છોટાઉદેપુરના નસવાડીના બી.આર.સી ભવને 260 ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કર્યું છે. એક તરફ સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું કહે છે તો બીજી તરફ સરકાર જ ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ કરવા લોકોમાં વહેંચણી કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગે શાળઓના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય માટે આ ટેબ્લેટ આપ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શિક્ષકોએ ચાઇનીઝ ટેબ્લેટનો બહિષ્કાર કર્યો
એક તરફ સમગ્ર દેશ ચીનનો વિરોધ કરી રહ્યું છે, તો બીજી બાજુ એ જ સરકાર ચાઇનીઝ ટેબ્લેટનું વિતરણ કરતી જોવા મળતા વિવાદ ઉભો થયો છે. ત્યારે શિક્ષકો આ ચાઇનીઝ ટેબ્લેટ્સનો બહિષ્કાર કર્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે, થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાની વાત કરી હતી. ત્યારે એવું લાગી રહ્યું છે કે, રાજ્ય સરકાર ચાઇનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માગતી નથી.
દેશમાં નાગરિકોમાં પણ ચીન વિરુદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે. લોકોએ ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા માટે પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માત્ર ચાઈનિઝ પ્રોડક્ટ જ નહીં પરંતુ સ્માર્ટ ફોન પરની ચાઈનિઝ એપ્સ પરથી પણ ભારતીયોનો મોહભંગ થઈ રહ્યો છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. TikTok સહિતની એપ્લિકેશન પર પ્રતિબંધ લાગ્યો છે. Tiktok સહિત Helo, WeChat, ShareIt, BeautyPlus અને LIKE સહિતની એપલીકેશન બંધ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..