કાર સર્વિસ કરાવતાં પહેલાં જાણી લો આ 7 વાત, કઈ રીતે તમારું બિલ વધારવામાં આવે છે અને કઈ રીતે તેમાંથી બચશો

કાર સર્વિસમાં આપતી વખતે લોકોનાં મનમાં કાયમ એ સવાલ ઊભો થતો રહે છે કે સર્વિસ સેન્ટર પર કરાવવી કે લોકલ મિકેનિક પાસે. ફ્રી સર્વિસ પૂરી થઈ ગયા બાદ આ કન્ફ્યુઝન ઓર વધે છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે સર્વિસિંગ વખતે જાતભાતનાં કારણો આપીને તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે છે. અમે કેટલાક ઓટો એક્સપર્ટ્સનો […]

કેરળમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યાની ઘટના સામે આવી, છ લોકોની ધરપકડ

કેરળમાં ગર્ભવતી હાથણીના (Pregnant elephant) મોતના આશરે બે મહિના બાદ એક ગર્ભવતી જંગલી ભેંસને (Pregnant wild buffalo) મારીને તેના માંસને ખાવાની ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લામાં કેટલાક લોકોએ ગોળી મારીને એક ગર્ભવતી જંગલી ભેંસને મારી નાંખી હતી. રાજ્યના વન અધિકારીઓએ 10 ઓગસ્ટે બનેલી આ ઘટનાના પગલે મલપ્પુરમ જિલ્લાના છ મૂળ નિવાસીઓની ધરપકડ કરી છે. […]

શું લીમડાના પાનથી ખતમ થશે કોરોના? ભારતમાં શરૂ થવા જઇ રહ્યું છે આ ખાસ પરીક્ષણ

લીમડો (Neem) ભલે સ્વાદમાં કડવો હોય પરંતુ તેનાથી થતાં ફાયદા અમૃતની જેવા હોય છે. હવે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોની એક ટીમ એ વાત વિશે તપાસ કરી રહી છે કે શું લીમડાના પત્તા કોરોના વાયરસ (Coronavirus)ને અટકાવી શકે છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA)એ જાહેરાત કરી છે કે આ વાતને લઈ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે […]

આવા ભંગાર રસ્તાનો શેનો ટોલટેક્સ? ગીર-સોમનાથમાં ટોલનાકે વાહનચાલકોએ કરી બબાલ, જુઓ વીડિયો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ અનેક હાઈવે ધોવાઈ ગયા છે. જો કે તેમ છતાંય ટોલટેક્સ ઉઘરાવાઈ રહ્યો હોવાથી વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આવી જ એક ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક વાહનચાલક પહેલા રસ્તા સરખા કરાવો, પછી ટોલ ટેક્સ આપીશ તેમ કહી ટોલ આપવા આનાકાની કરી રહ્યા છે, […]

અભણ પિતાનું દીકરાને ભણાવવાનું ઝનૂન તો જુઓ, પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને પહોંચ્યા

કોવિડ-19 જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક પિતા પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે એવા બાળકો જેઓ 10માં અને 12માં ધોરણમાં પાસ નથી […]

અમેરિકાના કેલિફોર્નિયામાં આગથી 1.2 લાખ એકર જંગલ તબાહ, કટોકટી લાદી દેવાઇ

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જારી કર્યું છે. 30થી વધુ સ્થળોએ આગથી 20 હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે […]

22 ઓગસ્ટથી ગણેશોત્સવ: પહેલીવાર બાળગંગાધર ટિળકે 1894માં ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો

શનિવાર, 22 ઓગસ્ટના રોજ ગણેશોત્સવ શરૂ થઇ જશે. આ વર્ષે ગણેશ ચોથના દિવસે સૂર્ય સિંહ રાશિમાં અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં બન્યો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, 1894માં પહેલીવાર બાળગંગાધર ટિળકે દસ દિવસીય ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપથી ઉજવવાની શરૂઆત કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1175 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 83,262 થયો

કોરોના મહામારીએ રાજ્યમાં આજે ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમિત દર્દીઓના 1175 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે ગુરુવારે સાંજે પાંચ વાગ્યા પછીના 24 કલાકમાં કોરોનાના નવા કેસોની માહિતી આપી છે. જેમાં નવા કેસ 1175 નોંધાયા છે. જ્યારે આજે વધુ 16 દર્દીઓના મોત થયા છે. સાજા દર્દીઓની વાત કરીએ તો આજે 1123 દર્દીઓ […]

ફેફસાના રોગોની બેસ્ટ દવા છે સલગમ, સાથે જ કેન્સર, હાર્ટ અને પેટના રોગો હમેશાં રાખશે દૂર, જાણો તેના ફાયદા

સલગમ (ગાજર જેવું એક કંદ) એક એવું શાક છે જેમાં ભરપૂર વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન અને મિનરલ્સ હોય છે. આયુર્વેદ મુજબ સલગમ ખાવાથી શરીરને જરૂરી બધાં જ પોષક તત્વો મળી જાય છે. સલગમ તરત એનર્જી આપવાની સાથે ઈમ્યૂનિટીને પણ વધારે છે. જો તમે રાતે સલગમ ખાઓ તો તે હાનિકારક ફ્રી રેડિકલ્સ સામે શરીરનું રક્ષણ કરે છે. […]

ગુજરાતમાં હવે જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદો બનશે વધુ કડક, થઈ શકે છે 14 વર્ષની જેલ

રાજ્યમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને 14 વર્ષ સુધીની સજાની જોગાવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ 2020’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના […]