Browsing category

સમાચાર

લોકડાઉન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ખેતી સંબંધિત કામકાજને મળી છૂટ, પરિવહન વિભાગ રહેશે બંધ

કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. નવી દિશાનિર્દેશો અનુસાર મનરેગાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે, સાથે જ સિંચાઇ અને જળસંચયને પ્રાધાન્ય આપવું […]

સુરતમાં પરપ્રાતિંય શ્રમિકો વતનમાં જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં, પોલીસ અધિકારીઓએ તેમને સમજાવી પરત કર્યા

કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરાઇ રહ્યો છે અને તેના ભંગ બદલ દંડ પણ કરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં કારીગરો ભેગા થઈ રહ્યા હોવાનો […]

આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે ફરીવાર રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની 24 કલાકની […]

કોરોના સંકટનો સામનો કરવા માટે ભીલવાડા, આગરા અને કેરળ સમગ્ર દેશ માટે બન્યાં રોલમોડેલ, જાણો આ ત્રણ મોડેલની વિસ્તૃત માહિતી

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે ત્યારે કોરોના સંક્રમણ નાથવા માટેના ત્રણ પ્રયાસોએ ચર્ચા જગાવી છે. એ પૈકી રાજસ્થાનમાં ભીલવાડામાં સંક્રમણ રોકવાના પ્રયાસો ભીલવાડા મોડેલ તરીકે જાણીતા છે. એ જ રીતે કેરળ રાજ્ય સરકારે પણ ભારે ચુસ્ત પગલાંઓ લઈને સંક્રમણ રોકવામાં સફળતા મેળવી છે. ઉત્તરપ્રદેશમાં આગરામાં યોગી સરકારે લીધેલા પગલાંઓની સરાહના સોશિયલ […]

નવજાતને લઈ જવા માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહોતી, ડોક્ટર પોતાના બાઈક પર લઈ ગયા અને બાળકનો બચાવ્યો જીવ

કોરોના વાયરસની આ મહામારીના સમયમાં ડોક્ટર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની મદદ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ ન હોવાની સ્થિતિમાં તેઓ જાતે દર્દી માટે ડ્રાઈવર પણ બની રહ્યા છે. મહારાષ્ટ્રના અલીબાગમાં આવો જ કિસ્સો સામે આવ્યો, જ્યાં એક નવજાત બાળકને બચાવવા માટે ડોક્ટર રાજેન્દ્ર ચન્દ્રોરકર બાઈક લઈને ગયા. તેઓ 1.5 કિમી દૂર આવેલા નર્સિંગ હોમથી નવજાતને […]

નર્મદાની પોલીસકર્મી પ્રેગ્નેન્ટ હોવા છતાં કોરોના મહામારીમાં પોતાની ફરજ નથી ચૂકતા, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ!

હાલ કોરોનાનો કહેર ચારે બાજુ છે. મહત્વનું છે કે, નર્મદા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. છતાં હાલ જિલ્લો ચારે બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ ચારે બાજુ 12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા રીટા રામી ફરજ બજાવે છે. હાલ રીટા રામીને 8 મહિનાનો ગર્ભ છે. […]

ગાંધીનગરમાં તરબૂચ ખાધા બાદ પરિવારને થયું ફૂડ પોઇઝનિંગ, સારવારમાં બે બાળકોનાં મોત નીપજ્યાં

રાજ્યમાં કોરોના વાયરસનાં કહેર સાથે ગરમીનો પ્રકોપ પણ વધી જ રહ્યો છે. ત્યારે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરનાં જમીયતપુરા ગામમાં ઇંટોનાં ભઠ્ઠામાં રહેતા મજૂર બિપિનભાઇ વર્માનાં પરિવારને તરબૂચ ખાધા પછી ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જે બાદ તેમની સારવાર પણ કરાવવામાં આવી. જોકે, સારવાર દરમિયાન પરિવારનાં બે બાળકોનાં મોત નીપજ્યાં છે. હવે […]

જેતપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો, એમ્બ્યુલન્સ ન મળતા વિધવા માતા બીમાર પુત્રને રેંકડીમાં સુવડાવીને ધોમધખતા તાપમાં હોસ્પિટલે લાવી

કોરોના વાઇરસને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર ગરીબ લોકો પર પડી રહી છે. તેમાંય ગરીબ લોકોના ઘરમાં કોઇ બીમાર પડે તો તેને હોસ્પિટલ પહોંચાડવા મુશ્કેલ બને છે. આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે જે માનવતાને હચમચાવી દે તેવો છે. વિધવા માતાનો દીકરો બીમાર પડતા તેને હોસ્પિટલ લઇ જવો હતો. પરંતુ લોકડાઉનમાં એમ્બ્યુલન્સ […]

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી એકલા અમદાવાદમાં જ 31 કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 617 થયા

ગુજરાતમાં આજે નવા 45 કેસ નોંધાયા છે. જેમાં અમદાવદામાં 31 કેસ નોંધાયા છે જેને પગલે એકલા અમદાવાદમાં જ કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 351 પર પહોંચી ગઈ છે. 26 લોકોના મોત થઈ ચુક્યા છે. આજે ગાંધીનગરથી આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે સુધી લોકડાઉન […]

દેશમાં 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના 1,276 નવા કેસ સાથે કુલ આંકડો 10 હજારને પાર થયો

દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના પોઝિટિવના કેસ ખૂબ જ ઝડપથી વધતા જોવા મળ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં 356 નવા કેસ આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 352 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના દિવસે દિવસે નવા કેસની વૃદ્ધીમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. આ બંને રાજ્યોના કેસ જોઈએ […]