Browsing category

સમાચાર

આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો – સૌથી સારા ગણેશ સ્થાપના માટેના શુભ મુહૂર્ત

ભાદરવા માસની સુદ પક્ષની ચોથ ને ગણેશચતુર્થી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટૃના જણાવ્યાનુસાર ગણેશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારીત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેનું જ્યોતિષ શાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે. કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની સ્તુતિ વંદના પ્રથમ કરવામાં આવે છે. […]

અમદાવાદ ટ્રાફિક પોલીસના બે ચહેરા, એક ટ્રાફિક નિયમનો ભંગ કરાવે છે, તો બીજો 1000 રૂપિયાનો મેમો ફટકારે છે

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના અનેક કિસ્સાઓ સામે આવે છે. ટ્રાફિક નિયમનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો દંડ પણ વસૂલાતો હોય છે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ ન લગાવવા પર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર અલગ-અલગ દંડની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ ગઇકાલની એક ઘટના બાદ લાગે છે કે, શહેર ટ્રાફિક પોલીસ […]

વિશ્વનાં 100 સૌથી મહાન સ્થળોની ટાઇમની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ

ગુજરાતમાં સરદાર સરોવર ખાતે સરદાર સાહેબની 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા બનાવી વિશ્વમાં ગુજરાત અને ભારતને એક અનોખું સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ ટાઇમ મેગેઝીને વર્ષ 2019ના વિશ્વના 100 સૌથી મહાન સ્થળોની યાદીમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો સમાવેશ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્વના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળમાં સામેલ થયો એ બદલ આનંદ […]

શાલિજા ધામી ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા બની.

દેશની દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે.સેનામાં છોકરીઓ દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર થઈ રહી છે. ભારતીય વાયુ સેનાની વિંગ કમાન્ડર શાલિઝા ધામીએ ફ્લાઈંગ યૂનિટની ફ્લાઈટ કમાન્ડર બનનારી દેશની પ્રથમ મહિલા અધિકારી છે. મંગળવારેધામીએ હિંડન એરબેઝમાં ચેતક હેલિકોપ્ટર યૂનિટની ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું હતું. પંજાબના લુધિયાણામાં ધાણીનો ઉછેર થયો છે અને તે […]

108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને 12 વર્ષ પૂર્ણ, 1 કરોડની જિંદગી બચાવી, 35 લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી, 13 લાખને માર્ગ અકસ્માતમાં બચાવ્યા

ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108ને હવે 12 વર્ષ પૂર્ણ થયા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા 12 વર્ષમાં 35 લાખથી વધુ પ્રસુતિ કરવામાં આવી છે. જ્યારે 13 લાખ માર્ગ અકસ્માત સંબંધિત સેવાઓ પુરી પાડે છે. ઉપરાંત 1 કરોડ મેડિકલ ઈમરજન્સી સેવાઓને પ્રતિસાદ આપ્યો છે. 53 જેટલી એમ્બયુલન્સ સેવાથી […]

ફૂટપાથ પર બાળપણ વીત્યું તે ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા પ્રોફેસર શ્રમજીવી પરિવારના 20 બાળકોને ભણાવે છે

આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર છેલ્લાં 3 મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 15થી 20 શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્ત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે. વિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર […]

ટૂંક સમયમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિત અન્ય જગ્યાઓ પર ચા મળશે માટીની કુલડીમાં, જાણો વિગતે

દેશમાં ટૂંક સમયમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન અને મોલ્સમાં તમને ચા માટીની કુલડીમાં મળી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના મિનિસ્ટર નીતિન ગડકરીએ આ મામલે રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખ્યો છે. ગડકરીએ પત્રમાં લખ્યું છે કે 100 સ્ટેશન પર કુલડીને અનિવાર્ય કરવામાં આવે. હાલ વારાણસી અને રાયબરેલીના અમુક રેલવે સ્ટેશન પર આ પ્રયોગ […]

પ્લાસ્ટિક વેસ્ટનો સદ્ઉપયોગ, રાજકોટમાં આવાસ યોજનામાં પ્લાસ્ટિકના પેવિંગ બ્લોકનો ઉપયોગ, ભવિષ્યમાં રોડ બનાવી શકાશે

પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકનાપેવિંગ બ્લોક ફિટ કર્યા છે. આ પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક સિમેન્ટના બ્લોકથી વધુ મજબૂત છે અને કિંમતમાં પણ 30 ટકા સસ્તા છે. બ્લોક બનાવવા માટે એક ચોરસ ફૂટ બ્લોકમાં 2.70 કિલોપ્લાસ્ટિક સહિતના વેસ્ટ મટિરિયલનો ઉપયોગ થાય છે. […]

પોલીસે માનવતાની અનોખી મિશાલ રજૂ કરી, એમ્બ્યુલન્સ ના પહોંચી શકી તો પોલીસકર્મીઓ વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીને 3 કિમી ચાલ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે. ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો. પૂરમાં ફસાયેલા ગામમાં આ મહિલાને તત્કાળ જ દવાખાને દાખલ કરવાં […]

વડોદરામાં પાણીપૂરી ખાધા બાદ યુવતીના મગજમાં કૃમિના ઈંડા અને ગાંઠ થઈ ગઈ, ખભા-કોણીમાં પણ ગાંઠો થઈ

વડોદરામાં પાણીપૂરી સાથેના શાક-પાણીમાં ટિનિયાસોલિયમ કૃમિ ભળ્યાથી ન્યૂરોસિસ્ટી સર્કોસિસથી પિડાતા દર્દીની સારવાર શહેરના ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલિયાએ કરી. દર્દી તેમની પાસે આવી ત્યારનાં લક્ષણોથી માંડીને તેના ઇલાજ અને સંપૂર્ણ સાજા થયા સુધીની વાત તબીબના જ શબ્દોમાં.. સોનોગ્રાફીમાં આવી ગાંઠો પેશન્ટ મારી પાસે આવ્યું ત્યારે તેનો ઇલાજ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યો હતો. તેણે ત્યારથી […]