સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં, ડોક્ટરોએ માતાની જેમ સારવાર આપતાં મહિલા દર્દીની આંખમાં આંસુ આવી ગયાં

સુરતમાં પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી માતાની નહીં, અમારી સૌ કોઈની દીકરી છે, ડોક્ટરે માતાની જેમ દર્દીના પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા […]

માનવતાને શર્મસાર કરતી ઘટના: કોરોનાથી 11 વર્ષની દિકરીનું મૃત્યુ થયું, અર્થીને કાંધ આપવાનો લોકોએ ઈન્કાર કરતા દિકરીના મૃતદેહને ખંભા પર સ્મશાન લઈ જવા મજબૂર બન્યા પિતા

જાલંધરમાં માનવતાને શરમાવે તેવી એક મોટી ઘટના સામે આવી છે. એક દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ તો લોકોએ અંતિમ સંસ્કાર માટે કાંધ આપવાનો પણ ઈન્કાર કરી દીધો. મજબૂર પિતા દિકરીના મૃતદેહને ખંભા પર રાખી સ્મશાન લઈ ગયા. જ્યા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 10 મેના રોજ આ ઘટના બની હતી. પણ દિકરીને ખંભા પર લઈ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9061 કેસો નોંધાયા, 95 લોકોના કોરોનાથી મોત, 15,076 દર્દીઓએ કોરોનાને માત આપી

કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી ગઇ છે. આજે સતત બીજા દિવસે રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે આવ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 9061 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના […]

ઉનાળામાં હાર્ટ પ્રોબ્લેમ, કબજિયાત જેવી અનેક તકલીફમાં સુપરફૂડ છે સફેદ ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

ડાયટ એક્સપર્ટનું કહેવું છે કે ગરમીની સીઝમાં સફેદ ડુંગળીનું સેવન આંતરડા માટે અને સાથે અનેક સમસ્યાઓ માટે લાભાદાયી છે. જાણો કયા રોગોમાં ગરમીમાં આપશે રાહત સફેદ ડુંગળીનો ઉપયોગ રોજના ડાયટમાં અનેક લોકો કરે છે. ભારતીય રસોઈમાં પણ ડુંગળી એક સ્ટેપલ ફૂડ છે. જો કે ભઆરતમાં અનેક જગ્યાએ ગુલાબી ડુંગળી મળે છે. પણ સફેદ ડુંગળી હેલ્થ […]

ગંગામાં પાણીનું સ્તર વધી જતાં કિનારે દફન કરવામાં આવેલી 500 લાશો બહાર આવી ગઈ, ચોમાસામાં સર્જાઈ શકે છે મુશ્કેલ સ્થિતિ

ઉત્તરપ્રદેશમાં કાનપુરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ઉન્નાવમાં ગંગા કિનારે ખાડો કરીને દાટી દેવામાં આવેલ ૫૦૦થી વધારે શબ ઉપર આવી જતાં ચકચાર મચી ગઇ છે. અહેવાલો અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હતું. કાંઠા પર દાટવામાં આવેલી લાશો પાણીના દબાણના કારણે બહાર આવી ગઈ હતી. લોકોને જાણ થતાં લોકો ઊમટી પડયાં હતાં […]

મોતના સાચા આંકડા છુપાવતી સરકાર; ગુજરાતમાં 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી માત્ર 4,218નાં મોત નોંધ્યાં

ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 […]

પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ સાથે લફરું હોવાની ખબર પડતાં લફરાંબાજ પત્નીને પતિ જંગલમાં લઈ ગયો, એવી રીતે મર્ડર કર્યું કે પોલીસ પણ સમસમી ગઈ

પત્નીનો ફોન ચેક કરતાં તેનું બીજા કોઈ પુરુષ સાથે લફરું હોવાની ખબર પડતાં એક વ્યક્તિએ કલ્પી ના શકાય તે રીતે પત્નીનું મર્ડર કરી દીધું છે. ગોધરા તાલુકાના એરંડી ગામમાં રહેતા શૈલેષ માલીવાડના લગ્ન મોરવા હડફની સંગીતા બામણીયા સાથે થયા હતા. નવા-નવા પરણેલા આ કપલને કોઈ સંતાન નહોતું. જોકે, સંગીતાના વર્તન પર શંકા જતાં શૈલેષે તેનો […]

વિડિયો સાથે ચેડાં કરનારા ચેતી જજો… CMની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ

મુખ્યમંત્રીની મેકડોનાલ્ડવાળી અસલ સ્પીચ સાથે ચેડા કરી એને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.આર.ખેરે જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો ઓરિજિનલ સ્પીચ સાથે ચેડાં કરીને તેને સોશિયલ મીડિયામાં વહેતી કરાઈ હતી. […]

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર, ‘પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓની હાલત ખરાબ

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ નથી લેતું ત્યારે હોટસ્પોટ બનેલા મહુવા તાલુકામાં એક મહિનામાં અધધ 722 જેટલા કેસો નોંધાવા પામ્યા છે, મહુવા તાલુકાના શેખપુર, બામણિયા, અનાવલ, કોષ અને કરચેલીયા ગામે 30 દિવસમાં 107 લોકોના મોત થવા પામ્યા છે, વાત કરીએ શેખપુર ગામની તો હસતા ખીલતા આ ગામ નો માહોલ આજે માતમમાં ફેરવાઈ જવા પામ્યો […]

સુરતમાં કોરોના સામે લડતી માતાએ બાળકને જન્મ આપ્યો તેના 4 કલાકમાં જ મોત નીપજ્યું, માતા તેના બાળકનું મોઢું પણ ન જોઈ શકી

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ કોરોના એક જ પરિવારના ત્રણથી ચાર સભ્યોને છીનવી લીધા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં […]