Browsing category

સમાચાર

આ મહિલાઓએ સમાજમાં બેસાડ્યો દાખલો, વહુએ ઊંચકી સાસુની અર્થી, દીકરીએ આપ્યો અગ્નિદાહ અને તેરમાએ થશે વૃક્ષારોપણ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરંપરાને તોડવા માટે મહિલાઓ સામે આવી છે. બરિયાસનપુર ગામમાં 80 વર્ષની રજ્જી દેવીનું નિધન થઈ ગયું હતું. આ પ્રસંગે વહુ અને પરિવારની મહિલાઓએ તેમની અર્થીને ઊંચકી હતી. તેમને મુખાગ્નિ પણ મોટી દીકરીએ આપ્યો હતો. આ સાથે જ તેમણે ખોટા ખર્ચ રોકવા માટે તેરમાનો કાર્યક્રમ ન રાખવાની પણ જાહેરાત કરી હતી. તેરમાના દિવસે […]

ખુદ પોલીસકર્મીએ જ આપી ટીપ્સ! કેવી રીતે હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે, જુઓ વીડિયો

એક બાજુ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100 રૂપિયામાં છોડાવી શકે છે. ભારે દંડથી બચવા માટે ટિપ્સ આપી રહેલા પોલીસકર્મી સુનિલ સંઘૂનો […]

ભાડે રહેતા લોકો હવે સરળતાથી આધાર કાર્ડમાં પોતાનું અડ્રેસ બદલી શકશે, UIDAIએ કર્યા નિયમોમાં ફેરફાર, જાણો વિગતે

કોઈ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં કાયમી સરનામું આપવું એ ભાડા પર રહેતા લોકો માટે સૌથી મુશ્કેલ કામ હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ભાડા પર રહેતા લોકો માટે સરનામાંને અપડેટ કરવા એક નવી પ્રક્રિયા જણાવી છે. આ પ્રક્રિયામાં તમે રેન્ટ અગ્રીમેન્ટનો ઉપયોગ કરીને આધારમાં તમારું સરનામું બદલી શકશો. આ અગ્રીમેન્ટ પર તમારું નામ લખેલું હોવું […]

21થી 22 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ચોમાસું જતાં જતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરશે.

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 20 થી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અને 21 અને 22 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે […]

ખરાબ ડીએનએને કારણે થતી બીમારીઓને આપણા દાળ-ભાત માત આપી શકે છે, વિદેશી ખોરાક બીમારી વધારે છે: સંશોધન

જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ એવા ડીએનએમાં ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ મહત્વનો છે કે જે બીમારી પેદા કરી શકે છે અને તેના પર લગામ પણ મૂકી શકે […]

PGVCLનું લૂંટ કનેક્શન, લેટબિલના દંડની કોઈ જોગવાઈ નથી છતાં મોડું બિલ ભરનાર પાસેથી રિ-કનેક્શન ચાર્જ પેટે પૈસા ખંખેરી લેવાય છે

રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં વીજબિલ મોડું ભરવા પર 100 રૂપિયાનો દંડ ભરવાનો ભોગ અનેક વીજગ્રાહકો બન્યા હશે. ખરેખર મોડું બિલ ભરવા બદલ દંડ ફટકારવાની કોઈ જોગવાઈ જ નથી. પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના મોટાભાગના સબ ડિવિઝનોમાં મોડું બિલ ભરનાર વીજગ્રાહકો પાસેથી 100 રૂપિયા દંડ અને 18 GST મળીને કુલ 118 રૂપિયાના ઉઘરાણા કરી વીજકંપનીએ આખા સૌરાષ્ટ્રમાં […]

પુત્રોના મારથી ડરી ગયેલા માજી વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા, Dysp મંજીતાએ લીધા દત્તક, દીકરી તરીકે જવાબદારી ઉઠાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો. વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ કરી હતી […]

મહિને 1500 કમાનાર મહારાષ્ટ્રના અમરાવતીની બબિતાએ ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા જીત્યા, કહ્યું, મધ્યાહન ભોજનનું કામ તો નહીં જ છોડું

મહારાષ્ટ્રના અમરાવતીની બબિતા સુભાષ તાડેએ ‘કૌન બનેગા કરોડપતિ 11’માં એક કરોડ રૂપિયા જીત્યા છે. બબિતા સ્કૂલમાં મિડ ડે મીલ બનાવવાનું કામ કરે છે. વાતચીતમાં બબિતાએ પોતાના સંઘર્ષ, પરિવાર તથા શો માટેની તૈયારી કેવી રીતે કરી તે અંગે વાત કરી હતી. શું કહ્યું બબિતાએ? 1. 2002થી મિડ મીલ બનાવવે છે હું અમરાવતીમાં સ્કૂલના બાળકો માટે મિડ […]

ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોને મળી મોટી રાહત, ઓટોમેટિક કાર દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે, ટેસ્ટ હવે થશે સરળ!

ગુજરાતની તમામ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ હવે સેન્સરથી સજ્જ ટ્રેક પર લેવામાં આવે છે. તેમાંય ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોએ ખૂબ જ આકરી પરીક્ષા આપવી પડે છે, જેમાં ભાગ્યે જ કોઈ પહેલી ટ્રાયલમાં પાસ થઈ શકે છે. જોકે, ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરતાં કારનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. […]

સુરતમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા ઘેટાં-બકરાંની જેમ સ્કૂલ રિક્ષામાં 20 બાળકો ભર્યા, પોલીસે કાઢ્યા બહાર, વીડિયો વાઈરલ

ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચોકબજારથી રાજમાર્ગ પર ટ્રાફિક પોલીસ તૈનાત હતી. દરમિયાન ગુરુવારે બપોરે મેમણ સ્કૂલના 20 બાળકોને એક સ્કૂલ રિક્ષામાંથી ઉતાર્યા હતાં. રિક્ષામાં ઘેટા-બકરાની જેમ ઠાંસીઠાંસીને નાના ભૂલકાંઓને ચાલક બેસાડતો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસના એએસઆઈ અલાઉદ્દીન સંધીની નજર પડી હતી. તેઓ રિક્ષામાંથી એક-એક કરીને નાના […]