Browsing category

સમાચાર

સુરતમાં ACBના દરોડા, નાયબ મામલતદાર સહિત 3 લોકો 9 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

સુરતમાં (Surat) સતત સરકારી અધિકારી કોઈ પણ કામ માટે લાંચ માંગતા હોય છે ત્યારે આવા અધિકારી પકડી પાડવા માટે સતત સુરત એસીબી (Surat ACB) ઓફિસ કાર્યરત રહી છે. ત્યારે આજે જમીન માપણી માટે જમીન મલિક પાસે રૂપિયા 18 લાખની બે અધિકારી દ્વારા માંગણી કરવામાં આવી હતી. જોકે જમીન માલિકે પહેલા રૂપિયા 9 લાખ એડવાન્સ અને […]

સુરતના આ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી: રોષે ભરાયેલા પરિવારજનોએ જાહેર રસ્તા પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો

સુરત જિલ્લાના એના ગામની એક વળવી વાસ્તવિકતા સામે આવી છે. એનઆરઆઇ બહુમતી ધરાવતા આ ગામમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. આ ગામના આદિવાસીઓ મૃતદેહની અંતિમ વિધિ માટે સ્મશાનગૃહની ચાવી લેવા ગયા તો સંચાલકે પહેલા પૈસા આપો પછી જ ચાવી મળશે, એમ જણાવી મોતનો મલાજો પણ ના જાળવતા હળપતિ સમાજના લોકો રોષે ભરાયા હતા […]

ગામમાં નેટવર્ક ન આવતું હોવાથી છોકરીએ પહાડ પર ઝૂંપડી બનાવીને ઓનલાઈન અભ્યાસ ચાલુ કર્યો, તે જોઈને સોનૂં સૂદ પણ મદદ માટે સામે આવ્યો

દેશમાં હાલની પરિસ્થતિમાં કોરોનાને લીધે સ્કૂલ-કોલેજો બંધ છે અને અભ્યાસને લઈને બાળકો, પેરેન્ટ્સ અને ટીચર્સ પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ કરવા પણ ઘણા લોકો સાથે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લામાં રહેતી સ્વપ્નાલીના ગામમાં ઇન્ટરનેટની સુવિધા ન આવતા તે ઘરથી દૂર પહાડ પર એક ઝૂંપડી બનાવીને ત્યાં અભ્યાસ કરી રહી […]

જ્યાં સુધી ગુજરાતનું દેવું ન પતે ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો, સુરત અને વડોદરામાં લાગ્યા પોસ્ટર્સ

વડોદરા બાદ સુરતમાં જનતારાજના પોસ્ટર લાગ્યા છે. શહેરના કતારગામ અને અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટાર મોલની આસપાસના વિસ્તારોમાં આ બેનર લાગ્યા છે. જેમાં ગુજરાતનું દેવું ન ભરાય ત્યાં સુધી નેતાના પગાર બંધ કરો અને બસમાં કોઈ ધારાસભ્ય ન બેસતા હોવા છતાં કેમ તેના નામની સીટ અનામત રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠાવવામાં આવ્યાં છે. રસ્તા પર […]

મહારાષ્ટ્રમાં મુસ્લિમ વ્યક્તિએ બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી

તસવીરમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ બાબાભાઈ પઠાન છે. બાબાભાઈ પઠાને તેની ધર્મની માનેલી હિન્દુ બહેનની બે અનાથ દીકરીઓને દત્તક લીધી હતી, એટલું જ નહીં તેઓએ બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરાવીને એકતા અને માનવતાની અનોખી મિશાલ રજૂ કરી છે. કદાચ એટલે જ કહેવાય છે કે સોસાયટી ભલે આપણે ધર્મને નામે અલગ કરવાનો પ્રયાસ કરે […]

અનલૉક 4: લગ્નોમાં ગમે એટલા મહેમાનની મળશે છૂટ, 5 મહિનાથી બંધ સેક્ટરને રાહત આપવાની તૈયારી

હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50 ટકા ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે. પાંચ મહિનાથી બંધ રહેલા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય આયોજનો […]

ITBPના જવાનોએ મહિલાને સ્ટ્રેચર પર લઈ 15 કલાકમાં 40 કિલોમીટર ચાલીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો

ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ શનિવારે ઉત્તરરાખંડના સીમાવર્તી ગામમાંથી ઈજાગ્રસ્ત મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહાડી માર્ગોને પાર કરી 15 કલાકમાં મહિલાને સડક માર્ગ સુધી પહોંચાડી હતી, જ્યાંથી આ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ITBOના જણાવ્યા પ્રમાણે ટીમમાં 25 જવાનનો સમાવેશ થતો હતો. જેમને પિથોરાગઢના મુનસ્યારીના સીમાવર્તી ગામ લાસ્પામાંથી મહિલાને રેસ્ક્યૂ કરી […]

હવે વાર્ષિક રૂ. 40 લાખ સુધીના ટર્નઓવર વાળા વેપારીઓને GSTમાંથી મુક્તિ, અગાઉ આ મર્યાદા 20 લાખ હતી

વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર કરનારા વેપારીઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ. 1.5. કરોડના ટર્નઓવર ધરાવતા લોકો કમ્પોઝિશન સ્કીમ્સ પણ પસંદ કરી શકે છે અને 1% ટેક્સ ચૂકવી શકે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ્સ કરી આ અંગે જાણકારી આપી હતી. […]

અમદાવાદ શહેરની સરકારી હાઈસ્કૂલોના શિક્ષકો સ્વેચ્છાએ સ્કૂલમાં સફાઇ અને રિપેરિંગની કામગીરી કરે છે

સરકારી હાઇસ્કૂલોમાં સ્વચ્છતા જળવાઇ રહે અને બિનજરૂરી ઘાસ દૂર થાય સાથે જ સ્કૂલમાં જો કોઇ તળ કે અન્ય નાનું રિપેરિંગ હોય તો હાઇસ્કૂલના શિક્ષકો પોતે જ કરી રહ્યાં છે. આ માટે કોઇ પરિપત્ર નથી કરાયો પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ જોડાઇને દરરોજ સફાઇની જરૂરિયાત હોય તે સ્કૂલોમાં જઇને સફાઇ કરી રહ્યાં છે. અંદરના ગામડાઓમાં ચોમાસાની સિઝન દરમિયાન […]

કૌભાંડ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સાડા છ લિટર દૂધ ઉકાળવાનો પગાર દોઢ લાખ રૂપિયા! ડો.મહેતા જતાં-જતાં પણ કળા કરી ગયા

રાજકોટના સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને બે ટાઈમ દૂધ અપાય છે. 6.5 લિટર જેટલું દૂધ ઉકાળીને આપવા માટે 3-3 રસોઈયાને ફરજ સોંપાઈ છે આ ત્રણેયનું કામ દિવસમાં બે વખત માત્ર દૂધ ઉકાળવાનું જ છે! એટલે કે દોઢ લાખના સરકારી ખર્ચે માત્ર દૂધ ઉકળે છે. હકીકતે આ ત્રણેય રસોઈયાનું કામ સિવિલની મુખ્ય કેન્ટીન સંભાળવાનું […]