Browsing category

સમાચાર

જો પીયુસી સેન્ટર વાળા વધારે પૈસા માંગે તો અહીં ઓનલાઇન કરો ફરિયાદ

રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદ PUC કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળે છે. અમુક કેન્દ્રો રાત્રે પણ પોતાની સેવા આપી રહ્યા છે. બીજી તરફ એવી પણ ફરિયાદો ઉઠવા પામી છે કે PUC કેન્દ્રો પર વાહનચાહલો પાસેથી નિયત કરતા વધારે રકમ લેવામાં આવી રહી છે. PUC કેન્દ્ર ધારકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ઉઘાડી […]

ખુશ ખબર: હવે ભારતીયો યૂકેમાં અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધી કામધંધા માટે રહી શકશે, પહેલા મુદત ચાર મહિના હતી

2012માં તત્કાલિન યુકેના હોમ સેક્રેટરી થેરેસા મેએ એક નીતિમાં બદલાવ કર્યો હતો. યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કર્યા બાદ યૂકેમાં કામધંધા માટે 2 વર્ષ સુધી રહી શકતા હતાં. થેરેસાએ તેમાં બદલાવ કરીને આ સમયગાળો ચાર મહિનાનો કરી નાખ્યો હતો. આ નિર્ણય બાદ અહીંની યુનિર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો […]

અમદાવાદના જીગર પટેલે કેનેડાની સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીતશે તો કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલા ગુજરાતી બનશે

વિદેશોમાં પણ ગુજરાતીઓને દિવસેને દિવસે દબદબો વધી રહ્યો છે. ત્યારે કેનેડાની ચૂંટણીમાં પ્રથમ વખત કોઇ ગુજરાતી ઉમેદવાર ઉભો રહેવા જઇ રહ્યો છે. કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે. તમને જણાવીએ કે, ઓક્ટોબરમાં વિધાનસભાની 4 બેઠકોની પેટાચૂંટણી થવાની છે. પરંતુ આ […]

રામ રાખે તેને કોણ ચાખે! પુલ ઉપરથી કન્ટેનર કાર પર પડ્યું, પણ થયો એવો ચમત્કાર કે કારમાં સવાર તમામ લોકોનો થયો આબાદ બચાવ

આપણે ત્યાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. મોત સામે આવીને ઉભું હોય તો પણ જ્યારે માણસને એક ઊની આંચ ન આવે ત્યારે આપણે આ કહેવત કહેતાં હોઈએ છીએ. ત્યારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો બન્યો છે. હાઈવે ઉપર પુલ ઉપરથી એક કન્ટેનર કાર પર પડ્યું હતું. પણ ચમત્કાર […]

આ ગામમાં નથી એક પણ સફાઇ કર્મચારી છતાં પણ ક્યાંય કચરો દેખાતો નથી, લોક ફાળાથી અદ્યતન હોસ્પિટલ પણ ચાલે છે, મળ્યા બબ્બે રાષ્ટ્રીય એવોર્ડ

ઇડર તાલુકાના જેઠીપુરા ગામને 2017-18 દરમ્યાન અલગ અલગ માનાંકોમાં અમલવારી પણ થતી હોવાથી દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર અને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર 2019 માટે નવાજવામાં આવનાર છે નાનાજી દેશમુખ એવોર્ડ મેળવનાર જેઠીપુરા ગ્રામ પંચાયત સમગ્ર રાજ્યમાં એકમાત્ર ગ્રામ પંચાયત છે બંને પુરસ્કારથી રૂ. 21 લાખ મળતાં પંચાયતને વધુ કામો કરવા […]

શબવાહિની નહીં મળતા પત્નીના શબને ટ્રોલી પર રાખીને 45 કિમી ચાલ્યો ખેડૂત પતિ, આ દ્રશ્ય જોઈને લોકોની આંખો ભીની થઈ

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શબવાહિની નહીં મળવાના કારણે એક શખ્સ તેની પત્નીના શબને લઈને 45 કિલોમીટર ચાલ્યો. કારણકે, હોસ્પિટલ પર એવો આરોપ છે કે આ મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારને શબવાહિની મળી શકી નહીં. જાણકારી અનુસાર, પ્રયાગરાજના શંકરગઢ વિસ્તારમાં રહેતા કલ્લુ નામના વ્યક્તિએ તેની પત્નીને પાંચ દિવસ પહેલા શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની પત્નીને […]

વિદ્યુત વિભાગના એન્જિનિયરને પીયુસી ના હોવાથી ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, નારાજ થયેલા અધિકારીએ પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું

ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક જૂનિયર એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો. રોષે ભરાયેલા જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. જેના કારણે પોલીસને કલાકો સુધી વીજળી વિના રહેવું પડ્યું. સાથે જ પોલીસ સ્ટેશનનું કામકાજ પણ અટકી પડ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેરઠના મેડિકલ પોલીસ […]

બનાસકાંઠાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 સગા ભાઈના મોત

આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકામથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ […]

અવનવો વિરોધ: દંડ નહીં ભરવા માટે યુવકે મંદીને ગણાવી જવાબદાર, પોતાના વાહનની હેડલાઇટ પર લગાવ્યું સ્ટીકર

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા હતા તેના માટે આગામી સમયમાં 1000 રૂપિયા દંડ ચૂકવવાનો વારો આવશે. વાહન ચાલકોની […]

જ્યોતિષીઓ પાસે જનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, તમારા ભાઇ પર કોઈએ વિધિ કરી છે કહીને દોઢ લાખ પડાવી લીધા

તમારા ભાઈ પર કોઈએ વિધી કરી બકરાની કલેજી ખવડાવી દીધી હોય તે બીમાર રહે છે, તેમ કહી બીલીમોરાના પરિવાર પાસે સુરતના જ્યોતિષિઓએ દોઢ લાખ પડાવી લીધા હતા. મળતી માહિતિ મુજબ ધમડાછા ખાતે પરણેલી પન્નાબેન જતીનભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના માતા વાસંતીબેન અને પિતા મોહનભાઇ રણછોડજી પટેલ ભાઠા ગામના રાંભલ વડ ફળીયા […]