Browsing category

સમાચાર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મીએ 1000નો દંડ ભરવાનું કહેતા યુવતી ચંપલ કાઢીને મારવા દોડી

ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે નિયમ ભંગ કરવા બદલ દંડને લઈ હુસાતુંસીના બનાવો દરરોજ બનતા હોય છે. લાલદરવાજા વિસ્તારમાં એક ટ્રાફિક પોલીસ સાથે ખરાબ વર્તનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીને દંડ ભરવાનું કહેતા તેણે ટ્રાફિક પોલીસકર્મીને ચંપલ કાઢી મારવા દોડી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં […]

જે 12 વર્ષનો બાળક 12 મહિના જમીન પર પગ નહીં મૂકી શકે તેવું નિદાન થયું હતું તેને ડૉક્ટરે 30 દિવસમાં ચાલતો કર્યો

અમદાવાદના મિશન હેલ્થ ન્યૂરો ફિઝિયોથેરાપી સેન્ટરના ડોક્ટરોની ટીમે રોબોટિક્સ એડવાન્સ ન્યૂરો ટેક્નોલોજી, ફંકશનલ ઇલેક્ટ્રિકલ સિમ્યુલેશન સારવારથી રાજસ્થાનના જોધપુરના 12 વર્ષનાં બાળકને માત્ર 30 દિવસમાં ચાલતો કર્યો છે. જોધપુરના ડોકટરે જણાવ્યું હતું કે, ગુલિયન બારી સિન્ડ્રોમ બિમારીને લીધે બાળક 12 મહિના સુધી ચાલી જ નહીં શકે. રોજ સવાર-સાંજ 4-4 કલાક અત્યાધુનિક સારવાર આપી મિશન હેલ્થ ન્યૂરો […]

કેનેડામાં કાર અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓના મોત, સમગ્ર પરિવારમાં માતમ છવાયો

જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતે રહેતો યુવાન એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા કેનેડા ગયો હતો. જ્યાં હાલમાં તેને રજા હોઇ તેના અન્ય ત્રણ મિત્રો સાથે તે ફરવા માટે ગયો હતો. દરમિયાનમાં કેનેડાના મોંક્ટન પાસે તેમની કારને અકસ્માત નડતાં જંબુસરના યુવાનનું મોત નીપજ્યું હતું. ઉપરાંત તેની સાથેના બે મિત્રો પણ મોતને ભેંટ્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જેમાં તેની […]

આને કોઇ નિયમ લાગુ પડે નહીં? નંબર પ્લેટ વગર, ત્રિપલસવારી અને HSRP નંબર પ્લેટ વગરની બાઇક પર ઘૂમતા પોલીસના ફોટા વાઇરલ

નિયમો શિખડાવનાર પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે. રાજકોટમાં નિયમોનો ભંગ કરનાર બાઇક સાથે નીકળનાર પોલીસના ફોટા વાઇરલ થયા છે. જેમાં નંબર પ્લેટ વગર એક પોલીસ મેન બાઇક ચલાવી રહ્યો છે. બીજા એક ફોટામાં પોલીસ ત્રિપલ સવારી બાઇક લઇને પસાર થાય છે. તો અન્ય એક ફોટામાં HSRP નંબર પ્લેટ વગર બાઇક પોલીસ બિન્દાસ ફેરવી […]

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે જ રાજકોટમાં સાત કલાકમાં 7 ઇંચ વરસાદ

રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને લઇને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રે 1 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં મોડીરાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના સાત વાગ્યા સુધી સત્તાવાર રીતે કરવામાં આવેલી […]

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને અપાશે 1 લાખના બોન્ડ, 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ બચ્યા

સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ અપાશે. આ પહેલાં અત્યાર સુધીમાં 796 બાળકીઓને 7.96 કરોડ અપાઈ ચૂક્યા છે. હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણીએ જણાવ્યું હતું કે, ‘બેટી […]

સુરતમાં આવેલા ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને કંપની નુકસાન કરતી હોવાનું કહીને છૂટા કરી દેવાયા

સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી. કંપનીના નુકસાનનો હવાલો અપાયો વિજય નામના […]

બે કલાકમાં બની જશે માટીના ગણેશ, આ રીતે બનાવી શકાય માટીના ગણેશ, જાણો વિગતે

ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભકતો ભકિતભાવથી પૂજા અર્ચન કરે છે અને આ જ ગણેશને લાત મારીને વિસર્જિત કરતા જોઈને રાજકોટના આર્ટ ટીચર છેલ્લા 5 વરસથી માટીના ગણેશ બેસાડે છે. એટલુ જ નહિ બીજા લોકો પણ માટીના ગણેશ બેસાડે તે માટે હવે વર્કશોપ કરે છે. લાખો રૂપિયાના ખર્ચે પીઓપીના ગણેશ બેસાડયા બાદ તેને વિસર્જીત કરવાથી પર્યાવરણને […]

સામાન્ય લાગતા લક્ષણો ગંભીર બીમારીના સંકેત હોય શકે છે, લાંબા સમય સુધી માથાનો દુખાવો, કફ મોટી બીમારીના સંકેત હોઈ શકે છે

અચાનક તાવ, માથાનો દુખાવો અને બેચેની જેવી સમસ્યાઓની અવગણના ના કરવી જોઈએ. ઘણી વખત સામાન્ય લાગતા આ લક્ષણો મોટી બીમારીઓનો સંકેત આપતા હોય છે. શરીરમાં આવતા નાના-મોટા ફેરફારો અને તકલીફોની મોટેભાગે લોકો અવગણના કરતા હોય છે. ઘણી વખત આવી સમસ્યાઓનો લોકો ઘરેલુ ઉપચાર જ કરી લેતા હોય છે પરંતુ સામાન્ય દેખાતા આ લક્ષણો ગંભીર બીમારીનું […]

પાદરામાં ગણપતિની શોભાયાત્રામાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત, જૂઓ વિડીયો

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં યુવાન ટેમ્પા પર ઉભેલા યુવાનને ધ્વજ પાસેથી વીજ તાર હટાવવાનું કહે છે. આ સમયે ધ્વજ વીજ તારને […]