Browsing category

સમાચાર

સુરતમાં ધોરણ 8ની તરૂણીએ દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

સુરત શહેરમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ એક વિધાર્થીના આપઘાત બાદ વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ […]

ભુજના હરિપરમાં ઝૂંપડામાંથી બહાર નીકળેલાં વૃદ્ધાએ રામ સેવકોને કહ્યું, ‘આવો… હું તો શબરીની જેમ તમારી રાહ જોતી હતી’, રામ મંદિર માટે ગરીબ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે નિધિ નોંધાવતાં રામસેવકો ગદગદ થઇ ગયા

અયોધ્યામાં આકાર લેનારા વિશાળ રામ મંદિર માટે કચ્છભરમાં નિધિ એકત્રિકરણ ચાલી રહ્યું છે, જેમાં ધનિકોએ લાખો કે કરોડો રૂપિયાનું છૂટા હાથે દાન આપ્યું છે તે સમજી શકાય તેમ છે પણ ભુજની ભાગોળે હરિપરમાં રહેતા ગરીબ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંદડી રૂપે નિધિ નોંધાવતાં તેમના ઝૂંપડે પહોંચેલા રામસેવકો ગદગદ થઇ ગયા હતા. ફાળો લેવા આવેલા […]

પંજાબમાં પંચાયતનો આદેશ: દરેક ઘરમાંથી એક સભ્ય દિલ્હી બોર્ડર પહોંચે, ના પહોંચનારને 1500 રૂપિયા દંડ અથવા સામાજિક બહિષ્કાર કરવામાં આવશે

પંજાબના બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં એક આશ્ચર્યજનક આદેશ કર્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ગામના દરેક પરિવારમાંથી એક સભ્યએ દિલ્હી બોર્ડર જવું પડશે. જે પરિવાર આ આદેશ નહીં માને તેમને 1500 રૂપિયાનો દંડ કરાશે અથવા તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પંજાબની બીજી પંચાયતો પણ આવો પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી […]

લોકડાઉનમાં રેસ્ટોરન્ટ બંધ થઈ તો બાઈક પર છોલે કુલ્ચે વેચવાની કરી શરૂઆત, હવે દરરોજ રૂપિયા 2 હજાર કમાઈ છે

દિલ્હીના દીપક છાબડા 9 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. ખૂબ જ હિંમત કરીને નોકરી છોડી અને જે પૈસા ભેગા કર્યા હતા તેમાંથી રેસ્ટોરેન્ટની શરૂઆત કરી. જોકે, નસિબને તો કંઈક બીજુ જ મંજૂર હતું. દીપકે રેસ્ટોરન્ટ શરૂ કર્યાંના 5 મહિના બાદ લોકડાઉન લાગી ગયું અને રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી પડી. આ પડકારો વચ્ચે તેણે હાર […]

અમદાવાદમાં ગઠિયાએ છેતરપિંડીનો ગજબનો કીમિયો કર્યો: નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહીને રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ધરમ કરતા ધાડ પડી.’ એટલે કે કોઈને મદદ કરવામાં પોતાને નુકસાન વેઠવાનો વારો આવવો. આવો જ એક કિસ્સો શહેરના મણીનગર વિસ્તાર (Maninagar area)માં જોવા મળ્યો છે. જ્યાં મુસાફર (Passenger) બનીને આવેલા ગઠિયાની રિક્ષા ચાલકે (Auto rickshaw driver) મદદ કરી હતી. ગઠિયાએ દવા ખરીદવાના બહાને રિક્ષા ચાલક પાસેથી રૂપિયા લીધા હતા. […]

સોની પરિવાર દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે જીપ સાથે ટ્રેલરની થઈ જોરદાર ટક્કર, 8 લોકોનાં કરૂણ મોત, 3 વર્ષની બાળકીનો આબાદ બચાવ

રાજગઢ (Rajgarh) જિલ્લાનું જીરાપુર શહેર એ સમયે હિબકે ચડ્યું, જ્યારે એક જ પરિવારના 6 લોકોની અર્થી એક સાથે ઊઠી. રાજસ્થાન (Rajasthan)માં માર્ગ અકસ્માત (Road Accident)નો શિકાર બનેલા સોની પરિવારના 6 લોકોના અંતિમ સંસ્કાર (Last Rites) જીરાપુરમાં કરવામાં આવ્યા. જ્યારે બે સંબંધીના અંતિમ સંસ્કાર મક્સીમાં કરવામાં આવ્યા. આ ઘટનાને સમગ્ર શહેરને હલાવીને રાખી દીધું છે. સોની […]

જામનગરમાં ફાયરિંગથી ફફડાટ, યુવાનના મોઢા પર જ મારી ગોળી, ભૂમાફિયા જયેશ પટેલ સાથે વાંધો પડ્યો હોવાથી તેના સાગરિતોનું કૃત્ય હોવાની આશંકા

જામનગર શહેરમાં (Jamnagar) ઈવા પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની (Jamnagar Firing) ઘટનાથી ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈકમાં આવેલાં ચાર શખ્સોએ એક યુવાનના મોઢાં પર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. યુવાનના મોઢાના ભાગે ગોળી વાગી હોવાથી તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને તેના […]

માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે! સુરતમાં 12 વર્ષના બાળકની લાકડાંના ફટકાં મારી કરપીણ હત્યા, ખોપરી પણ ફાટી ગઈ

માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી બહાર આવ્યો છે. 12 વર્ષના એક નાના બાળકે કોઈનું શું બગાડ્યું હશે કે તેની લાકડાંના ફટકાં મારી મારીને કરપીણ હત્યા (12 Years old Murder in Pandesara) કરી દીધી. ઝાડી ઝાંખરા પાસેથી તેની લાશ મળી હતી. તેનું માથું લોહીલુહાણ હતું. તેની માથાની ખોપડી જેણે પણ આ […]

અમદાવાદમાં દબાણ દૂર કરવા ઝૂંપડાઓ તોડી પાડ્યા, કડકડતી ઠંડીમાં નાના બાળકો અને ગર્ભવતિ મહિલાઓની હાલત કફોડી થઈ

અમદાવાદ (Ahmedabad winter) સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કડકડતી ઠંડી (Freezing cold) પડી રહી છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. પરંતુ જે લોકોને માથે છત નથી એવા ઘર વિહોણા પરિવારનું આવી કડકડતી ઠંડીમાં શું થતું હશે. તાજેતરમાં થયેલા દબાણ દૂર કરવાના અભિયાનમાં ખાનપુરમાં ઝૂંપડાઓ (Huts in khanpur) હટાવી લેવામાં આવ્યા હતા. જોકે, […]

રાજકોટમાં બેઠા-બેઠા અમેરીકન નાગરીકો પાસેથી હજારો ડોલર પડાવતા શખ્સોને ઝડપી પાડયા, જાણો કઈ રીતે કરતા છેતરપિંડી

રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી પાડયા છે. ત્યારે એસઓજી દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. થોડા સમય પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ કમિશનર કચેરી થી માત્ર 300 મીટર દૂર કોલ સેન્ટર ના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારી 4 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ […]