Browsing category

સમાચાર

વધુ એકવાર બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ, 10 લાખ ઉમેદવારોમાં નિરાશા

20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે. પરંતુ નવી તારીખો ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ અંગે […]

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચી દઈશ

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તથા શાળાના નૂતન નામકરણ સમારંભનો કાર્યક્રમ આજે શનિવારને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. […]

વાંકાનેર સેવાસદનમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા, પ્રાંત અધિકારીએ ફટકારી નોટિસ

વાંકાનેર મામલતદાર કચેરીમાં 1લી તારીખે જામેલી ‘મહેફિલ’ પર નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ ખાબકી મહેફિલ માણી રહેલા ડુંડ અને અન્ય એક નાયબ મામલતદાર સહિત પાંચનો વીડિયો ઉતારી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાના દિવસથી જ ડુંડ રજા મુક્યા વગર અજ્ઞાત સ્થળે નાસી ગયા છે, સમગ્ર ઘટના અંગે તપાસ ચલાવી રહેલા મામલતદારે વચગાળાનો રિપોર્ટ કલેક્ટરને સોંપતા બંને […]

અમદાવાદમા AMCના ડમ્પરે કાંકરિયા પાસે એક્ટિવાને ટક્કર મારી, મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ મોત

મણીનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા ચાલક મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડમ્પરના ચાલકની અટકાયત કરી હતી. કાંકરિયા ઉજાણી ગૃહ પાસે એએમસીના ડમ્પરે કેકે શાસ્ત્રી કોલેજના મહિલા પ્રોફેસર આરતીબેન ઝવેરી (ઉ.વ.34)ના એક્ટિવાને અડફેટે […]

દારૂના નશામાં ચૂર ST બસના ડ્રાઇવર અને કંડક્ટરે બસને બોડેલીને બદલે રાજપીપળા તરફ વાળી, નશામાં ચૂર ડ્રાઇવર અને કંડક્ટરનો વીડિયો વાયરલ

ગુજરાતમા દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવા કોંગ્રેસના નેતા અશોક ગેહલોતના નિવેદનને લઇને વિવાદનો મધપુડો છંછેડાયો છે, ત્યારે છોટાઉદેપુરથી વડોદરા જતી એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચૂર જોવા મળતા મુસાફરોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો. નશામાં ચૂર હાલતનો ડ્રાઇવર અને કંડક્ટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બસનો ડ્રાઇવરે દારૂ પીધો […]

અમદાવાદ: વાહન લઈ સ્કૂલે જતાં 100 સગીર દંડાયા, પ્રત્યેકને રૂ. 2 હજારનો દંડ, વાલીઓને ઘરેથી બોલાવી પોલીસે રૂ.2 હજાર લેખે 2 લાખનો દંડ વસૂલ્યો

સગીર વયના બાળકોને વાહન ચલાવતા રોકવા માટે ટ્રાફિક પોલીસે બુધવારે પશ્ચિમ અમદાવાદમાં અંડર એ જ ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસે જુદી જુદી સ્કૂલોની બહારથી 100 બાળકોને લાઈસન્સ તેમજ કાગળો વગર પકડયા હતા. આ બાળકો પાસેથી રૂ.2 હજાર લેખે રૂ.2 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે બાળકો પાસે આટલા […]

11 વર્ષની રાખીએ બહાદુરી બતાવી દીપડાના હુમલાથી નાના ભાઈને બચાવ્યો પણ હાલ તે પોતે મોત સામે લડી રહી છે જંગ

11 વર્ષની રાખી તેની બહાદુરી બદલ આખા દેશમાં છવાઈ ગઈ છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાની રહેવાસી રાખીએ તેના ચાર ભાઈને દીપડાથી બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. દીપડાએ કરેલા હુમલાને લીધે હાલ તે દિલ્હીની હોસ્પિટલમાં મોટ સામે જંગ લડી રહી છે. 4 ઓક્ટોબરે થયેલી આ ઘટના પછી સ્ટેટ ગવર્મેન્ટ તેનું નામ બહાદુરી અવોર્ડ […]

સુરતના કામરેજ આરોગ્ય કેન્દ્રમાં જોડીયા બાળકને રસી મુકાયા બાદ અચાનક મૃત્યુ થતા પરિવારનો હોબાળો

કામરેજ ખાતે જોડીયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં નવમી ઓક્ટોબરના રોજ પોલિયો અને પેંથાસીન રસી મુકાઈ હતી. બાદમાં બાળકોના અચાનક મૃત્યુ થઈ ગયા હતાં. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બન્ને બાળકોના મોતના પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો. જેથી બન્ને બાળકોના પીએમ માટે સુરત સિવિલ મોકલી આપવામાં આવ્યાં હતાં. પીએમ અને ફોરેન્સિક પીએમ બાદ બાળકોના મૃત્યુંનું […]

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્યની પોલીસને દરોડા પાડવા અપાયા આદેશ, ગુજરાત પોલીસની એક સપ્તાહ સુધી સ્પેશ્યલ ડ્રાઇવ

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે રાજ્યની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. બુધવારથી એક સપ્તાહ સુધી સ્પેશ્યલ ડ્રાઇવ ફેક્સમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્યમાં દારૂ અને જુગારની […]

કેમેરામાં રેકોર્ડ થયું Live મોત, સુરતના 6 મિત્રો ફરવા ગયા હતા માઉન્ટ આબુ, ત્યાં ગરબા રમતા 2 સેકન્ડમાં થયું મોત

જીવન એક રંગમંચ છે અને આપણે બધા એક કઠપૂતળી છીએ. ફિલ્મ આનંદનો એક જાણીતો ડાયલોગ ગુજરાતમાંથી રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા આવેલા જગદીશ માટે હકીકત બની ગયો હતો. મિત્રોની સાથે નાચતો, હંસતો, ખિલખિલાટ જગદીશ થોડીક જ ક્ષણોમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો અને તેની છેલ્લી ક્ષણ મોબાઇલમાં કેદ થઇને રહી ગયો હતો. મૃતક જગદીશના મિત્ર યોગેશે […]