કેશોદની એક જ શાળામાં 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ

ગુજરાત (Gujarat)માં કોરોના વાયરસ મહામારી (Corona virus epidemic)ના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયા બાદ રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી (Student)ઓ માટે શાળા (School) ખોલી દીધી છે. જોકે રાજ્યમાં કેટલાક વાલીઓ હજુ પણ કોરોનાનાં ડરે પોતાના બાળકોને શાળામાં નથી મોકલી રહ્યા ત્યારે જુનાગઢથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ […]

કેનેડામાં રહેતા પૌત્રનો દાદીને લાગણીસભર પત્ર ‘બા, છેલ્લા સમયે તારી જોડે નહીં હોવાનો પસ્તાવો જીવીશ ત્યાં સુધી રહેશે’

દોઢેક વર્ષથી કેનેડામાં રહેતા અંબાસણ ગામના શિક્ષક કનુભાઇ પટેલના 27 વર્ષીય પુત્ર સૌરભને 83 વર્ષીય દાદી સંતોકબાના સ્વધામના સમાચાર મળતાં તેણે બાનાં સંસ્મરણો વાગોળતો લાગણીસભર પત્ર લખ્યો છે. જે વ્હોટ્સએપ, ફેસબુક ગ્રુપમાં મૂકતાં સંખ્યાબંધ લાઇક્સ મળી છે. સંબંધોની મીઠાશ આપતા પત્રના અંશો.. ૐ શાંતિ! બા તારા જવાથી જે ખોટ પડી છે એ કદાચ હું શબ્દોમાં […]

ચીખલીમાં એકજ પરિવારમાં એકસાથે 4 અંતિમયાત્રા નીકળી, લોકો હીબકે ચડ્યા, ઇકો પોઇન્ટમાં બોટ પલટતા 4 સભ્યોના મોત થયા હતા

નવસારી જિલ્લાના ચીખલીમાં આવેલા સોલધરા ઇકો પોઇન્ટમાં કૃત્રિમ તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદના સોની પરિવારના 4 સભ્યોનો પણ સમાવેશ છે. અમદાવાદનો સોની પરિવાર ચીખલી આવ્યો હતો અને સોલધરા ફરવા ગયા હતા એ સમયે આ દુઃખદ ઘટના બની હતી. આજે ચીખલીમાં મૃતક મહિલના પિયરથી ચારેય સભ્યોની અંતિમ યાત્રા […]

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે કાર ચાલકે ટોલકર્મીને લમધારી નાખ્યો, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal Highway) પર આવેલું ભરુડી ટોલનાકું (Bharudi toll gate) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી […]

રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: CAનો અભ્યાસ કરતી યુવતી 6 મહિનાથી એક રૂમમાં બંધ હતી, 8 દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમામાં સરી પડેલી હાલતમાં મળી

રાજકોટના સાથી સેવા ગ્રુપે વધુ એક માનવતાને મહેકાવતું કાર્ય કર્યુ છે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી છે. 25 ઉંમર ધરાવતી આ યુવતીનું નામ અલ્પા અને C.A.નો અભ્યાસ કરતી હતી. પરંતુ છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા […]

સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15 લોકોના મોત, રાત્રે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે

ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 495 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,56,367 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. અને ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ ઘટી રહ્યો છે. એટલે કે હવે કોરોનાનો ખાત્મો બે બાજુથી થઇ રહ્યો છે. આજે કોરોના વાયરસ […]

શું તમે પણ યુરિન રોકી રાખો છો તો થઇ જજો સાવધાન! ભૂલથી પણ ન કરતા યુરિન રોકી રાખવાની ભૂલ, નહીંતર થશે ગંભીર સમસ્યા, જાણો ઇલાજ

ઘણી વખત આપણે ઓફિસમાં કામ કરતા હોઇએ કે ક્યાક બહાર ગયા હોઇએ તો આપણે પેશાબ રોકી રાખીએ છીએ. આ સમસ્યાને હળવાશથી લેવાની ભૂલ ન કરો કારણ કે તે પેશાબના ચેપનું લક્ષણ છે, જો તેની કાળજી નહીં લેવામાં આવે તો ગર્ભાશય-કિડનીમાં ચેપ લાગી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પેશાબમાં ચેપ, જેનો ભોગ બનેલા […]

હોમગાર્ડ જવાન પાસે દંડ લેવા કે વાહન ચેકીંગની કોઈ સત્તા જ નથી, ફક્ત જવાબદાર પોલીસને મદદ જ કરી શકે છે, જાણો નિયમ

અમદાવાદ શહેરમાં પોલીસકર્મીઓ તોડબાજી કરતાં હોવાના કિસ્સા સામે આવતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ બદનામ થયો જ છે પરંતુ હવે હોમગાર્ડ વિભાગ પણ બદનામી તરફ જઈ રહ્યો છે. ગુજરાત હોમગાર્ડના જવાનો લોકોને ખોટી ધમકીઓ આપી અને પૈસાનો તોડ કરતા હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે જાણો કે ખાખી વરદી પહેરેલા હોમગાર્ડ જવાનો પાસે કઈ […]

સુરતમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર વરાછાના હેતલ જેમ્સના પિતા-પુત્ર ઝડપાયા, 11 પેઢીને ચૂનો ચોપડ્યો હોવાનો આક્ષેપ

સુરતના વરાછાની હેતલ જેમ્સના કરોડોના ઉઠમણાં કેસની તપાસ આર્થિક નિવારણ શાખાને સોપી દેવાઈ છે. ચકચારી આ કેસમાં હેતલ જેમ્સના ભાગીદારો પૈકી પોલીસની પ્રાથમિક તપાસમાં જોધાણી જેમ્સના રૂપિયા 5.40 કરોડ ઉપરાંત અન્ય 11 પેઢીના 10.77 કરોડ સલવાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે . મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામના વતની […]