તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહી આ રીતે ચેક કરીને જાણો અને ઓનલાઇન ભરો

મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા પછી ચલણના ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને મોટી સંખ્યામાં પેનલ્ટી ભરવી પડી રહી છે. દંડ વધ્યા પછી લોકો વધારે સજાગ થઇ રહ્યા છે.

જોકે ઘણી વખત લોકો ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરી જાય છે, એવામાં તેમની ગાડી નંબર પર ચલણ જારી કરવામાં આવી છે. જો તમે પણ ક્યારેય જાણ્યા-અજાણ્યામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય, જેના પર તમારી ગાડી પર ચલણ ફાટ્યુ હોય પરંતુ તેમને ના ખબર હોય, તો તમારી ડરવાની જરૂર નથી. ચલણ થયું છે કે નહી, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

આ વેબસાઇટ પર જાઓ

– સૌથી પહેલા તમારે echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.

– આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.

– અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.

– વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

ઑનલાઇન કરી શકાશે પેમેન્ટ:

જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો