અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, અન્ય સંતોને કોરેન્ટાઈન કરાયા
કોરોનાને લઈને અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગરમાં એક સાથે 11 સંતોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોને કોરોના પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. તમામ સંતો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તંત્ર દ્વારા હાલ સંપર્કમાં આવેલા અન્ય સંતોને પણ મંદિરમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. […]