ભંડારામાં 10 નિર્દોષ બાળકોના કરુણ અંતની કહાની: ઇન્ક્યુબેટરની અંદર દાઝતાં-સળગતાં બાળકો કણસી રહ્યાં હતાં, આગ એટલી ખતરનાક હતી કે ગાર્ડ્સ પણ શ્વાસ નહોતા લઈ શકતા
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાતે આગ લાગવાથી 10 બાળકોનાં મોત થઈ ગયાં છે. આ બાળકો માત્ર 1 દિવસથી 3 મહિનાની ઉંમરનાં જ હતાં અને તેઓ ખૂબ નબળાં હોવાથી તેમને ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. 3 વર્ષ પહેલાં પણ આ જ વોર્ડમાં આગ લાગી હતી, પરંતુ એ પછી પણ સુરક્ષાનાં કોઈ […]