મહારાષ્ટ્રમાં મુસ્લિમ વ્યક્તિએ બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી સાસરે વળાવી

તસવીરમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ બાબાભાઈ પઠાન છે. બાબાભાઈ પઠાને તેની ધર્મની માનેલી હિન્દુ બહેનની બે અનાથ દીકરીઓને દત્તક લીધી હતી, એટલું જ નહીં તેઓએ બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરાવીને એકતા અને માનવતાની અનોખી મિશાલ રજૂ કરી છે. કદાચ એટલે જ કહેવાય છે કે સોસાયટી ભલે આપણે ધર્મને નામે અલગ કરવાનો પ્રયાસ કરે પરંતુ માનવતા અને સદ્વ્યવહાર હંમેશા આપણને એક કરવાનો રસ્તો શોધી લે છે. બાબાભાઈ પઠાણે દેશ સામે આવી જ મિશાલ રજૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બાબાભાઈ પઠાણે બે અનાથ બહેનોને દત્તક લીધી હતી. તેમણે બંનેના ઉછેર માટેનો ખર્ચ ભોગવ્યો હતો. જ્યારે સમય આવ્યો ત્યારે તેમણે પોતાની બચતના પૈસામાંથી બંને બહેનોના લગ્ન પણ કરાવ્યા. એટલું જ નહીં, બંને દીકરીઓની ધાર્મિક માન્યતાનું પૂરેપૂરું ધ્યાન રાખતા બાબાભાઈ પઠાણે બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે જ લગ્ન કરાવ્યા હતા.

શેવગાંવ તાલુકાના બોધેગાંવ ખાતે રહેતી સવિતા ભુસરીને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. સવિતાનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હોવાથી તેણી તેના માતાપિતા સાથે રહેતી હતી. અહીં જ તેણે તેની બંને દીકરીને ઉછેરીને મોટી કરી હતી. સવિતાને કોઈ ભાઈ ન હતો, આથી તેણે તેના ઘરની સામે રહેતા બાબાભાઈ પઠાણને ધર્મનો ભાઈ માન્યો હતો. બાબાભાઇએ સવિતાની બે દીકરીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તેને દતક લીધી હતી.

એટલું જ નહીં, બાબા ખાતે પોતાના ધર્મથી પર જઈને બંને દીકરીના મામા બનીને કન્યાદાન પણ કર્યું હતું. એટલું જ નહીં તેણે લગ્નનો અડધો ખર્ચ પણ ભોગવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો