Browsing category

સમાચાર

જોનસન બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વોની માત્રા મળી આવતા કંપની વિવાદોમાં ફસાઈ, 33 હજાર ડબ્બા કંપનીએ પાછા મંગાવ્યા

બેબી પ્રોડક્ટ દ્વારા દરેક ઘરમાં જગ્યા બનાવનાર અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન વિવાદોમાં ફસાઈ ગઈ છે. કંપનીએ અમેરિકામાં અંદાજે 33 હજાર બેબી પાઉડરના ડબ્બા પરત મંગાવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બેબી પાઉડરના નમૂનામાં એસ્બેસ્ટસની માત્રા જોવા મળી છે. શું હોય છે અસ્બેસ્ટસ? એસ્બેસ્ટસ એક ઘાતક કાર્સિનોઝેન છે જેમાથી માણસોમાં કેન્સર વધવાનું જોખમ રહે […]

દિવાળીમાં ફરસાણ બનાવતા કારીગરનો વીડિયો વાઇરલ, પગથી ગુંદે છે લોટ, જુઓ વીડિયો

દિવાળીના તહેવાર નજીક આવતા જ અમદાવાદ સહિત રાજ્યમાં ફરસાણ અને મિઠાઈમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. હાલ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ફરસાણ બનાવતા કારીગરો પગથી લોટ ગુંદતા નજરે પડે છે. ત્યારે ચવાણાના ઢગળામાં ગંદા પગે ચવાણું મિક્સ કરીને પેકિંગ કરી રહ્યાં છે. આ વીડિયો પરથી તમે જોઈ શકો છો કે તમારા સ્વાસ્થય સાથે કેવા […]

એકના એક પુત્રના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીના ગળે ફાંસો ખાધેલી હાતલમાં મળી આવ્યાં હતાં.જેથી આ અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. એકના એક પુત્રના મોત બાદ તણાવમાં રહેતા હતાં આપઘાત કરી લેનાર ભરત બાબુલાલ પટેલ અને તેમની […]

મહેસુલી તંત્રની મોટી જાહેરાત, હવે ઓનલાઇન કરી શકશો વારસાઇ નોંધનું કામ, કચેરીઓના ધક્કામાંથી મળશે મુક્તિ

રાજ્યમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ બેફામ ગેરરીતી આચરીને મનમાની કરે છે તેવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવતા વારસાઇ નોંધ માટે હવે અરજીદારોને મામલતદાર કચેરીની દાદાગીરી સહન કરવી નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે. મહેસુલી તંત્ર દ્વારા અમલમાં આવેલા આર.ઓ.આર (રેવન્યુઓનલાઇન રેકોર્ડ)ના સોફટવેરની વિગતો આજે વીડિયો કોન્ફરન્સમાં આપવામાં […]

ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સિવાય આ 7 કારણોથી પણ ફાટી શકે છે મેમો, જાણો શેના માટે કેટલો થશે દંડ?

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાને દોઢ મહિના જેવો સમય થયો છે. ટ્રાફિકના નિયમો કડક બન્યા છે અને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. પરિણામે, લોકો હવે ભારે પડકારો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમામ પ્રકારના કાગળો તમારી પાસે રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે બધા કાગળો […]

પોલીસે દેખાડ્યો જૂનાગઢના કોર્પોરેટરને ખાખીનો પાવર, પાસા હેઠળ ધકેલી દીધા જેલમાં..

જૂનાગઢના ભાજપના કોર્પોરેટરને પોલીસે ખાખીનો પાવર દેખાડી દેતા પાસા હેઠળ ધકેલી દીધા છે. જૂનાગઢના વોર્ડ નંબર-3ના અબ્બાસ કુરેશીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો છે. તમને જણાવીએ કે થોડા દિવસ પહેલા જૂનાગઢના કોર્પોરેટરે પોલીસને ગાળો બોલી પોલીસ પર હુમલો કર્યો હતો. ભાજપના કોર્પોરેટરે એટલું જ નહીં, રબારી સમાજ ઉપર પણ વીડિયોમાં ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પોલીસે […]

25 વર્ષીય બ્રેનડેડ યુવકની કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાયા, યુવકના અંગોના દાનથી પાંચને નવજીવન

કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી પાંચને […]

યુવતીઓ ગમે તેને સોશિયલ મીડિયામાં અંગત ફોટોગ્રાફ શેર કરતા પહેલા ચેતજો, વાંચો સુરતની પરિણીતાનો આંખ ઉઘાડનારો કિસ્સો

ગોડાદરા ખાતે રહેતી રાજસ્થાની પરિણીતાને હમવતની પ્રેમીએ બ્લેકમેલ કરી 15 હજાર પડાવી લીધા હતા, ત્યારબાદ વધુ રૂપિયાની માંગ કરી અંગત ફોટો તથા વીડિયો પતિ-સંબંધીઓને મોકલવાની પણ ધમકી અપાતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે કડોદરા ખાતે રહેતા રાજુરામ ચૌધરીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગોડાદરા ખાતે રહેતા ૨૮ વર્ષીય પ્રિયાબેન […]

‘કેબીસી 11’ માં એક કરોડ જીતનાર ગૌતમે કહ્યું, જીતેલી રકમમાંથી થોડી રકમ ગરીબ યુવતીઓના અભ્યાસ પાછળ ખર્ચીશ

રિયાલિટી શો ‘કેબીસી 11’માં અત્યાર સુધી બે લોકો એક કરોડ રકમ જીતી ગયા છે. શો મેકર્સને હવે ત્રીજો કરોડપતિ મળી ગયો છે. બિહારના ગૌતમ કુમાર ઝા ‘કેબીસી’ના ત્રીજા કરોડપતિ બન્યા છે, જેમણે એક કરોડ રૂપિયા જીત્યા છે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ 16મા સવાલ પર ક્વિટ કર્યું હતું, જેથી 7 કરોડની રકમ જીતી શક્યાં […]

ઇ-મેમો નહીં ભરનારા વાહન ચાલકોને સામે પોલીસની લાલઆંખ, લીધો આવો નિર્ણય

અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમોને લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં રૂપિયા 55 કરોડના મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે. એક હજાર 400થી વધુ લોકોના 5થી વધુ મેમો ભરવાના બાકી છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ ફોર વ્હીલરના મેમો બાકી છે. જેમાંથી એક ફોર વ્હીલરના માલિકના 111 મેમો […]