PM મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં PSIએ આપઘાત કરતાં બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી એલઆઈબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં એન.સી. ફીનવીયાએ લમણે રિવોલ્વર ચલાવી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના વતની ફીનવીયા વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં સી-101 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતાં. બાદમાં નવસારી ખાતે નોકરી ટ્રાન્સફર થતાં તેઓ પરિવાર સાથે ત્યાં રહેતા હતાં.

બે ભાઈઓમાં નિલેશ નાના હતા

વર્ષ 2013માં પીએસઆઈ તરીકે નિલેશ છગનભાઈ ફીનવીયા પોલીસ બેડામાં જોડાયા હતાં. જો કે, તેમને બે વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતાં. છેલ્લે સસ્પેન્ડ કરાયા બાદ ફરી તેઓ 10 દિવસ અગાઉ જ ફરજ પર હાજર થયા હતાં. બે ભાઈઓમાં નાના નિલેશ ફીનવીયા બે સંતાનો અને પત્ની સાથે નવસારી રહેતા હતાં. આ દરમિયાન તેમને કેવડીયા-નર્મદા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં બંદોબસ્ત ખાતે મુકવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે સાથી પીએસઆઈની રિવોલ્વરથી ફોટા પાડવા માંગીને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.નિલેશભાઈના મોતના કારણે બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

એક ભાઈ હીરામાં છે

આપઘાત કરી લેનાર મૃતક નિલેશના પિતા છગનભાઈ અમરેલી જિલ્લાના કાના તળાવના વતની હતાં. છગનભાઈ વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા હતાં. છગનભાઈનો મોટો દીકરો હીરામાં અને નાનો નિલેશ પોલીસમાં જોડાયો હતો. નિલેશના મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ તેમણે આમ અચાનક શા માટે આપઘાત કરી લીધો તે અંગે કશું કહી શકાય તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો