સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વધુ એક નજરાણુ, હવે પર્યટકો માણી શકશે જંગલ સફારીનો આનંદ

ગુજરાતના કેવડીયા ખાતે બનાવવામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક હવે પર્યટકોને વધુ એક ફરવા લાયક સ્થળ મળશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા લોકો હવે આગામી 18 ફેબ્રુઆરીથી જંગલ સફારી પાર્ક પણ જોઇ શકશે. સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે આ પાર્કને ખુલ્લુ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સફારી પાર્કમાં 62 જાતના 1 હજારથી વધારે પશુ-પક્ષીઓ જોવા મળશે.

સરદારે પટેલ ઝુલોજીકલ પાર્ક 375 એકરમાં ફેલાયેલું છે. લોકો સફારી પાર્કમાં જવા માટે soutickets.in પર જઈને ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ન્યૂ દિલ્હીની મંજૂરી બાદ મંગળવારથી આ સફારી પાર્કને ખુલ્લું મુકવામાં આવશે. આ ઝુલોજીકલ પાર્કમાં સાત અલગ-અલગ એલિવેશન છે. આ સાતમાંથી છ ઝોનમાં વિદેશી અને દેશી વન્ય પ્રાણી, પક્ષી, જળચર પ્રાણી, સરીસૃપ જોવા મળશે. આ ઉપરાંત સફારી પાર્કમાં 16 એન્ક્લોઝરનો સમાવેશ થયો છે. તે એન્ટ્રન્સ વાઈલ્ડ એસ એન્ક્લોઝર સુધી ફેલાયેલું છે. આ પાર્કમાં ટિકિટ મેળવવાનો સમય સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, કેવડીયા ખાતે રીવર રાફ્ટિંગ અને સાયકલિંગ જેવી પ્રવૃતિઓ પણ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકિંગ, ક્લાઇમ્બિંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકો ટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ પ્રવાસન સ્થળો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ સ્થળ એક વર્ષના સમયગાળામાં ભારતનું સૌથી લોકપ્રિય ફરવા લાયક સ્થળ બન્યું છે. અન્ય રાજ્યોમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો