જે હોસ્પિટલમાં પિતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે ત્યાંજ પુત્રની ડોક્ટર તરીકે થઈ નિમણૂંક, માતા પણ કરે છે નર્સ તરીકે નોકરી

પિતા બાબરાની જે સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, પુત્રની એ જ હોસ્પિટલમાં ડોકટર તરીકે નિમણૂક થઈ છે. ડોકટરની માતા પણ નર્સ તરીકે આ તાલુકામાં ફરજ બજાવી રહ્યાં છે. પુત્ર ડોકટર બનતાં માતા-પિતાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. બાબરામાં સરકારી દવાખાનામાં વધુ એક ડોકટરની નિમણૂક રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીં […]

વડોદરામાં ધો-10ના વિદ્યાર્થીની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ, લગ્નમાં જવાનું કહીને મિત્રો સાથે રાત્રે ઘરેથી નીકળ્યો હતો

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો-10 વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. […]

ખેડૂત આંદોલન: ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી 500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી જવા નીકળ્યા, હજુ વધુ કિસાનો જશે

હાલ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીને ઘેરી લીધું છે. માત્ર એટલું જ નહીં, આ ખેડૂતોએ એટલું તો આક્રમક આંદોલન ઉપાડ્યું છે કે કેન્દ્ર સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી તેમજ પીએમ મોદીએ મન કી બાતમાં પણ ખેડૂતો વિશે 26 મિનિટ સુધી વાતો કરી ખેડૂતોનો રોષ શાંત કરવા પ્રયાસો કર્યાં હતા. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,14,309 થયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં (Covid 19) વધુ 1540 નવા કેસો નોંધાયા છે. અને 13 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને 1427 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. ગત રોજ રાજ્યમાં કોરોનાનાં (Gujarat Corona) 1512 કેસો નોંધાયા હતા અને 14 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2 લાખ 14 હજાર 309 પર પહોંચ્યો […]

શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ છે ‘રાગી’, રાગીના ફાયદા વાંચીને તમે આજે જ બજારમાંથી લઇ આવશો

શિયાળાની મોસમમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, ગળામાં દુખાવો અને વધારે શરદીને કારણે કોલ્ડ સ્ટ્રોકનું જોખમ શામેલ છે. ભલે તમે તમારા શરીરને કપડાથી સંપૂર્ણ રીતે ઢાંકી રાખો પરંતુ ઠંડીની અસર કોઈપણ રીતે શરીર પર ચોક્કસપણે આવે છે. જેથી આપણે આપણા આહારમાં એવા […]

સુરતમાં લુખ્ખા તત્વો બેફામ: ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવકની સરાજાહેર હત્યા, પોલીસની કામગીરી સામે રોષ

સુરતમાં સતત ત્રીજા દિવસે હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે ભાગ આગળના કોફી રોડ ઉપરથી પસાર થતા બે શખ્સો વચ્ચે લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવક સાથે નાણાકીય લેતીદેતી મામલે ઝઘડો થયો હતો તેને લઈને રસ્તા વચ્ચે સરાજાહેર મારામારીમાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો […]

ચેતજો! ‘કોરોના વાયરસથી બચવું હોય તો વિધિ કરાવો’ બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય, ગુરૂ મહારાજે આપી જાહેરાત

કોરોના મહામારીમાં પણ કેટલાક લોકો દર્દીઓને આર્થિક તથા માનસિક તકલિફમાં મૂકી રહ્યા છે. એક નિર્ધારિત સમયમાં લોકોના ઘરકંકાસ, પ્રેમ સંબંદ અને નોકરી મેળવવા તથા ધાર્યું પિરિણામ માટે વિધિ-વિધાનના નામે ધતિંગલીલા અને ઢોંગ કર્યાનું તો તમે ખુબ સાંભળ્યું હશે. પણ હવે તો આવા પાખંડી લોકો અંધશ્રદ્ધાના નામે કોરોનાને પણ હંફાવવા મેદાને આવી ગયા છે. એક તરફ […]

સુરતના તબીબે તલાલાના જંગલમાં વૃદ્ધાનું બંધ હૃદય 12 મિનિટમાં ધબકતું કર્યું, ચાલુ બાઇકે અટેક આવતાં નીચે પટકાયાં હતાં

સુરત શહેરના ડો.રાજેશ પ્રજાપતિ પોતાનાં માતા-પિતા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સાસણગીર અને તલાલા વચ્ચે તેમની નજર બાઈક પર પસાર થઈ રહેલાં વૃદ્ધ દંપતી પર પડી હતી. દંપતી પૈકી પત્નીને ચક્કર આવી રહ્યાં અને તેઓ પરસેવે રેબઝેબ થઈ બાઈક નીચે પટકાયાં હતાં. પડતાંવેંત જ તેઓ બેભાન થયાં હતાં અને તેમનું હૃદય […]

નેતાઓને માસ્કના મુદ્દે છૂટ ને પ્રજાને દંડ, સુરતમાં પ્રેગ્નન્ટ મહિલાએ શ્વાસ વધુ લેવા માટે નાક નીચે માસ્ક રાખતા પોલીસે કારને પાટું મારી હજાર રૂપિયા વસૂલ્યા

ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે આ કવિતા કોરોના સમયમાં બરાબર ફીટ બેસતી હોય તેવો ઘાટ સર્જાયો છે.કોરોના સંક્રમણ વધતા નિયમો આકરા બનાવવામાં આવ્યાં છે. પરંતુ આ નિયમો માત્ર સામાન્ય લોકોને જ લાગૂ પડતાં હોય તેમ નેતાઓ બેફામ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતાં જોવા મળે છે. જ્યારે સામાન્ય માણસને હજારોનો દંડ […]

અમદાવાદમાં દર્દીનું મોત થતા પરિવારજનો વિફર્યા, ચાંદખેડામાં આવેલી TLGH હોસ્પિટલમાં તોડફોડ, સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ

ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે આવેલી કોરોના ની સારવાર આપતી ટી. એલ. જી .એચ. હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે એક પેશન્ટ ના સગા સંબંધીઓએ તોડફોડ કરી હતી. હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઈ રહેલા યુવાનને મંગળવારે રાત્રે રજા આપવાની હતી. જો કે રજા આપવાના સમયે જ એકાએક યુવાનનું મૃત્યુ નીપજયું હોવાની જાહેરાત હોસ્પિટલ સત્તાવાળાઓએ કરી હતી. જેથી રોષે […]