Browsing category

સમાચાર

બે પોલીસ જવાનોએ 70 ફૂટ ઊંચા પુલ ઉપરથી છલાંગ લગાવી આઘેડનો જીવ બચાવ્યો, માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું

દાહોદ જિલ્લામાં માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે. અહીં એવા પણ લોકો છે, જેમનામાં પોતાના જીવની બાજી લગાવી બીજાનો જીવ બચાવવાનો જુસ્સો  છે. ખરેખર જિલ્લાના આ જ  સાચા હિરો છે, જેમના આ જુસ્સાથી બીજાને પ્રેરણા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા બે રિયલ હિરો કહી શકાય તેવા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા […]

સુરતમાં નાસ્તો લેવા ગયેલી કિશોરીને કચરા પેટીમાં પતંગના દોરામાં લપેટાયેલી બાળકી મળી, જીવ બચાવવા 13 વર્ષની બાળકી ઘરે લઇ આવી

સુરતમાં કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી. એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું. […]

અમદાવાદના પાલડીની ગોપી સ્વીટ માર્ટમાં જાહેર શૌચાલયમાં તૈયાર થાય છે રસ મલાઈ, વીડિયો જોઈને આવશે ઉબકા

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ ખાસ કરીને રસ મલાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો હર્ષેન્દુ ઓઝા નામના વ્યક્તિએ ફેસબૂક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાહેલ્થ વિભાગે માત્ર રૂ.5000નો દંડ કર્યો છે.આ મામલે હેલ્થ વિભાગના ડો. ભાવિન જોશીએ વાતચીતમાં જણાવ્યું […]

મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં બનાવાયો દુનિયાનો સૌથી મોટો રામદરબાર, બન્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ. વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ. 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે. 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં, ભગવાન શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીનું દુનિયાનું સૌથી મોટું મોઝેક પોટ્રેટ બનાવ્યું હતુ. જેનો અદભૂત વીડિયો ફરી સોશિયલ મીડિયા […]

સરકાર માટે શરમજનક ઘટના: LRD ભરતીમાં અન્યાયને લઈ પિતાએ કર્યો આપઘાત, તેમના બંને પુત્રો પરીક્ષામાં થયા હતા પાસ

LRD પરીક્ષામાં અન્યાયને લઈ ગુજરાતમાં ચારેબાજુ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રદર્શનને લઈ ગુજરાતમાં ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં અન્યાયને લઈને એક પિતાએ સરકારી કચેરીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પિતાના બંને પુત્રો એલઆરડી પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. પિતા પાસેથી મળી સ્યુસાઈડ નોટ LRD પરીક્ષામાં માલધારીઓને […]

32 હજારનું LED TV મળી રહ્યું હતું માત્ર અઢી હજારમાં, આટલી સસ્તી કિંમત જોઈને લોકોની ભીડ જામી ગઈ પછી બોલાવી પડી પોલીસ

જરા વિચાર કરો કે તમને કોઈ સારી બ્રાન્ડનો એલઈડી ટીવી જેની કિંમત 32 હજાર રુપિયા હોય અને તે માત્ર અઢી હજારમાં મળે તો તમે શું કરશો? ચોક્કસથી તમે તમારા માટે અને સગા સંબંધીઓ માટે પણ ટીવીની ખરીદી કરી લેશો. આવી જ એક ઘટના ફ્રાંસમાં બની. જ્યાં એક શોપિંગ મોલમાં 31500 રૂપિયાની કિંમતના પ્રાઈસ બોર્ડ પર […]

ઓનલાઈન ઓર્ડરમાં ઈંટો નીકળતાં અમદાવાદી યુવતીએ ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર અનેકવાર ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ આચરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક યુવતી સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતી માથાભારે હતી, તેણે સીધો ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો હતો. અને પોલીસને સોંપી દીધો હતો. આ […]

‘હું હવે પાછી નહીં આવું મારે સમાધિ લેવી છે’ કહીને ઘરેથી રણુજા નીકળેલી યુવતીની વાણી સાચી ઠરી..

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષિય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી પણ ભક્તિમાં લીન થઈ હતી. નવા વર્ષે ઉપડતા સંઘમાં યુવતીએ પરિવારને જણાવ્યું હતું કે, હું હવે પાછી નહીં આવું મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચે જ યુવતીએ રણુજા […]

અમદાવાદમાં ગુજરાતી મિડિયમ જુનિયર KGમાં એડમિશન માટે વાલીઓએ રાતભર ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો કર્યો

ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પર પણ ભણતરનો ભાર વધી રહ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોની તોતિંગ ફીથી લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના નામે લેવામાં આવતા ચાર્જને કારણે વાલીઓ સંતાનોને પેટે પાટા બાંધી ભણાવવા મજબૂર બને છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તો તેની […]

રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીનું આક્રંદ, ‘મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું થશે?

બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ સ્વીકારવા તૈયાર નહોતો. કરૂણતા એ છે કે, હિમાંશુની પત્ની ઇશાબેનને પેટમાં ત્રણ માસનો ગર્ભ છે. સગર્ભા પત્ની પતિની હત્યા થઇ છે તેવી […]