Browsing category

સમાચાર

પેપર લીકનું ભૂત ફરીથી ધણધણ્યું! હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 10થી 12 લાખમાં વેચાયું! આ વ્યક્તિએ મોટા ધડાકા કર્યા

ગુજરાત રાજ્યમાં ફરીથી પેપર લીકનું ભૂત ધણધણ્યું છે. રવિવારે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે, ગૌણ સેવા મંડળની આ પરીક્ષાનું પેપક હિંમતનગરથી લીક થયું હતું. પેપર લીકમાં પોલીસ કર્મચારીની સંડોવણી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સવાર સુધીમાં ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને પ્રતિજના […]

ભાઈ પર હત્યાનો આરોપ હતો, પોલીસે બહેનને એટલી ટોર્ચર કરી કે 16 વર્ષ સુધી પથારીવશ રહ્યા બાદ મોતને ભેટી, મરતી વખતે પણ ન્યાયની રાહ જોતી રહી

કુલવંત કૌર પોલીસની હેવાનિયતનો શિકાર બન્યા બાદ 16 વર્ષ સુધી પથારીવશ રહી, ન્યાય મેળવવા પત્રો લખતી રહી… છેવટે શુક્રવારે તેણે દમ તોડ્યો. જોકે મરતી વખતે તે ન્યાયની રાહ જોતી રહી. છેલ્લા શ્વાસ સુધી પંજાબના મુખ્યમંત્રી પાસે ન્યાય માગતી રહી. આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ જારી થયા, પણ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ […]

વડોદરાની ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચૂનો લગાવ્યો, CBIની ટીમ દ્વારા સર્ચ ઑપરેશન ચાલું, મોટા ખુલાસા સામે આવે તેવી શક્યતા

વડોદરામાં એક ખાનગી કંપનીએ બેંક ઓફ બરોડાને રૂ.40 કરોડનો ચુનો લગાવ્યો છે. જેના કારણે CBIની ટીમે વડોદરામાં ધામા નાંખી દીધા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડ મામલે CBIમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે. CBIની 5 ટીમે અમદાવાદ અને વડોદરામાં સઘન સર્ચ ઑપરેશન ચાલું કરી દીધું છે. આવનારા સમયમાં આ કેસમાં કોઈ મોટા ખુલાસા સામે એવી શક્યતાઓ […]

સુરતમાં પાકિસ્તાની ‘ફૂડ ફેસ્ટીવલ’નો વિરોધ: બોર્ડ દેખાતા જ બજરંગ દળે બેનર્સ ફાડીને લગાવી દીધી આગ, રેસ્ટોરન્ટ માલિકને પણ આપી દીધી ચેતવણી

ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. અને આ કાર્યક્રમની ઘોષણા કરાતા બેનર્સ પણ લગાવ્યા હતા.પરંતુ બજરંગ દળનાં કાર્યકરો અચાનક ત્યાં પહોચ્યા અને પાકિસ્તાનને લઈને પોતાનો વિરોધ પ્રકટ કર્યો. પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનો વિરોધ કરતા કાર્યકરોએ તમામ બેનર્સ ઉતારીને ફાડી નાખ્યા, એટલું જ નહિ આગ પણ લગાવી દીધી. સુરતના રીંગરોડ […]

અમદાવાદના આ વિસ્તારમાં અસામજિક તત્વોનો આતંક, 40થી વધુ વાહનમાં કરી તોડફોડ, 4ને માર માર્યો, ATMમાં પણ તોડફોડ કરી

રાજ્યમાં અસામાજિક તત્ત્વોના મનમાં કાયદો અને વ્યવસ્થાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. અવાર નવાર લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદના નિર્ણય નગરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ સામે આવ્યો છે. નિર્ણય નગર વિસ્તરમાં રાત્રીના સમયે અસમાજિક તત્ત્વોએ […]

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું, 5 લાખનું દર મહિને 50 હાજર વ્યાજ ભરતો

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધુ એક વખત સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં રહેતા અશોક મકવાણા નામના આશાસ્પદ યુવાનને વ્યાજખોરો દ્વારા અવારનવાર ધાકધમકી આપવામાં આવતી હતી. જેના કારણે તેણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. […]

સગા દીકરાએ ધક્કા મારી ઘરમાંથી કાઢી મુક્યા, વૃદ્ધાશ્રમમાં રહીને કેસ કરતાં 7 વર્ષે 85 વર્ષના દાદાને પોતાનું ઘર પરત મળ્યું

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વર્ષના સુબ્રમણિ વલ્લુવરના ચહેરા પર આજે એક ગજબનું સ્મિત જોવા મળી રહ્યું છે. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા અને પોતાના જ દીકરાના હાથે તરછોડાયેલા સુબ્રમણિ વલ્લુવરને શહેરની સિવિલ કોર્ટના આદેશ બાદ તેમનું પોતાનું ઘર પરત મળશે. કોર્ટે ખોખરા પોલીસને આદેશ કરતા કહ્યું છે કે તેમને […]

સાસુએ સુખદ સમાધાન કરી દાખલો બેસાડ્યો: સાસુએ જમાઈને સમજાવ્યા કે, ‘જતુ કરવામાં કંઈ જાય નહીં’, અંતે જમાઈ માની ગયા અને બે વર્ષથી દુર રહેતું દંપતી એક થયું

સુરત કોર્ટમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કોરોના દરમિયાનની મુશ્કેલીઓ કે એ અગાઉના ઘરેલું ઝઘડાંના લીધે જુદાં થયેલાં દંપતિ લોક અદાલતમાં એક થયા હતા. એક કિસ્સામાં તો સાસુએ જમાઈને સમજાવ્યા હતા. સાસુએ કહ્યું કે, જતુ કરવામાં કંઈ જાય નહીં, અંતે જમાઈ માની ગયા અને બે વર્ષથી દુર રહેતું દંપતી એક થયું હતું. તો એક કિસ્સામાં સાસુ […]

વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો: રાજકોટમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પિતરાઇ બહેને કહ્યું- ક્રાઇમ પેટ્રોલ જોતી હોવાથી આપઘાત કરવાનું શીખી હશે

અપરાધોના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સિરીયલના કારણે રાજકોટમાં ધો.5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. આ અંગે તેની પિતરાઇ બહેને […]

કડીના વડુ ગામે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- ‘અમારી સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો’

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનો કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો. અહીં તેમણે ભાજપના 25 વર્ષના શાસન સામે સવાલ કર્યા હતા અને રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા પર દાંત કચકચાવીને આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસની સરકાર લાવવા પર દરેક ઘરમાં 1-1 નોકરી આપવાની […]