની શકે છે. […]

સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે

સુરતની ધરતી પર ફરી એક વાર 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે. જોકે આ વખતે દીક્ષા લેનારા માં 12 વર્ષી લઇને 28 વર્ષના યુવક અને યુવતી છે. જોકે સીએસ અને તબીબનો અભ્યાસ કરવા સાથે રૂપિયા ચાર લાખ નો પગાર છોડીને આ પૈકીના કેટલાક યુવાનો-યુવતીઓ સંયમના માર્ગે જવાના છે ત્યારે આજે દીક્ષા પહેલા સુરતમાં […]

અમદાવાદમાં મૂવી જોવા ગયેલી યુવતી વોશરૂમ ગઈ ને પતિએ ચેક કર્યો મોબાઈલ, પછી મોબાઈલમાં એવું મળ્યું એવું કે પતિએ રસ્તા પર જ માર્યાં 4 લાફા

હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટરમાં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની વોશરૂમ જતાં પતિએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવકો સાથેની ચેટીંગ જોઈ […]

સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યો સામ્યવાદી ચીનનો ભયાવહ ચહેરો, 14 હજાર લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા! થયો સનસનાટી ખેજ ખુલાસો,

દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે જેમાં ચીનની સામ્યવાદી સરકારનો બિહામણો ચહેરો સામે આવ્યો છે. એક અહેવાલથી દુનિયાભરમાં સનસનાટી મચી […]

એકના એક દીકરાના મૃત્યુનાં 3 વર્ષ બાદ સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને કર્યું કન્યાદાન

ઘણી વખત કોઈ ફિલ્મ કે ટીવી સિરિયલમાં સાસુ-સસરા તેમના દીકરાના મૃત્યુ બાદ વહુનું કન્યાદાન કરીને તેને નવી જિંદગી જીવવાનો મોકો આપતા આપણે જોયું છે. ફિલ્મી લાગતી આ વાત મધ્ય પ્રદેશમાં હકીકતમાં જોવા મળી. દીકરાનું કેન્સરને લીધે મૃત્યુ થયા બાદ સાસુ-સસરાએ વહુના માતા-પિતા બનીને તેના બીજા લગ્ન કરાવ્યા. એસબીઆઈના મેનેજર પદ પરથી નિવૃત્ત મુકેશભાઈ શાહનો એકનો […]

185 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને […]

આવતા વર્ષથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં લેવાશે

20 એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે 2021થી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી બાદ અને 1 માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં જ આપવી પડશે. CBSEના પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ તારીખો નક્કી થઈ શકે છે 2021 માટે પરીક્ષાની તારીખોની અંતિમ જાહેરાત બોર્ડની શૈક્ષણિક […]

શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શિરોમણિ શ્રી હરિશરણદાસજી સ્વામી મૂર્તિ સુખે સુખિયા થયા

મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત મંડળના એક અમૂલ્ય શિરોમણી એવા સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામી ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કરતાં કરતાં મૂર્તિ સુખે સુખિયા થઈ ગયા. * શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આપેલ simple living and high thinking. ના સૂત્રને તેમણે પોતાના જીવનમાં આત્મસાત કર્યું હતું. * આલોકની રીતે કદાચ […]