Browsing category

સમાચાર

સુરતમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાનું મોત થતા આશ્રમની મહિલાઓએ કાંધ આપી દીકરાની ફરજ નિભાવી અંતિમ સંસ્કાર કર્યા

જે સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેરી અને પોતાના પગ ભર કર્યા તેવા સંતાનો માટે વૃદ્ધાવસ્થામાં માતા પિતા બોજ સમાન બની જાય છે. ઘણીવાર સંતાનો માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં મૂકી આવે છે અને તેમની ખબર અંતર પણ પૂછવા નથી જતાં. વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતા દીકરાનું સારું થાય તેવી જ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, પણ સંતાનો માતા-પિતા પ્રત્યે દયા […]

સુરતમાં કોરોનાના દર્દી માટે ભોજન કચરાના વાહનમાં લઇ જવાતું હોવાની આશંકાઓ વચ્ચે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદ બાદ હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે સુરતમાં આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. તો કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને […]

સુરતમાં મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, 30-35 ફૂટ ઉપરથી યુવકને ક્રેન મારફતે નીચે ઉતારાયો

શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખરે કંપનીએ માંગ સંતોષતા પરિવારે મૃતદેહ સ્વીકાર કરવા તૈયારી દર્શાવતા પીએમ હાથ ધરાયું […]

નડિયાદ હાઈવે નજીક ભયંકર અકસ્માત, બે કાર ઘડાકાભેર અથડાતા અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5ના મોત

કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બંને કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. નેશનલ હાઈવે-8 પર નડિયાદ નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત થયો હતો. અકસ્માતમાં 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી […]

ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરુપતિ ઓઈલના માલિક નિલેશ પટેલનું અવસાન

ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K પ્રોટીન્સના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા આશરે ત્રણ દાયકા પહેલાં શરૂ થયેલી કંપનીને આજે સફળતાના શિખરે લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો. […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 78,783 થયો

ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના […]

મામલતદારના ઘરે ACBની રેડ, અધિકારીના ઘરેથી લાંચના એટલા રૂપિયા પકડાયા કે ઢગલો થઈ ગયો

હૈદરાબાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ એક વિભાગીય મહેસૂલ અધિકારીને એક કરોડ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. બાલારાજુને લાંચ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. મામલતદાર ઉપર કથિત રીતે 28 એકર જમીન સંબંધી કોઈ મામલામાં આ લાંચ લેવાનો આરોપ છે. એસીબીએ શુક્રવારે રાત્રે મામલતદાર બલારાજૂ નાગરાજૂના ઘરે છાપો માર્યો હતો અને લાંચની રકમ સાથે તેને […]

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર પર કરી રહી છે વિચાર, PMએ કરી દીધો ઇશારો, ન્યૂનતમ ઉંમર 18થી વધારીને આટલી કરી શકાય છે

ભારત સરકાર છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. કહેવાય છે કે હવે છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 કરી શકાય છે. તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંય ફેરફાર આવશે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર હ્યું કે આપણે દીકરીઓના લગ્ન માટે ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચાર કરવા માટે […]

અમદાવાદ શહેરમાં બે દિવસમાં 5 હત્યા બાદ અસામાજિક તત્વો બન્યા બેફામ, ખુલ્લામાં તલવાર અને છરી લઇ નિકળ્યા

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમા અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. વટવામાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવવા તલવાર વડે વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાર પડેને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં તો કાયદાનો કોઈ ડર ન હોય તેમ પાંચ જેટલા […]

અમદાવાદમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવેલી હોટલમાં પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો

અમદાવાદમાં દારૂની મહેફિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોનાનાં સમયમાં ક્વોરન્ટાઈન માટે બનાવેલી હોટલમાં એક પોઝિટિવ દર્દી તેના મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે. કોરોના દર્દીનો મિત્ર નેગેટિવ આવ્યો છે. અને આ હોટલમાં કોરોના પોઝિટિવ દર્દી સાથે તેનો મિત્ર કેવી રીતે રૂમ સુધી પહોંચી ગયો, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. […]