જામનગર- ખંભાળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: કૂતરું આડું ઉતરતા કાર પલટી જતાં બે સગા ભાઈઓના મોત, આઠ દિવસ પહેલા જ એક ભાઈના ઘરે થયો હતો પુત્રનો જન્મ

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના પડાણા પાટિયા પાસે કાલે બપોરે કાર આડે કૂતરું ઉતરતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું જાણવા મળ્યું […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 24 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 74 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 74 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત […]

અમદાવાદમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો: મહિલાનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું, જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જતો રોમિયો અને ઈશારા કરતો.

અમદાવાદ શહેરમાં છેડતી અને દુષ્કર્મના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સ્ત્રી સુરક્ષાની વાતો વચ્ચે કેટલાક નરાધમો હજુ પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે અમદાવાદ શેહરમાં વધુ એક છેડતીનો બનાવ વેજલપુર વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયો છે. કચરો ફેંકવા માટે આવેલી મહિલાની બે લોકોએ છેડતી કરી હતી અને આ મામલે સમજાવવા જતા મહિલાના પતિ સાથે […]

આને કહેવાય સાદગી! દીકરો છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, છતાં પણ બીજાના ખેતરમાં પરસેવો પાડીને ગુજરાન ચલાવે છે માતા-પિતા.

કોનૂર- 59 વર્ષીય એલ વરુદમ્મલ આકરા તડકામાં ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમણે લાલ સાડી પહેરી છે, સફેદ શર્ટ પહેર્યો છે અને માથા પર લાલ ગમછો લપેટ્યો છે. વરુદમ્મલ ગામમાં રહેનાર અન્ય સામાન્ય મહિલાઓ જેવા જ દેખાય છે. પાસેના એક ખેતરમાં 68 વર્ષીય લોગનાથન જમીનને સમતલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખેતરમાં મજૂરી કરી રહેલા […]

આખું ગામ જ ઓફિસરોનું! એક એવું ગામ કે જ્યાં લગભગ દરેક ઘરમાંથી કોઈને કોઈ અધિકારી છે. જાણો આ ગામ વિશે..

દેશની સૌથી અઘરી પરીક્ષા પૈકીની એક છે UPSCની પરીક્ષા. દર વર્ષે 1000થી ઓછી સીટ માટે લગભગ 10 લાખ જેટલા ઉમેદવારો અરજી કરે છે અને શ્રેષ્ઠ ઉમેદવાર પસંદગી પામે છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વિદ્યાર્થીઓમાં UPSC પરીક્ષાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં એક એવું પણ ગામ છે કે જ્યાં લગભગ દરેક ઘરમાંથી કોઈને […]

અમદાવાદમાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના આવી સામે, સ્કૂલમાં પોલીસ બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મચારીએ શિક્ષિકાની છાતી પર હાથ નાંખ્યો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મચારીએ જ ગંભીર ગુનો આચરી દીધો છે. ફરજ પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ રહેલ શિક્ષિકાની છેડતી કરી અને પોલીસ જ આરોપી બની ગઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ફરી […]

લ્યો બોલો, PMએ ઉદ્ધાટન કર્યાના 24 કલાકમાં જ સિલિંગ પડી ગઈ, મુખ્ય અધિક્ષકે કર્યો લુલો બચાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.15 જુલાઈના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે રૂ.1583 કરોડની 284 નાની મોટી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પૈકી એક વારણસીમાં BHUમાં રૂ.45 કરોડના ખર્ચે તૈયાર થયેલા MCH વિંગમાં આવેલા માતૃ-શિશુ કેન્દ્રનું ઉદ્ધાઘટ કર્યું હતું. આ ઉદ્ધાટન થયાના 24 કલાકમાં જ MCH વિંગના એક ભાગમાં ફિલ્સ સિલિંગ પડી ગઈ. લેટેસ્ટ […]

5 વર્ષીય દીકરીનો જીવ બચાવવા માતાએ દીપડા સામે બાથ ભીડી, માતાની બહાદૂરી સામે ખૂંખાર દીપડો પણ ઉભી પૂછડીયે ભાગ્યો

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. એક માતા તેની પાંચ વર્ષની પુત્રીને બચાવવા માટે દિપડા સાથે લડી પડી હતી. આ બહાદુર માતાએ દીપડાના જડબામાં દબાયેલી નિર્દોષ પુત્રીને બચાવવા લાકડી વડે પ્રહાર કર્યો હતો. ખૂંખાર દિપડાએ પણ માતાના પ્રેમની આગળ હાર માની લીધી હતી અને બાળકને છોડીને ભાગી ગયો. લેટેસ્ટ ન્યૂઝ […]

મોરબીના યુવાને લાઇવ વીડિયો બનાવી જીવન ટુંકાવ્યું, ‘મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનો ને..? તારા મા-બાપે મને બહુ હેરાન કર્યો હવે હું મરી જાવ છુ’ યુવાનના છેલ્લા શબ્દો

મોરબીમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને છોડી પત્ની તેના માતાપિતા સાથે ચાલી ગયા બાદ કોર્ટ કેસ થતા યુવાને સોશિયલ મીડિયા ઉપર લાઈવ થયા બાદની ગણતરીની ઘડીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જિંદગીની અંતિમ ઘડીએ ફેસબુક સહિતના સોશિયલ મીડિયા મારફતે મૃતક યુવાને યુવતીને સંબોધીને ‘મે તને પ્રેમ કર્યો એ જ મારો ગુનેને…? તારા મા-બાપે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 33 કેસો નોંધાયા, એક દર્દીનું મોત થયુ, 71 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 33 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.72 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 71 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે અમદાવાદ શહેરમાંમાં કોરોનાથી એક દર્દીનું […]