પ્રખ્યાત સિંગરની આત્મહત્યાથી સિનેમાં ધણધણી ઉઠ્યું, સુસાઇડ નોટમાં લખ્યું ‘મારા પતિને છોડતા નહીં’

પતિના અત્યાચાર અને ઘરમાં વધતા ક્લેશના કારણે વધુ એક કલાકારે પોતાના જીવનનો ભોગ આપ્યો છે. સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સોમવારે સવારે સુસાઈડ નોટ લખીને પોતાની માતાને એક વોટ્સઅપમાં વોઈસ મેસેજ કરીને ફાસીના ફંદે લટકી ગઈ. ખબર મળી છે કે, સુષ્મિતા પોતાના પતિ પ્રત્યેથી મળતા ત્રાસથી કંટાળી ગઈ હતી. આ બધાથી કંટાળવાના કારણે તેણે આવી […]

અમદાવાદ રિક્ષાચાલકે ઈમાનદારીની મિશાલ પૂરી પાડી, એક લાખની બેગ પેસેન્જર ભૂલી જતા પરત કરી

અમદાવાદ શહેરમાં એક સારો બનાવ સામે આવ્યો છે. શહેરનાં મણિનગરનાં રામનગર ખાતે આવેલા સુપર પેટ્રોલ પંપનાં કેશિયર અને અન્ય એક કર્મચારી રામબાગથી રિક્ષામાં બેઠા હતાં. તેમની પાસે એક બેગમાં એક લાખની રોકડ તેમજ પેટ્રોલ પંપનાં એકાઉન્ટ હિસાબી કાગળો લઇને હાટકેશ્વર જઇ રહ્યાં હતાં. ત્યારે તેઓ ભૂલથી બેગ રિક્ષામાં મૂકીને જતા રહ્યાં. જે બાદ રિક્ષા ડ્રાઇવર […]

ગરીબો હટાવોઃ મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને AMCની નોટિસ, 7 દિવસમાં જગ્યા ખાલી કરો

AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટ માટે તેમને જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. તેઓ લગભગ 20 વર્ષથી અહીં […]

રાજ્યભરની પ્રાથમિક શાળામાં ધો.3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 35 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

રાજ્યભરની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના 35 લાખ વિદ્યાર્થીઓની તમામ વિષયોની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઈમ ટેબલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી પરીક્ષા શરૃ થશે અને 8મી એપ્રિલે પૂર્ણ થશે. ધો.3 થી 8ના તમામ વિષયોના પેપરો જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે સ્કૂલને અપાશે. પેપરોનું પ્રિન્ટીંગ […]

ગંભીરમાં ગંભીર બીમારી દૂર કરવા રામબાણ ઇલાજ છે સૂરજમુખીના બીજ, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી હૃદયની બીમારી દૂર કરવામાં કરે છે મદદ

સુરજમુખીના બીજ તમારા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના ફાયદા કારક છે. તે કોશિકાઓને નષ્ટ થવામાં મદદ કરે છે. એવું એટલા માટે થાય છે કારણકે સુરજમુખીના બીજમાં સેલેનિયમના સ્ત્રોત હોય છે. આજે અમે તમને જણાવીશુ કે સુરજમુખીના બીજના કયા લાભ થાય છે. જણાવી દઇએ કે તેમા વિટામીન ઇ અને વિટામીન બી-1 અને કોપર પૂરતા પ્રમાણમાં હોય છે. […]

કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં ત્રણેય દર્દીઓ સંક્રમણથી થયા મુક્ત

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે. જોકે, તેમાં ભારતે કોરોના વાયરસને લઈને મોટી સફળતા હાંસલ કરી છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓ હવે સંક્રમણ મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી ગયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ પહેલા કેરળના […]

8 વર્ષની આ છોકરી બની ચૂકી છે ‘Treeman’, અજબ પ્રકારની બીમારીથી વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર (Bastar) જિલ્લાની રહેવાસી 8 વર્ષની એક છોકરી અજબ પ્રકારની બીમારીનો સામનો કરી રહી છે. આ બીમારીના કારણે પૂજા (બદલેલું નામ) નામની આ છોકરીના હાથ અને પગ, વૃક્ષની છાલની જેમ દેખાય છે. પૂજાના પરિજનોનું કહેવું છે કે પહેલા તેના ડાબા પગની ઉપર એક મસો બનવાનું શરૂ થયો જે ધીમે ધીમે વધતો ગયો. […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વધુ એક નજરાણુ, હવે પર્યટકો માણી શકશે જંગલ સફારીનો આનંદ

ગુજરાતના કેવડીયા ખાતે બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે પર્યટકોને વધુ એક ફરવા લાયક સ્થળ મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા લોકો હવે આગામી 18 ફેબ્રુઆરીથી જંગલ સફારી પાર્ક પણ જોઇ શકશે. સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે આ પાર્કને ખુલ્લુ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સફારી પાર્કમાં 62 જાતના 1 હજારથી વધારે પશુ-પક્ષીઓ જોવા મળશે. […]

અમદાવાદમાં કૉલેજમાં ભણતી 22 વર્ષની વિદ્યાર્થિનીની ઘરમાંથી જ લાશ મળી આવી, પરિવારે દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો

શહેરના વાડજ વિસ્તારમાં આવેલા વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી એક વિધાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. દામિની મિશ્રા નામની એક 22 વર્ષની યુવતી ઘરની પાસે આવેલા પોતાના પિતાના ગોડાઉનમાં ગઈ હતી. ત્યાંથી કલાકો સુધી પાછી ન આવતા તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં દોડી આવી હતી […]

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ, 43 સીટર બસ મુંબઈ-પુણે વચ્ચે ચાલશે

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. તે મુંબઇ-પુણે વચ્ચે દોડશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે આ ઇલેક્ટ્રિક બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 4-5 વર્ષમાં દેશના હાઇવે પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો દોડતી જોવા માગે છે. આ લક્ઝરી બસમાં 43 લોકો બેસી શકશે. ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસ સુરક્ષાની દૃષ્ટિએ […]