Browsing category

સમાચાર

સુરતમાં અરેરાટી ફેલાઈ તેવો અકસ્માત, યુવકનું માથું છૂંદાઈને બાજુની સીટમાં પડી ગયું, પત્નીને 5 મિનિટ પહેલાં ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું હતું

સુરતમાં સોમવારની રાત્રે સચિન ઓવરબ્રિજ પર જતી એક કાર લોખંડના એંગલ ભરેલાં ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, યુવકનું માથું લોખંડની એંગલમાં ચુંદાઈને બાજુની સીટ ઉપર પડી ગયું હતું. તો કારની ઉપરનું પતરું 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. અકસ્માતની 5 મિનિટ પહેલાં જ યુવકે પત્નીને ફોન કરીને કહ્યું હતું કે, […]

પ્રજાને પડ્યો બેવડો મારઃ ટ્રાફિક નિયમનો દંડ પણ ભરો, ડબલ ભાવે હેલમેટ ખરીદો

ટ્રાફિકના નવા નિયમોને પગલે હેલમેટના વેપારી અને PUC કાઢનારાને બખ્ખા પડી ગયા છે. ડબલ ભાવે વેચાઈ રહેલા હેલમેટની ગુણવત્તા વીશે પણ પ્રશ્ન છે. તંત્રએ એ માટે કોઈ તકેદારી લીધી નથી. PUC કઢાવવા મામલે પણ ઘાલમેલ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વાહનચાલકોને કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવી. સરકારે પ્રજાને દંડના બદલામાં હેલમેટ આપવા જોઈએ […]

લાઇસન્સ રિન્યૂ કરવા માટેની મુદ્દત પાંચ વર્ષના બદલે એક વર્ષ કરી દેતાં લાખો લોકોએ ફરી લાઇસન્સ કઢાવવાં પડશે

કેન્દ્ર સરકારે મુદ્દત વિતી ગઇ હોય તેવા વાહન લાઇસન્સ રિન્યૂ કરાવવા માટેની પાંચ વર્ષની મર્યાદા ઘટાડી રાતો રાત એક વર્ષ કરી દેતા અમદાવાદમાં પાંચ લાખ લાઇસન્સ ધારકોને હવે નવેસરથી કાચા અને પાકા લાયસન્સ કઢાવવા પડશે. સમગ્ર રાજ્યમાં આવા પચાસ લાખ લોકોને તેની અસર થઈ છે. આ માટે પાંચ હજાર સુધીનો ખર્ચ તેમને ભોગવવો પડશે. એચએસઆરપીમાં […]

PM મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં PSIએ આપઘાત કરતાં બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી એલઆઈબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં એન.સી. ફીનવીયાએ લમણે રિવોલ્વર ચલાવી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના વતની ફીનવીયા વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં સી-101 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતાં. બાદમાં નવસારી ખાતે નોકરી ટ્રાન્સફર થતાં તેઓ પરિવાર સાથે ત્યાં રહેતા […]

‘વોટર હેલ્પલાઇન’ એપ શરૂ, હવે મતદાર યાદીમાં નામની નોંધણી, સુધારા થઈ શકશે ઘરેબેઠાં જ

હવે ‘વોટર હેલ્પલાઇન’ એપ પરથી મતદાર યાદીમાં નામ નોંધણી અને સુધારો ઘરેબેઠાં થઇ શકશે. નાગરિકોને મામલતદાર કચેરી સુધી જવાની જરૂર નથી. આ એપ એન્ડ્રોઇડ અને IOS બંને પ્રકારના મોબાઇલને સપોર્ટ કરતા હોવાથી લોકોને સરળતા રહેશે. અત્યાર સુધી મતદાર યાદીની વિગતોમાં સુધારો અથવા નવા મતદાર તરીકે નોંધણી માટે સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી પર જવું પડતું […]

50 હજારનું બિલ જોઇને પંચાયત જાતે જ વીજળી ઉત્પન્ન કરવા લાગી, હવે તેને વેચીને કમાય છે 19 લાખ, દિવસે સૌર અને રાત્રે પવન ઉર્જાથી વીજળી મેળવે છે

કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ પંચાયત પોતાની જરૂરિયાતની વીજળી જાતે ઉત્પન્ન કરવા ઉપરાંત તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચે […]

તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહી આ રીતે ચેક કરીને જાણો અને ઓનલાઇન ભરો

મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી ચલણના ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં પેનલ્ટી ભરવી પડી રહી છે. દંડ વધ્યા પછી લોકો વધારે સજાગ થઇ રહ્યા છે. જોકે ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ જારી કરવામાં આવી છે. જો તમે પણ ક્યારેય જાણ્યા-અજાણ્યામાં […]

અમે નિયમો માનવા, દંડ ભરવા તૈયાર, પણ હવે તમે તો તમારી જવાબદારી નિભાવો

મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી દંડની રકમ વધારી ટ્રાફિકના નિયમન અને અકસ્માતમાં ઘટાડો કરવા માટે આ પગલું આવકારદાયક છે. નાગરિકો નિયમ ભંગ કરે તો તેમના ખિસ્સામાંથી જંગી દંડ વસૂલવાની તૈયારી કરાઈ છે. પણ શહેરમાં નાગરિકોને પડતી અગવડો સામે અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેમની પાસેથી પણ દંડ વસૂલાવો જોઈએ. સિગ્નલ: બંધ થાય કે ખોટકાય […]

કિશોરભાઇ વેકરીયાનું ઉમદા કાર્ય, રાજકોટનાં વેપારી ગામડેથી આવતા લોકોને દંડથી બચાવવા ફ્રીમાં હેલ્મેટ પહેરવા આપે છે

રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં પોતાની દુકાન ધરાવતા કિશોરભાઇ વેકરીયા જેઓ ટ્રાફિકના નિયમોનું લોકોને અનોખી રીતે પાલન કરાવીને મદદ કરી રહ્યા છે. કિશોરભાઇ પોતાની દુકાનમાં હેલ્મેટ રાખે છે અને આ હેલ્મેટ ડિપોઝીટ લઇને સામાન્ય માણસને પહેરવા માટે આપે છે. ભાવનગર હાઇવે પરના ગામોના લોકોને શહેરમાં કોઇ કામથી આવવું હોય અને હેલ્મેટ ન હોય તો કિશોરભાઇ […]

હોસ્પિટલ જઇ રહેલા શીખ દંપતિએ રોંગ સાઇડમાં જતા ટ્રાફિક પોલીસે રોક્યા, પછી દંપતિએ દવાખાનામાં ચૂકવવાના 1500 રૂપિયા દંડ પેટે આપવા પડ્યા પોલીસને

વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે રોંગ સાઇડ શીખ દંપતિ રોંગ સાઇડ નીકળતા ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. અને રોંગ સાઇડનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિએ હોસ્પિટલમાં જવાનું કારણ દર્શાવ્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવા માટે મજબૂર કર્યાં હતા. વાહન ચાલક સરદારજીએ પોતાની પાસે પૈસા ન હોવાની […]