ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1191 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,57,474 થયો

કોરોના મહામારી (Corona Epidemic)માં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોના વાયરસના (CoronaVirus) ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1191 પોઝિટિવ […]

મોઢામાંથી હમેશાં ગંદી વાસ આવતી હોય તો કરો આ ઉપાય, કાયમ માટે દૂર થશે આ સમસ્યા

સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. ક્યારેક ક્યારેક શરીરને જેટલા પાણીની […]

ગુજરાતના યુવાનો ચેતી જજો: આ સરકારી જાહેરાત ખોટી છે, અરજી કરવા માટે 300 રૂપિયા ભરતા નહીં

ગુજરાતના યુવાનો ચેતજો… કોરોના મહામારીમાં ઠગબાજો કમાવા માટેના રસ્તાઓ શોધી રહ્યાં છે. ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે ઠગબાજો રમત કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેરખબર છપાઈ છે. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી લૂંટવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગુજરાતના યુવાનો સરકારી નોકરીની જાહેરાતથી ચેતજો. રાજ્યના યુવાનો આવી લોભામણી જાહેરાતોમાં ન ફસાય. […]

કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, ભાજપ નેતા સામે નોંધાઈ ફરિયાદ

હાથરસ અને જામનગરમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાઓની આગ હજી શાંત થઈ નથી ત્યાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં ફિટકાર જન્માવે એવી હકીકતો સામે આવી રહી છે. ગીર સોમનાથના (Gir somnath) કોડીનાર પોલીસ સ્ટેશનમાં (kodinar police station) સગીરા પર ભાજપના રાજકીય (BJP leader) કાર્યકરે દુષ્કર્મ (rape) કર્યાની ફરિયાદ નોધાઈ હતી. આ ગુનામાં […]

વિદેશમાં કમાવવા જવાનું વિચારતા હોય તો ખાસ વાંચજો, ગુજરાતના યુવાનને લિબિયામાં પડેલી યાતનાઓ તમને થથરાવી મૂકશે

આજકાલ લોકોને વિદેશોમાં જઈને સેટલ થવાનું અને ત્યાં મોજમઝા કરવાનું ઘેલું લાગ્યું છે. એટલું જ નહીં, દુનિયાદારીની જ્યારે ખબર પડવા માંડે ત્યારે વિદેશોમાં જઈને કમાઈ આવવાની લાલચ લોકોને વધુ લાગી છે. પરંતુ વિદેશોમાં ગુજરાતી (Gujarati) ઓ સાથે બનતી ઘટનાઓ ક્યારેક આપણને થથરાવી મૂકે તેવી હોય છે. આવા કિસ્સાઓ જાણ્યા પછી આપણને વિદેશમાં જવાની હિંમત થતી […]

આજના સભ્ય સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો: સોશિયલ મીડિયા ઉપર ગાડી અને બંગલો જોઈને અંજાયેલી યુવતીના લગ્નના એક અઠવાડિયામાં સપનાઓ થયા ચકનાચૂર

આજકાલની યંગસ્ટર્સ પેઢી સોશિયલ મીડિયા (Social Media) ઉપર વધારે સમય પસાર કરે છે, બીજી બાજુ આપણો સભ્ય સમાજ યુવતીઓને લગ્ન માટે ગાડી, બંગલો, મોટો પગાર જોઈને પરણાવવાનું નક્કી કરે છે. સામેવાળો છોકરો શું કરે છે અને શું નહીં, તેની કોઈ પણ વાતને જાણ્યા વગર આંધળે બેરું કુટીને સંબંધો સાંધતા હોય છે. જેના કારણે ઘણી વખત […]

સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, વહુને પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો મળશે અધિકાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court Of India) કાલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, ઘરેલુ હિંસા (Domestic Violence) અધિનિયમ અંતર્ગત બહુને પોતાના પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જસ્ટિસ અશોક ભૂષણ (Justice Ashok Bhushan)ની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે તરૂણ બત્રા સહિત બે […]

લ્યો બોલો ચૂંટણીમાં કોરોના નહીં નડે: જનતા ઘેર બેસીને નવરાત્રિની ‘પૂજા’ કરશે, જ્યારે રાજકીય પક્ષો જાહેરમાં જઈને વિધાનસભાની પેટાચૂંટણીનો ‘પ્રચાર’ કરશે

ગુજરાતમાં નવરાત્રિ શરૂ થતાંની સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ થઈ જશે, એ જોતાં જનતા ઘેર બેસીને નવરાત્રિની પૂજા, સ્થાપના કરશે, જ્યારે રાજકીય પક્ષો જાહેરમાં જઈને ચૂંટણીમાં મત માગશે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ પ્રચારની તૈયારી તો શરૂ કરી છે, પણ કોરોના નડશે તો એનો પણ ડર લાગે છે, સાથે સાથે મતદાન ઓછું થવાનો પણ […]

નવરાત્રિમાં સોસાયટી અને ફ્લેટમાં એક કલાકની આરતી-પૂજા માટે પોલીસ પરમિશન જરૂરી, સોશિયલ ડિસ્ટન્સ-માર્કિંગ ફરજિયાત, પ્રસાદ પેકેટમાં જ આપવો પડશે, તહેવારોની ઉજવણીની ગાઈડ લાઈન જાહેર

આવતા શનિવારથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,56,283 થયો

રાજ્યમાં મહામારી કોરોના વાયરસનો પ્રકોપ હાલ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1185 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 દર્દીઓના દુ:ખદ મોત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે આજે વધુ 1,329 દર્દીઓ સાજા થયા છે. આ સાથે હવે રાજ્યમાં કુલ 1,37,870 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. તેથી રાજ્યમાં સાજા […]