Browsing category

સમાચાર

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં […]

સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો, વિશ્વની દોઢ અરબ આબાદી થશે પ્રભાવિત: રિસર્ચ

સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ડૂબી જવાનો ખતરો છે. આ વાત ન્યૂજર્સીના વિજ્ઞાન સંગઠન ક્લાઇમેટ સેન્ટ્રલની શોધમાં સામે આવી છે. જોકે આ સંશોધનમાં ભવિષ્યની જનસંખ્યા વૃદ્ધિ અને તટીય ધોવાણ સામેલ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે […]

બાળકને બચાવવા કર્યો છુટ્ટો ઘા અને હાથમાંથી છટકી ગયું…. વિડિઓ જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે!

અમુક ઘટના ઐતિહાસિક બની જતી હોય છે. તેમાંની જ આ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક બાળક સહિત પાંચ લોકોની કાર ડૂબી જતા બચી ગઈ હતી. મધ્ય પ્રદેશના ઓર્છા શહેરની એક નદીમાં કાર ડૂબતા બચી ગઈ હતી. કાર સાથે જોરદાર અકસ્માત થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વાયરલ થલેયા આ વીડિયોમાં […]

ઉદેપુર પાસે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકોની અંતિમયાત્રા નીકળી, 3 પરિવારોની 5 અર્થી ઉઠતા પાદરા ગામ હિબકે ચડ્યું

રાજસ્થાનના ઉદેપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વડોદરા નજીક આવેલા પાદરાના 5 લોકોના મોત થયા હતા. પાદરામાં આજે પાંચેયની અર્થી ઉઠતા આખુ ગામ શોકાતુર બની ગયુ હતું. એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા પાદરાના ત્રણ પરિવારો દિવાળીના વેકેશનમાં રાજસ્થાનના શ્રીનાથજી ખાતે ફરવા માટે ગયા હતા. રાજસ્થાનના ઉદેપુર નજીક મંગળવારે વહેલી […]

ધરમોડા ગામના માલધારીએ રૂ.11.11 લાખમાં બન્ની ઓલાદની ભેંસ સુરતના વેપારીને વેચી

પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડા ગામના માલધારીએ ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાયેલા છે. તેમણે બન્ની ઓલાદની ભેંસ […]

ત્રણ દિવસથી બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત, ખરાબ હાલમાં લાશ કઢાઈ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે બોરવેલમાં ફસાયેલા ત્રણ વર્ષના સુજીતનું મોત થઈ ગયું છે. NDRFની ટીમે સોમવારે મોડી રાતે આ બાળકની લાશને બહાર કાઢી હતી. ઘટના સ્થળે હાજર મહેસૂલ વહીવટીના કમિશનર રાધાકૃષ્ણએ 80 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનના રાત 2.30 વાગ્યે પુરુ થવાની જાહેરાત કરી હતી. બાળકને સ્મશાન ઘાટે લઈ જવાયો હતો બોરવેલ પાસે તહેનાત કર્મચારી અને […]

બેસતાં વર્ષે માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના નીપજયાં મોત

નવા વર્ષે ગીયોડ ગામે અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરતા થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજયાં છે. ગીયોડ ગામ નજીક બારોટ સાહેબે ફાર્મ પાસે બાઈક પર ત્રણ સવારી જતાં યુવાનોને ઇકો કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવક અને સગીરનું મોત થઈ ગયું હતું જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં […]

ઓનલાઈન શોપિંગ કરતા લોકો માટે ખાસ જાણવા જેવો કિસ્સો, ઑનલાઈન મંગાવ્યો રૂપિયા 28 હજારનો ફૉન, પેકેટ ખોલ્યું તો નીકળી આ વસ્તુ

શોપિંગ વેબસાઈટ પરથી મોંઘો મોબાઈલ મંગાવવાનું એક મહિલાને ભારે પડી ગયું, કારણકે જ્યારે આ મહિલાએ પેકેટ ખોલ્યું તો ચોંકી ગઈ. ઓનલાઈન મંગાવેલા ફોનની જગ્યાએ પેકેટમાંથી સાબુ નીકળતા આ મહિલાએ ઓનલાઈન કંપનીના હેલ્પલાઈન નંબર અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ, હજુ સુધી તે ઑનલાઈન કંપની તરફથી આ મુદ્દે આગળ કોઈ કાર્યવાહી કરવા માટેનો જવાબ મળ્યો નથી. […]

હરિયાણાના 3 યુવાનો ગામનો બાયો વેસ્ટ એકઠો કરીને પ્રતિદિવસ 2000 યુનિટનું ઉત્પાદન કરે છે

ગામડાંની વાત થતી હોય ત્યારે સામાન્ય રીતે ઇનોવેશનની અપેક્ષા લોકો ઓછી કરતા હોય છે પરંતુ હરિયાણાનાં કુંજપુર ગામના 3 યુવાનોએ આ વાતને ખોટી પુરવાર કરી છે. આ ગામના 3 અગ્રવાલ ભાઈઓ અમિત ,આદિત્ય અને અનુજે ભેગા મળીને ગામને સ્વચ્છ રાખીને વીજળીનું ઉત્પાદન કરે છે. હરિયાણાના કુંજપુર ગામમાં ઠેર ઠેર છાણનો અંબાર જોવા મળતો હતો અને […]

39 કલાકથી 70 ફૂડ ઊંડા બોરવેલમાં 2 વર્ષનો માસૂમ, આખો દેશ કરી રહ્યો છે પ્રાર્થના

જો તમે લિફ્ટમાં હોવ અને થોડી મિનિટો માટે પણ જો લિફ્ટ બંધ થઈ જાય તો… બસ કેવી ગભરામણ થવા લાગે તો વિચારો કે ફક્ત 2 વર્ષના બાળક માટે છેલ્લા 39 કલાક કેવા હશે જ્યારે તે 70 ફૂટ નીચે ઊંડા બોરવેલમાં પડી ગયો છે. તામિલનાડુના તિરુચિલાપલ્લી જિલ્લાના ગામમાં 70 ફૂટ નીચે બોલવેલમાં 2 વર્ષનો બાળક શુક્રવારે […]