નર્મદાની પોલીસકર્મી પ્રેગ્નેન્ટ હોવા છતાં કોરોના મહામારીમાં પોતાની ફરજ નથી ચૂકતા, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ!

હાલ કોરોનાનો કહેર ચારે બાજુ છે. મહત્વનું છે કે, નર્મદા જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. છતાં હાલ જિલ્લો ચારે બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ ચારે બાજુ 12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. ત્યારે આમલેથા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા રીટા રામી ફરજ બજાવે છે. હાલ રીટા રામીને 8 મહિનાનો ગર્ભ છે. તેમના પતિ રાજપારડીમાં ફરજ બજાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગર્ભવતી હોવાને કારણે તેમના માટે આ સમય ઘણો જ કાળજી લેવાનો સમય છે. છતાંપણ તેઓ પોલીસ તરીકેની ફરજ બજાવી રહ્યાં છે.
ગર્ભવતી હોવાને કારણે તેમના માટે આ સમય ઘણો જ કાળજી લેવાનો સમય છે. છતાંપણ તેઓ પોલીસ તરીકેની ફરજ બજાવી રહ્યાં છે.

જોકે, સરકાર તરફથી મેટરનીટી લીવ મળે એમ છે પણ તેઓ માને છે કે, સિનિયર ઓફિસરોથી લઈ મારા સાથી કર્મચારીઓ કોરોના સામે લડવા ખડેપગે સેવા બજાવી રહ્યા છે. તો હું ઘરમાં કઇ રીતે બેસી રહું? એટલે તેમણે પહેલી પસંદગી ફરજની કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારા સંતાનની કાળજી રાખી જરૂરી દવા, સેનિટાઈઝર અને કોરોનાથી બચવાની તમામ તકેદારી રાખી રહી છું. કેમકે, મને કંઇ થાય તો તેની અસર બાળકત પર પણ પડી શકે છે. તેમનું ઝૂનૂન માનો તો ઝનૂન કે સંકલ્પ કર્યો છે કે, આ કોરોના મહારોગને નાથીને જ ઝંપીશું.

તેઓ એટલે જ સવાર પડે અને રાજપીપલાથી 7 કિમિ દૂર વાહન લઈ ફરજ પર આવી જાય છે. સાથે પોતાના માટે જમવાનું પણ જે એક ગર્ભવતી મહિલાને જોઈએ એવુ ઘરેથી લઈ આવે છે. આ રીતે તે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો