વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો-10 વિદ્યાર્થીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનો મૃતદેહ વડોદરા નજીક દેણા ગામ પાસેથી મળી આવ્યો છે. તેની છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધો-10 વિદ્યાર્થી અંકિત વિશાલભાઇ પ્રજાપતિ(ઉં.16) કપુરાઇ ગામની A-78, રાજનગર સોસાયટીનો રહેવાસી હતો. બુધવારે સાંજે 7:30 વાગ્યે અંકિતના મિત્રો કાર લઇને લગ્ન પ્રસંગે લઇ જવા માટે તેના ઘરે લેવા માટે આવ્યા હતા. અંકિતને તેના મિત્રને સોનાની ચેઇન આપવાની હોવાથી તેની માતા પાસેથી સોનાની ચેઇન સાથે લઇને ગયો હતો. જોકે મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે દેણા ગામ પાસે સ્થાનિકોએ લાશ જોતાં પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતક વિદ્યાર્થીના ખિસ્સામાંથી મોબાઇલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે જાણ કરતાં વિદ્યાર્થીનાં પરિવારજનો પણ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થીના પિતા વિશાલ પ્રજાપતિએ રડતાં રડતાં જણાવ્યું હતું કે મારો પુત્ર ધો-10માં અભ્યાસ કરતો હતો અને ગઇકાલે બુધવારે સાંજે 7:30 વાગ્યાથી ગુમ થયો હતો અને આજે સવારે દેણા ગામ પાસેથી તેનો મૃતદેહ મળ્યો હતો.
મૃતક વિદ્યાર્થીના કાકાએ રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગેલા છે. તેની હત્યા થઈ હોવાનું અમારું માનવું છે. પોલીસે તપાસ કરીને તેના હત્યારાઓને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવાની અમારી માગણી છે.
પિતા મિસ્ત્રીનું કામ કરે છે, મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે
મૃતક અંકિતના પરિવારમાં માતા-પિતા ઉપરાંત તેનો નાનો ભાઇ પ્રિન્સ છે. આ ઉપરાંત મોટી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા મિસ્ત્રીનું કામ કરે છે.
અંકિત ને હત્યારાઓએ કારમાં બેસાડી કોઈ અજ્ઞાત સ્થળે લઇ ગયા બાદ તિક્ષ્ણ હથિયારથી ગળામાં ભાગે બે થી ત્રણ ઘા માર્યા હતા જ્યારે છાતીના ભાગે એક ઘા અને જમણી બાજુ કુખ ના ભાગે એક ઘા માર્યા હતા.રહસ્ય મય સંજોગોમાં હત્યા થતા તાલુકા પોલીસે અનિલ ભરવાડ સહિતના શખ્સોની શોધખોળ શરૂ કરી હતી
પોલીસે જણાવ્યું હતું કે અંકીતની માતા પ્રેમીલા બુટલેગર હોવાનું અને તેની સામે પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે જયારે તેના બીજા પિતા વિશાલના ભુતકાળ વિશે પણ તપાસ શરુ કરાઇ છે. કોઇ અંગત અદાવતમાં આ હત્યા કરાઇ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી હતી.
રાત્રે અંકિત ઘરે ન આવતા પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. પરિવારે અંકિતના મિત્ર વિશાલ ઉર્ફે ઉત્કર્ષ બારોટ પાસેથી અનિલ ભરવાડ નો નંબર મેળવી કોલ કરતા અનિલે અંકિત મારી પાસે નથી અને તેમ કહી તેને ફોન કટ કરી દીધો હતો અને ત્યાર પછી તેનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો અંકિત નો ફોન પણ નવ વાગ્યાથી બંધ હતો.
અનિલે પ્રસંગમાં પહેરવા સોનાની ચેન માંગી હોવાનું અંકિતે કહેતા માતાએ ના પાડી હતી. જેથી અંકિતે જણાવ્યું હતું કે તે ચેન ના બદલામાં ફોર્ચ્યુનર કાર તેને આપવાનો છે. જોકે અંકિત રડવા માડતા માતાએ મન રાખવા બગસરાની નકલી સોના ની ચેન આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..